Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેચ કરવા જતાં અકીલ હુસૈનને મોઢા પર બોલ વાગ્યો:ગુજરાતને ધમાકેદાર શરૂઆત અપાવી ગિલ આઉટ; સાઈ સુદર્શનની ફિફટી

    21 hours ago

    IPL 2026 ના 37મા મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 159 રનનો ટાર્ગેટ આપ્યો છે. રવિવારે ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લેનાર ગુજરાતે ચેન્નઈને મોટા સ્કોર સુધી પહોંચવા દીધું નહોતું અને ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 158 રન જ બનાવી શકી હતી. ચેન્નઈના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 49 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરીને ઇનિંગને સંભાળી હતી. તેણે 60 બોલ પર અણનમ 74 રનની શાનદાર ઇનિંગ રમી, જેમાં 4 છગ્ગા અને 6 ચોગ્ગાનો સમાવેશ થાય છે. જોકે, બીજા છેડેથી તેને અન્ય બેટ્સમેનોનો જોઈએ તેવો સાથ મળ્યો નહીં.શિવમ દુબેએ 22 રનનું યોગદાન આપ્યું, જ્યારે જેમી ઓવરટને 6 બોલમાં 18 રન ફટકારી ટીમને લડાયક સ્કોર સુધી પહોંચાડી. ગુજરાત તરફથી કગિસો રબાડા સૌથી સફળ બોલર રહ્યો હતો, તેણે 3 વિકેટ ઝડપી હતી. ઉપરાંત મોહમ્મદ સિરાજ, માનવ સુથાર અને અરશદ ખાનને 1-1 વિકેટ મળી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), ઉર્વિલ પટેલ, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, કાર્તિક શર્મા, જેમી ઓવરટન, અકીલ હુસૈન, નૂર અહેમદ, ગુરજપનીત સિંહ અને અંશુલ કંબોજ. ઇમ્પેક્ટ પ્લેયર: સરફરાઝ ખાન, મુકેશ ચૌધરી, પ્રશાંત વીર, રામકૃષ્ણ ઘોષ અને મૈથ્યૂ શોર્ટ ગુજરાત ટાઇટન્સ (GT): શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર, શાહરુખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અરશદ ખાન, કાગિસો રબાડા, મોહમ્મદ સિરાજ. ઇમ્પેક્ટ પ્લેયર: રાહુલ તેવટિયા, અનુજ રાવત, ગ્લેન ફિલિપ્સ, કુલવંત ખેજરોલિયા, નિશાંત સિંધુ
    Click here to Read More
    Previous Article
    As Opp grills govt over Shivaji Maharaj comments, Mahyuti looks bereft of reply
    Next Article
    બનાસકાંઠામાં સરેરાશ 60.44 ટકા મતદાન:અમીરગઢના ઘાંઘુ ગામે EVM ખોટકાયાની ફરિયાદ વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 28મીએ પરિણામ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment