Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:પાણી અને વીજળીના મેનેજમેન્ટ માટે વિદ્યાર્થીઓએ બનાવેલા ખાસ ડિજિટલ પ્લેટફોર્મથી કામ સેકન્ડોમાં થશે

    10 hours ago

    ગાંધીનગર IITમાં ભણતા બે વિદ્યાર્થીઓએ ગુજરાત માટે એક ગર્વ લેવા જેવું કામ કર્યું છે. તેમણે નર્મદા નિગમ (SSNNL) માટે એક એવું ડિજિટલ પ્લેટફોર્મ બનાવ્યું છે, જેનાથી હવે પાણી અને વીજળીની બધી જ વિગતો લાઈવ જોઈ શકાશે. IIT ગાંધીનગરના રૂપક અને આકાશ નામના બે વિદ્યાર્થીઓએ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNNL) ના સહયોગથી એક ખાસ વેબ પ્લેટફોર્મ બનાવ્યું છે. આ પ્લેટફોર્મ 53 જેટલા હાઇડ્રો પાવર સ્ટેશન, સોલર પેનલ્સ અને પાણી પમ્પિંગ સ્ટેશનોના ડેટાને એક જ જગ્યાએ બતાવશે,અત્યાર સુધી નર્મદા ડેમ અને પાવર સ્ટેશનો પર કેટલું પાણી છોડાયું કે કેટલી વીજળી બની, તેનો હિસાબ એન્જિનિયરોએ કાગળ પર અથવા હાથેથી ફાઈલોમાં લખવો પડતો હતો. આ કામમાં ભૂલ થવાની શક્યતા રહેતી અને સાચો રિપોર્ટ મળતા વાર લાગતી. પણ હવે આ વિદ્યાર્થીઓએ એક એવી વેબસાઈટ બનાવી છે જ્યાં બધો જ ડેટા સીધો ભરાશે અને ઉપર બેઠેલા અધિકારીઓ પણ તેને તરત જોઈ શકશે. આ નવી ડિજિટલ સિસ્ટમ આવવાથી હવે જે ડેટા ભેગો કરવામાં અને રિપોર્ટ તૈયાર કરવામાં પહેલા દિવસો નીકળી જતા હતા તે કામ હવે ગણતરીની સેકન્ડોમાં થઈ જશે, જેના કારણે ડેટા સીધો અપલોડ થવાથી માણસો દ્વારા થતી આંકડાકીય ભૂલોનું જોખમ પણ સાવ ઘટી જશે. સાથે જ એન્જિનિયરો અને અધિકારીઓ ગમે ત્યારે લાઈવ માહિતી જોઈ શકતા હોવાથી જો ક્યાંય પણ કોઈ સમસ્યા સર્જાય તો તેનો તરત જ ઉકેલ લાવી શકાશે અને પાણીના નિકાલથી લઈને વીજળીના વપરાશ સુધીની કલાકે-કલાકની સચોટ માહિતી મળતી હોવાથી આખા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર દેખરેખ રાખવી પણ એકદમ સરળ બની જશે. આ નવી સિસ્ટમથી ગુજરાતના નર્મદા પ્રોજેક્ટનું મેનેજમેન્ટ હવે આધુનિક બનશે,આ એક એવું મોડેલ છે જેને ભવિષ્યમાં સ્માર્ટ સિટી કે બીજા સરકારી કામોમાં પણ વાપરી શકાશે. પ્લાન્ટ પર એન્જિનિયરોને સતત વ્યસ્ત રહેતા જોયાં અને આઇડિયા આવ્યો બંને વિદ્યાર્થીઓ રૂપક અને આકાશ જ્યારે નર્મદા નિગમના પ્લાન્ટ પર ગયા, ત્યારે તેમણે જોયું કે એન્જિનિયરો આખો દિવસ કાગળના કામમાં જ વ્યસ્ત રહે છે. તેમણે વિચાર્યું કે જો આ બધું ઓનલાઈન થઈ જાય, તો એન્જિનિયરો મશીનો અને પ્લાન્ટનું ધ્યાન રાખવામાં વધુ સમય આપી શકે.
    Click here to Read More
    Previous Article
    પંજાબ સામે કંગાળ હાર પછી દિલ્હીની નજર કમબેક પર:પ્લેઑફમાં ટકી રહેવા માટે ટીમ માટે જીત જરૂરી; આજે બેંગલુરુ સામે ટકરાશે
    Next Article
    કચ્છમાં બે દિવસ હિટવેવની આગાહી:કંડલા 45.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment