Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજની ચૂંટણી:સુરતના વેડરોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં ઉપસ્થિત સંતોએ મતદાન કર્યું

    9 hours ago

    સુરતના વેડરોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં ઉપસ્થિત સંતોએ મતદાન કર્યું હતું. આ દરમિયાન પ્રભુ સ્વામીએ કહ્યું હતું કે જે દેશમાં આપણે રહીએ છીએ, તેના પ્રશાસનનું પાલન કરવું એ આપણી પવિત્ર ફરજ છે. જે ધરતીનું અન્ન જમીન આપણે મોટા થયા છીએ, તે ધરતીની પ્રગતિમાં શક્ય એટલો સહયોગ આપવો એ આપણું પ્રથમ કર્તવ્ય છે. રાષ્ટ્રની પ્રગતિમાં અને સુરક્ષામાં જ આપણી અને ધર્મની પ્રગતિ અને સુરક્ષા છે. રાષ્ટ્રની પ્રગતિનું પ્રથમ શ્રેષ્ઠ પગલું યોગ્ય વ્યક્તિને મતદાન કરવું તે છે. દેશના કાયદાને અનુસાર એ પણ એક ભક્તિ છે. જેમ જગતમાં અન્નદાન, ભૂમિદાન, ગૌદાન કે કન્યાદાનનો મહિમા છે, તેથી પણ સવાયો મહિમા લોકશાહીમાં દેશ હિતમાં મતદાન કરવાનો છે. ભારતીય નાગરિક તરીકે મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ છે. આ પવિત્ર ફરજને બજાવશુ, તો જ આપણે પવિત્ર રહી શકીશું. મા ભોમકાના ઋણ ચૂકવવાનો અમૂલ્ય અવસર એટલે મતદાન. ઉનાળાનો તાપ છે લાઈનમાં થોડીવાર ઊભું રહેવું પડે તો પણ એક કલાક સહન કરીએ અને આપણો પવિત્ર વોટ દઈને વટ પાડીએ.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં લોકશાહીનો ઉત્સવ:સવારના 11 વાગ્યા સુધીમાં 27% મતદાન; વાપી મનપા કોંગ્રેસ-ભાજપના ઉમેવારોએ એકબીજાને શુભેચ્છા પાઠવી
    Next Article
    "I'm Honoured": Trump Says Assassins Go After "Most Impactful" People

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment