Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વર્લ્ડ પાયલોટ ડે:ઉડ્ડયન ક્ષેત્રે કારકિર્દીની તકો અંગે સેમિનાર યોજાયો

    13 hours ago

    આજ રોજ 'વિશ્વ પાયલોટ દિવસ' ની વૈશ્વિક સ્તરે ઉજવણી કરવામાં આવી રહી છે. આ ખાસ દિવસના ઉપલક્ષમાં ઈન્ફિનિફ્લાય એવિએશન એકેડેમી દ્વારા ઉડ્ડયન ક્ષેત્રમાં કારકિર્દીના વિકલ્પો અને આ ક્ષેત્રના વધતા મહત્વ અંગે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે ઈન્ફિનિફ્લાય એવિએશન એકેડેમી પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર સંદીપ રાઠોડ અને લીડ ટ્રેનર એન્જેલા બાપ્ટિસ્ટા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ અને યુવા પેઢીને એવિએશન ઇન્ડસ્ટ્રીમાં પાયલોટ, કેબિન ક્રૂ અને અન્ય ટેકનિકલ ભૂમિકાઓમાં રહેલી બહોળી તકો વિશે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સેમિનાર દરમિયાન સંદીપ રાઠોડ જણાવ્યું હતું કે, "આજના સમયમાં એવિએશન સેક્ટર માત્ર પરિવહનનું સાધન નથી, પરંતુ તે વૈશ્વિક અર્થતંત્ર અને જોડાણનો મુખ્ય આધારસ્તંભ છે. પાયલોટની ભૂમિકા અત્યંત જવાબદારીભરી છે, કારણ કે તેઓ લાખો મુસાફરોની સુરક્ષા અને અબજોના કાર્ગોના પરિવહન સાથે સીધી રીતે સંકળાયેલા છે. ઝડપથી વિકસતા ઈ-કોમર્સ અને આંતરરાષ્ટ્રીય વ્યાપારને કારણે એવિએશન પ્રોફેશનલ્સની માંગમાં અભૂતપૂર્વ વધારો થયો છે." કારકિર્દીના પાસાઓ પર પ્રકાશ પાડતા લીડ ટ્રેનર એન્જેલા બાપ્ટિસ્ટા એ જણાવ્યું હતું કે, "પાયલોટ અને કેબિન ક્રૂ બનવા માટે માત્ર ટેકનિકલ જ્ઞાન જ નહીં, પરંતુ શિસ્ત, માનસિક સજ્જતા અને ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતા હોવી પણ એટલી જ અનિવાર્ય છે. આધુનિક ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના યુગમાં પણ માનવીય કુશળતા અને અનુભવ એવિએશન સેક્ટરમાં અનિવાર્ય છે." કેપ્ટન પ્રતીક સિંઘલ (એરલાઇન પાયલોટ A320)એ કહ્યું કે "કોઈ રાતોરાત પાયલોટ બની જતું નથી. દરેક પરીક્ષા, દરેક સિમ્યુલેટર સેશન અને દરેક મુશ્કેલ લેન્ડિંગે મને કંઈક નવું શીખવ્યું છે. પ્રક્રિયા પર વિશ્વાસ રાખો — આજે તમે જે વાદળો વચ્ચે સંઘર્ષ કરી રહ્યા છો, આવતીકાલે તમે તેની ઉપર ગર્વથી ઉડાન ભરી રહ્યા હશો." સેમિનારમાં ઉડ્ડયન ઉદ્યોગના પડકારો જેવા કે સતત બદલાતું હવામાન, આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન અને માનસિક સ્વાસ્થ્યના મહત્વ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. નિષ્ણાતોએ ઉમેર્યું કે સસ્ટેનેબલ એવિએશન અને અર્બન એર મોબિલિટી જેવા નવા ક્ષેત્રોમાં આવનારા સમયમાં રોજગારીની નવી તકો સર્જાશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પાયલોટ્સની મહેનતને બિરદાવવાનો અને ઉડ્ડયન ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનોને યોગ્ય દિશા બતાવવાનો હતો. 'વિશ્વ પાયલોટ દિવસ' નિમિત્તે યોજાયેલા આ સેમિનારે એ સાબિત કર્યું કે દરેક સુરક્ષિત ઉતરાણ પાછળ એક સમર્પિત પ્રોફેશનલની કઠોર મહેનત અને શિસ્ત રહેલી હોય છે.
    Click here to Read More
    Previous Article
    કેચ પકડવા જતા એન્ગિડીનું માથું જમીન સાથે પટકાયું:એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવો પડ્યો, 15 મિનિટ મેચ રોકવી પડી; ગંભીર પરિસ્થિતિમાં પણ ડીજે સોંગ્સ વગાડી રહ્યો હતો
    Next Article
    અમદાવાદમાં જર્મનીના ઓનરરી કોન્સ્યુલ તરીકે અભય કમલ મંગળદાસની નિમણૂક:ભારત-જર્મની સંબંધોમાં નવો અધ્યાય, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment