Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજસ્થાન રોયલ્સનો 'શેર' ઘાયલ:વૈભવ સૂર્યવંશીને હેમસ્ટ્રિંગ ઈજા, બે વ્યક્તિનો ટેકો લઈને મેદાન છોડ્યું; સિટી સ્કેન પછી ઈજાની ગંભીરતા ખબર પડશે

    2 days ago

    શનિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એક રોમાંચક મેચ રમાઈ હતી. વૈભવ સૂર્યવંશીએ પોતાની તોફાની બેટિંગ કરીને માત્ર 36 બોલમાં સદી ફટકારી. જોકે, આ મેચમાં એક એવી ક્ષણ આવી જેણે કરોડો ફેન્સની ચિંતા વધારી દીધી છે. IPL 2026ની 36મી મેચ રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ ફરી એકવાર પોતાની સદીથી વાહવાહી મેળવી. જોકે, RRની ફિલ્ડિંગ દરમિયાન તેને પીડા થઈ ને મેદાન છોડવું પડ્યું. તેની હાલત જોઈને ફેન્સ પ્રાર્થના કરી રહ્યા છે કે તેની ઈજા ગંભીર ન હોય. હકીકતે વૈભવને હેમસ્ટ્રિંગ ઈન્જરી થઈ છે. હેમસ્ટ્રિંગ એટલે એવી ઈન્જરી છે જે જાંઘની પાછળના ભાગમાં થાય છે. હેમસ્ટ્રિંગના પાછળના ભાગની માંસપેશીઓ ખેંચાઈ જવાથી આ દર્દ થાય છે. વૈભવને એ જ થયું છે પણ તે કેટલું ગંભીર છે તે સીટી સ્કેન કર્યા પછી જ ખબર પડશે. આ ઘટના બીજી ઇનિંગની ત્રીજી ઓવરના છેલ્લા બોલ પર બની. જોફ્રા આર્ચરના બોલ પર ઇશાન કિશને કવર ઉપર શોટ માર્યો. વૈભવ બોલને રોકવા માટે ઝડપથી દોડ્યો, પરંતુ તે રોકી શક્યો નહીં. તે તરત જ રોકાઈ ગયો અને તેની હેમસ્ટ્રિંગ પકડીને પીડાથી કણસતા બેસી ગયો. લંગડાતા જતા ટેકા સાથે મેદાન છોડવું પડ્યું વૈભવે ફરીથી ઊભા થવાની ટ્રાય કરી પણ તે સરખી રીતે ઊભો થઈ શક્યો નહીં. પછી ફિઝિયો આવ્યા અને થોડીવાર તપાસ પછી વૈભવ બે વ્યક્તિનો ટેકો લઈને લંગડાંતાં મેદાનની બહાર ચાલ્યો ગયો.તેણે તેના હેમસ્ટ્રિંગ (સાથળ) પર હાથ રાખ્યો હતો. પ્રથમ ઇનિંગમાં 14 ઓવર બેટિંગ કર્યા પછી ખાસ કરીને જયપુરની તીવ્ર ગરમીમાં, સૂર્યવંશીને ડિહાઇડ્રેટેડ થવાની શક્યતા હતી. કદાચ આ જ કારણે તેને તકલીફ થઈ હશે. વૈભવ સૂર્યવંશીની ઈજા અંગે અપડેટ રાજસ્થાન રોયલ્સના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે વૈભવને તેના હેમસ્ટ્રિંગમાં થોડી ખેંચાણ અનુભવાઈ હતી પરંતુ તે હવે સ્વસ્થ છે. ડોક્ટરોએ તેની સારવાર કરી છે તેથી તે હવે સ્વસ્થ દેખાય છે. એક કે બે દિવસમાં અમારી પાસે વધુ વિગતો હશે પરંતુ તે ગંભીર ઈજા હોય તેવું લાગતું નથી. તેમની છેલ્લી વાત એ છે કે ઈજા ગંભીર નથી. હાલ પૂરતું ઓછામાં ઓછું રાજસ્થાન રોયલ્સ આશા રાખી શકે છે કે તે માત્ર એક સામાન્ય ઈજા હશે, એવી કોઈ બાબત નહીં જે આ સિઝનમાં તેમના સૌથી મોટા સ્ટારને બહાર કરી દેશે. જયપુરની ભીષણ ગરમીમાં રમવું એ કારણ બન્યું ખરેખરમાં, વૈભવે આ મેચમાં લગભગ 14 ઓવર બેટિંગ કરી અને 37 બોલનો સામનો કર્યો. ભીષણ ગરમીમાં આટલો લાંબો સમય રમ્યા પછી થાક અને ડિહાઇડ્રેટેડ થવું સ્વાભાવિક છે. તેણે તે જ મેચમાં 36 બોલમાં તેની બીજી IPL સદી પણ પૂરી કરી, જે લીગ ઇતિહાસમાં ત્રીજી સૌથી ઝડપી સદી છે. આગામી મેચમાં રાજસ્થાન રોયલ્સ માટે મોટો ઝટકો લાગી શકે છે એવું માનવામાં આવે છે કે તે હેમસ્ટ્રિંગ ઈજા અથવા ખેંચાણ હોઈ શકે છે, પરંતુ તેની ગંભીરતા મેડિકલ તપાસ પછી જ જાણી શકાશે. જો ઈજા ગંભીર હશે, તો તે આગામી મેચમાં રાજસ્થાન રોયલ્સ માટે મોટો ઝટકો લાગી શકે છે. (હેમસ્ટ્રિંગ એટલે હેમસ્ટ્રિંગની પાછળના ભાગની માંસપેશીઓનું ખેંચાઈ જવું) સૂર્યવંશી આ સિઝનમાં ટીમ માટે મુખ્ય ખેલાડી તરીકે ઉભરી આવ્યો છે, અને તેની ગેરહાજરી ટીમના સંતુલનને અસર કરી શકે છે. ટીમ મેનેજમેન્ટ હાલમાં તેમની ફિટનેસ પર નજર રાખી રહ્યું છે અને આગળની સ્થિતિ ટૂંક સમયમાં સ્પષ્ટ થશે.
    Click here to Read More
    Previous Article
    Explained: How extreme rainfall events in India have been steadily increasing over the past decade or so
    Next Article
    કાશ પટેલ પર બેજવાબદાર વર્તનના આરોપો:FBI ચીફ હોકીના દિવાના છે, રંગબેરંગી મોજાં અને ભારતમાં સિવેલા સૂટની મિત્રો મજાક ઉડાવતા હતા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment