Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેલી વિદ્યાના વહેમમાં નાના ભાઈની હત્યા:નર્મદાના ભૂછાડ ગામે યુવકનું ધારિયાથી ગળું કાપી નાખ્યું, જીવલેણ હુમલામાં બે ભત્રીજીઓ ઘાયલ, પરિવારમાં ત્રીજી હત્યા કરાઈ

    14 hours ago

    નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં અંધશ્રદ્ધાના કારણે ભાઈએ ભાઈની હત્યા કરી હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ભૂછાડ ગામના ભવાની ફળિયામાં કાળી વિદ્યાના વહેમમાં ઉશ્કેરાયેલા શખસે પોતાના સગા ભાઈને મોતને ઘાટ ઉતાર્યા બાદ બે ભત્રીજીઓ પર પણ જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ અગાઉ મોટા ભાઈ અને માતાની હત્યા કરી ચૂક્યો છે. પરિવારમાં 3 લોકોને તેણે મોતને ઘાટ ઉતાર્યા છે. આરોપીને મેલી વિદ્યાથી શંકા હતી ભૂછાડ ગામે રહેતા રમેશ બારભાઈ વસાવાને શંકા હતી કે તેનો નાનો ભાઈ ગુર્જી બારભાઈ વસાવા કાળી વિદ્યા (મેલી વિદ્યા) કરે છે. આ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિવાદ વકરતા રમેશ વસાવાએ ઘરમાંથી ધારિયું કાઢ્યું હતું અને ગુર્જી વસાવા જ્યારે દુકાનેથી સામાન લઈને પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમના ગળાના ભાગે ધારિયાના ઘા ઝીંકી દીધા હતા. ગંભીર ઈજાના કારણે ગુર્જી વસાવાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ભત્રીજીઓ પર હુમલો પિતાની હત્યા બાદ બચાવવા આવેલી દીકરીઓ સાવિત્રી અને શિલ્પા પર પણ રમેશે હુમલો કર્યો હતો. સાવિત્રીને માથામાં અને શિલ્પાને હાથના ભાગે ધારિયું વાગતા ગંભીર ઈજાઓ થઈ હતી. બંને ઈજાગ્રસ્ત યુવતીઓને તાત્કાલિક રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે. પોલીસ કાર્યવાહી ઘટનાની જાણ થતા જ રાજપીપળા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આરોપી રમેશ વસાવા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આ કેસની તપાસ રાજપીપળા ટાઉન PI એસ.કે. ગામીત ચલાવી રહ્યા છે, જ્યારે સમગ્ર તપાસનું સુપરવિઝન DYSP પી.આર. પટેલ કરી રહ્યા છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે આરોપી રમેશ વસાવાએ અગાઉ 20 વર્ષ પહેલા પણ પોતાના મોટા ભાઈ વિઠ્ઠલ વસાવાની હત્યા કરી હતી. 8 માર્ચ 2005ના રોજ વિઠ્ઠલ વસાવા નશો કરી માતા સાથે ઝઘડો કરતા હોવાથી રમેશે કુહાડી મારી તેમની હત્યા કરી હતી. જોકે, તે સમયે 8 મહિના જેલમાં રહ્યા બાદ પુરાવાના અભાવે તે નિર્દોષ છૂટ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ સંપન્ન:જાંબુઘોડામાં સૌથી વધુ 83.32%, શહેરામાં સૌથી ઓછું 59.76% મતદાન
    Next Article
    સુરતમાં સગીરાની છેડતી મામલે ક્રેડિટ લેવાનો ખેલ થયો હોવાની આશંકા:CCTVમાં કેદ મેહુલ પોલીસ સ્ટેશનમાં શું કરતો હતો?, ભાજપ કાર્યાલય પર હુમલાનું હતું કાવતરું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment