Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ:ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પણ મતદારોમાં ભારે ઉત્સાહ, દિવ્યાંગો, વૃદ્ધો સહિતનાઓએ મતદાન કર્યું

    5 days ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં આજે, 26 એપ્રિલે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન યોજાઈ રહ્યું છે, જેમાં 11.60 લાખથી વધુ મતદારો 1341 મતદાન મથકો પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આ ચૂંટણીમાં જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, 10 તાલુકા પંચાયતો અને 4 નગરપાલિકાઓની કુલ 339 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે, કારણ કે ભાજપે અગાઉ જ 38 બેઠકો બિનહરીફ જીતી લીધી છે. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિર્ભય વાતાવરણમાં સંપન્ન થાય તે માટે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના નેતૃત્વમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સંવેદનશીલ વિસ્તારોમાં અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે. ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષો વચ્ચે કાંટાની ટક્કર છે, પરંતુ પ્રચાર દરમિયાન મતદારોનું મૌન પરિણામો અંગે અટકળો જન્માવી રહ્યું છે. મતદાર યાદીમાં થયેલા નવા ફેરફારો પણ આ ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે. મતદાન પૂર્ણ થયા બાદ આજે સાંજે તમામ ઈવીએમ મશીનો સીલ કરી નિર્ધારિત સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે, અને આગામી 28 એપ્રિલે થનારી મતગણતરી બાદ જ સ્પષ્ટ થશે કે ઝાલાવાડની જનતાએ કોના હાથમાં સત્તાની ધુરા સોંપી છે.
    Click here to Read More
    Previous Article
    રિવાબાએ જામનગરમાં મતદાન કર્યું:આકરી ગરમીમાં પણ મતદારોએ મતદાન માટે ઉત્સાહ બતાવ્યો, મોરબીમાં પાંચ પેઢીના મતદારો સાથે 102 વર્ષના દાદીએ મતદાન કર્યું
    Next Article
    મતદાન કર્યા બાદ તબિયત લથડતા વૃદ્ધાનું મોત:શંખેશ્વર તાલુકા પંચાયત 32.47% મતદાન સાથે મોખરે, રાધનપુર નગરપાલિકામાં સૌથી ઓછું મતદાન નોંધાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment