Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વોશિંગ્ટનમાં ડિનર દરમિયાન અંધાધૂધ ફાયરિંગ, હુમલાખોર ઠાર:હોટેલ હિલ્ટનમાં ટ્રમ્પ, ઉપરાષ્ટ્રપતિ સહિત અનેક અધિકારીઓ હાજર હતા, તમામ સુરક્ષિત

    2 days ago

    અમેરિકાના વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ ડિનર દરમિયાન ફાયરિંગની ઘટના સામે આવી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ હોટેલ હિલ્ટનમાં હાજર હતા. ત્યારે બહાર ફાયરિંગ થયું. સુરક્ષા દળોએ તેમને સુરક્ષિત બહાર કાઢ્યા. હુમલાખોરને તરત જ ઠાર કરવામાં આવ્યો. ફાયરિંગની ઘટના ડિનર હોલની ઉપર આવેલા લોબી એરિયામાં બની હોવાનું કહેવાય છે. સિક્રેટ સર્વિસના નિર્દેશ પર કાર્યક્રમમાં હાજર મહેમાનોને ટેબલ નીચે જવા માટે કહેવામાં આવ્યું. રિપોર્ટ્સ અનુસાર, ભારે હથિયારોથી સજ્જ સુરક્ષાકર્મીઓ તરત જ સ્ટેજ પર પહોંચી ગયા અને સમગ્ર કાર્યક્રમ સ્થળને સુરક્ષિત કર્યું. ઘટના બાદ ઘણા લોકો બહાર નીકળતા જોવા મળ્યા, પરંતુ સ્ટેજ પરથી એવી જાહેરાત કરવામાં આવી કે ‘કાર્યક્રમ ટૂંક સમયમાં ફરી શરૂ થશે’. જોકે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ ફરીથી કાર્યક્રમમાં સામેલ થશે કે નહીં તે સ્પષ્ટ નથી. રાષ્ટ્રપતિ બન્યા પછી ટ્રમ્પનો આ ડિનરમાં પહેલો પ્રસંગ હતો. તેઓ ઘટનાના થોડી મિનિટો પહેલા જ પહોંચ્યા હતા અને ફર્સ્ટ લેડી સાથે વાતચીત કરી રહ્યા હતા. તે જ સમયે, મંચ પર હાજર મેન્ટાલિસ્ટ તેમની સાથે ઇન્ટરેક્શન કરી રહ્યા હતા. હોટલની અંદરની 2 તસવીરો… (સમાચાર સતત અપડેટ થઈ રહ્યા છે…)
    Click here to Read More
    Previous Article
    Before the Iran war, how empires fought for the Strait of Hormuz
    Next Article
    સ્થાનિક સ્વરાજ્યની 10 હજાર સીટ માટે મતદાન શરૂ:ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ખરાખરીનો જંગ, અકળાવનારી ગરમી વચ્ચે વોટિંગ વધારવા રાજકીય પક્ષો દોડધામ કરશે

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment