Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં ચૂંટણી પૂર્વે પોલીસની ફ્લેગ માર્ચ:સંવેદનશીલ વિસ્તારોમાં કડક પેટ્રોલિંગ, શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી માટે તંત્ર સજ્જ

    12 hours ago

    ગીર સોમનાથ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી યોજાય તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વેરાવળ શહેરમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ પોલીસ અધિક્ષક (DYSP) ચેતન ખાટાણાની આગેવાની હેઠળ આ ફ્લેગ માર્ચ યોજાઈ હતી. ટાવર ચોકથી શરૂ થયેલી આ માર્ચ શહેરના મુખ્ય માર્ગો, સંવેદનશીલ વિસ્તારો અને મતદાન મથકો સુધી ફરી હતી. મોટી સંખ્યામાં પોલીસ જવાનો, અધિકારીઓ અને સશસ્ત્ર દળોએ તેમાં ભાગ લીધો હતો, જેનો ઉદ્દેશ્ય કાયદો અને વ્યવસ્થાનો મજબૂત સંદેશ આપવાનો હતો. પોલીસ તંત્રએ ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, ગડબડ કે અશાંતિને કડકાઈથી ડામવા માટે વ્યુહરચના ઘડી છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે અને સંવેદનશીલ વિસ્તારો પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાની આગેવાની હેઠળ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 03 DYSP, 15 PI, 31 PSI સહિત પોલીસ, GRD અને SRPFના જવાનો મળી કુલ 2300થી વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. મતદાન પ્રક્રિયા દરમિયાન દરેક મતદાન મથક પર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિશેષ ટીમો તૈનાત કરાઈ છે અને સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ નજર રાખવામાં આવી રહી છે. આ પ્રસંગે વિભાગીય પોલીસ અધિકારી ચેતન ખાટાણાએ જણાવ્યું હતું કે, ફ્લેગ માર્ચ દ્વારા પોલીસ તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ચૂંટણી પ્રક્રિયામાં વિક્ષેપ પાડનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે સામાન્ય નાગરિકોને નિર્ભય બનીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પણ અપીલ કરી હતી. પોલીસની આ સક્રિય કામગીરીને કારણે શહેરમાં વિશ્વાસ અને સુરક્ષાની લાગણી મજબૂત બની છે. પોલીસ તંત્ર આગામી દિવસોમાં પણ સંપૂર્ણ ચુસ્તતા સાથે ફરજ બજાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. આમ, ગીર સોમનાથ જિલ્લામાં લોકશાહીનો આ પર્વ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે યોજાય તે માટે તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    VIDEO: માત્ર 21 સેકન્ડમાં 26 ફટકા!:રાજકોટમાં શ્વાન ભસ્યું તે ન ગમતા પિતા-પુત્ર તૂટી પડ્યા, બચાવવા વચ્ચે પડેલી મહિલાને પણ માર મારવાની કોશિશ
    Next Article
    અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં 8 વર્ષમાં 50થી વધુ ડૉક્ટરોએ નોકરી છોડી:નિયામક શશાંક પંડ્યાના ત્રાસનો સણસણતો આરોપ, વિવિધ ખરીદીમાં કૌભાંડનો દાવો, પદ પરથી હટાવવા CM સુધી ફરિયાદો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment