Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર રેન્જમાં શાંતિપૂર્ણ મતદાન:​લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા રેન્જ આઈજીની મતદારોને અપીલ

    1 day ago

    ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે હેતુથી રેન્જ આઈજી રાજેન્દ્ર અસારી અને સ્ટ્રાઈકિંગ ફોર્સની ટીમ દ્વારા શહેરના વિવિધ સંવેદનશીલ મતદાન મથકોનું સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ શહેરના વડવા, ચિત્રા, નારી અને વરતેજ જેવા વિસ્તારોની શાળાઓમાં કાર્યરત બુથોની રૂબરૂ મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે જરૂરી આદેશો આપ્યા હતા. અધિકારીઓએ બુથો પર જરૂરી સૂચનાઓ આપી હતી ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયાને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન કરાવવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત ભાવનગર રેન્જ આઈજી રાજેન્દ્ર અસારી તેમજ આઈજી સ્ટ્રાઈકિંગ ફોર્સની ટીમ દ્વારા શહેરના વિવિધ સંવેદનશીલ અને મહત્વના મતદાન બુથોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. આ ટીમ દ્વારા વડવા વિસ્તારની સનાતન હાઈસ્કૂલ અને પટેલવાડી અલકાચોક, ચિત્રા વિસ્તારની કૃષ્ણકુમારસિંહ શાળા, સ્વામિનારાયણ ગુરુકુલ નિર્ભય સોસાયટી અને ક્રાઈસ્ટ સ્કૂલ તેમજ નારીની કન્યા શાળા અને વરતેજની એમ.જી.એમ હાઈસ્કૂલ ખાતે સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. અધિકારીઓએ બુથો પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. પોલીસની તમામ બાબતો પર ખૂબ ચાંપતી નજર આ અંગે રેન્જ આઈજી રાજેન્દ્ર અસારી એ જણાવ્યું હતું કે, આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાન પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ભાવનગર જિલ્લામાં પણ ચૂંટણીની આ મતદાન પ્રક્રિયા ખૂબ શાંતિપૂર્વક રીતે ચાલી રહી છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ અધિક્ષકના સુપરવિઝન હેઠળ સ્થાનિક પોલીસનો બંદોબસ્ત અને એક કંપની SRPનો બંદોબસ્ત સમગ્ર જિલ્લામાં ગોઠવવામાં આવ્યો છે. તે સાથે સંવેદનશીલ જગ્યાઓ છે એના ઉપર ફિક્સ પોઈન્ટ મૂકવામાં આવ્યા છે, સતત પેટ્રોલિંગ ચાલુ છે અને પોલીસની તમામ બાબતો ઉપર ખૂબ ચાંપતી નજર છે. તે સાથે ભાવનગર રેન્જના જે અન્ય બે જિલ્લા છે બોટાદ અને અમરેલી જિલ્લા, એમાં પણ મતદાનની જે પ્રક્રિયા શાંતિપૂર્વક રીતે ચાલી રહી છે. દરેક જગ્યાએ શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે ​મતદારોને વિનંતી કરું છું કે લોકશાહીનું આ પર્વ છે અને એમના મતનો એ ઉપયોગ કરે અને આ ઉત્સવને ખૂબ હર્ષ અને ઉલ્લાસથી પૂર્ણ કરે. ત્રણેય જિલ્લાની અંદર અત્યારની પરિસ્થિતિ જોઈએ તો ખૂબ શાંતિપૂર્વક રીતે મતદાન ચાલી રહ્યું છે. કોઈપણ અપ્રિય ઘટનાના સમાચાર અત્યાર સુધી કોઈપણ જિલ્લામાંથી મળ્યા નથી. અને પોલીસ અધિક્ષકના સુપરવિઝન હેઠળ ભાવનગર જિલ્લામાં પણ સ્થાનિક પોલીસ અને બહારથી આવેલી પોલીસનો બંદોબસ્ત છે, અમરેલી જિલ્લામાં પણ સ્થાનિક પોલીસ અને બહારના જિલ્લાઓમાંથી આવેલો પોલીસ ફોર્સ, એક કંપની SRP અને બોટાદમાં પણ એ જ રીતે બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવેલી છે.
    Click here to Read More
    Previous Article
    એચ.એ. કોલેજમાં પ્રો. પંકજ રાવલનો સન્માન સમારોહ:અકાઉન્ટન્સીના લોકપ્રિય પ્રોફેસરે 30 વર્ષ સેવા આપી, મર્યાદાના કારણે નિવૃત્ત
    Next Article
    સાંજના 5 વાગ્યા સુધીમાં 58.07 ટકા મતદાન:20 સોસાયટીના રહીશો ઢોલ-નગારાના તાલે ઉત્સાહભેર મતદાન કરવા પહોંચ્યા; સાંજના સમયે પણ મતદારોની લાગી કતારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment