Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં 8 વર્ષમાં 50થી વધુ ડૉક્ટરોએ નોકરી છોડી:નિયામક શશાંક પંડ્યાના ત્રાસનો સણસણતો આરોપ, વિવિધ ખરીદીમાં કૌભાંડનો દાવો, પદ પરથી હટાવવા CM સુધી ફરિયાદો

    14 hours ago

    અમદાવાદની કેન્સર હોસ્પિટલના નિયામક ડો. શશાંક પંડ્યાના વિવિધ પ્રકારના માનસિક ત્રાસ તેમજ દાદાગીરીથી કંટાળીને અનેક સિનિયર ડોક્ટરો તેમજ અધિકારીઓ નોકરી છોડી રહ્યા હોવાનો આરોપ લાગ્યો છે. છેલ્લા 8 વર્ષ દરમિયાન જ કેન્સર હોસ્પિટલમાં ફરજ બજાવતા 50 જેટલા MD, MS તથા DM, M.CH. કક્ષાના નિષ્ણાત ડોક્ટરો નોકરી છોડીને જતા રહ્યા છે. આ સંદર્ભમાં આરોગ્ય મંત્રી અને મુખ્યમંત્રી સમક્ષ લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે તેમજ રૂબરૂ મળીને પણ રજૂઆતો કરાઈ છે. જેમાં એવું જણાવાયું છે કે ડો. પંડ્યાની નિમણૂક જ ગેરકાયદે છે. તેમના આવ્યા પછી હોસ્પિટલનું તંત્ર સાવ ખાડે ગયું છે. તેઓ લાયક ડોક્ટરો પર ટોર્ચર કરી રહ્યા છે અને જો કોઈ દલીલ કરે તો અન્ય શહેરોમાં બદલીઓ કરી નાખે છે. દર્દીઓને પણ યોગ્ય સારવાર મળતી નથી. કરોડોના ખર્ચે વસાવાયેલા વિવિધ સાધનોનો ખૂબ જ ઓછો ઉપયોગ કરાઈ રહ્યો છે, માટે શશાંક પંડ્યાને તાત્કાલિક રીતે હોસ્પિટલમાંથી હાંકી કાઢવાની માંગણી કરવામાં આવી છે. સીએમ કાર્યાલયમાંથી વારંવાર સૂચનાઓ છતાં સ્થિતિ યથાવત સરકારના 100% અનુદાનથી ચાલતી અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં 2018થી શશાંક પંડ્યાની નિમણૂક થઈ છે. સરકારને આપેલી લેખિત ફરિયાદમાં જણાવાયું છે કે, હોસ્પિટલમાં ચાલતી ગેરરીતિ અને ગેરવહીવટના સંદર્ભમાં ડોક્ટરો અને દર્દીઓ દ્વારા અનેક વખત સરકારમાં રજૂઆતો થયા બાદ સીએમ કાર્યાલયમાંથી તપાસ કરવા અને જરૂરી કાર્યવાહી માટે સૂચનાઓ અપાઈ હતી, પરંતુ તેનું ક્યારેય પાલન કરાયું નથી. શશાંક પંડ્યાની નિમણૂક જ ગેરકાયદેસર હોવાનો ગંભીર આરોપ ગુજરાત કેન્સર અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું સંચાલન કરતા ગવર્નિંગ બોર્ડ દ્વારા નિયામકની નિમણૂક કરાય છે. બોર્ડમાં 10 સભ્યો છે, જેમાંથી 5 સભ્યો સરકાર દ્વારા નિમાયેલા છે જ્યારે બાકીના 5 સભ્યો કેન્સર સોસાયટીના નોમિની છે. સંસ્થાના નિયામક ગવર્નિંગ બોર્ડના સભ્ય સચિવ હોય છે. 2018માં નિયામકની જગ્યાની ભરતી માટે જાહેરાત આપવામાં આવી હતી. આ ભરતી પ્રક્રિયા દરમિયાન ડો. શશાંક પંડ્યા સંસ્થામાં જુનિયર ડોક્ટર હોવા છતાં તેમને નિયામકનો ચાર્જ સોંપાયો હતો. ત્યારબાદ તેઓએ એવી પેરવી કરી કે સંસ્થાના નિયામક પદે કોઈ આવી શકે નહીં, જેમાં તેઓ સફળ પણ રહ્યા અને ભરતી પ્રક્રિયાને જ ખોરંભે પાડી દીધી હતી. ડો.શશાંક પંડ્યા કરતા પણ વધુ સિનિયર એવા સિનિયર એનેસ્થેટિસ્ટ ડો. બિપિન પટેલે કહ્યું, પંડ્યાને 2009માં પ્રાધ્યાપક બનાવાયા પણ તે સમયે તેવી કોઈ પોસ્ટ જ નહોતી. સરકારમાંથી કોઈપણ પોસ્ટ મંજૂર થાય એટલે જાહેરાત આપીને ઇન્ટરવ્યુ દ્વારા ભરતી કરવાની હોય છે, પણ શશાંક પંડ્યાની નિમણૂકમાં આવું કશું થયું નથી. તેમની નિયામક તરીકેની ભરતી પણ ખોટી છે. આજ સુધી આવી પોસ્ટ મંજૂર કરાઈ નથી, મંજૂર કરેલી પોસ્ટ માનદ નિયામકની હતી. અમે લાંબા સમયથી સરકારમાં રજૂઆતો કરતા આવ્યા છીએ. સિનિયર ન્યૂરોસર્જન ડૉ.નિખિલ મોદીએ કહ્યું, છેલ્લા નવ વર્ષથી ચાલતા કુશાસન અંગે અમે 15 મહિનાથી રજૂઆતો અને ફરિયાદો કરી છે. અમે મુખ્યમંત્રીને ત્રણથી ચાર વાર રજૂઆત કરી છે. આરોગ્ય સચિવ સમક્ષ પણ લેખિતમાં ફરિયાદ કરી છે. અમને ખાતરી આપી છે કે શશાંક પંડ્યાને ટર્મિનેટ કરાશે. જો ઊંડી તપાસ કરાય તો મોટું કૌભાંડ બહાર આવશે. પંડ્યાની નીતિરીતિને કારણે ઓપીડીમાં પણ 65 ટકા જેટલો ઘટાડો થયો છે. દર્દીઓને યોગ્ય સારવાર મળતી નથી. કરોડોના ખર્ચે વસાવેલા મશીનોનો પૂરતો વપરાશ થતો નથી. તેમણે આરોપ લગાવ્યો કે ડો.શશાંક પંડ્યા પોતાની ખુરશી ટકાવી રાખવા માટે તેઓ રાજકીય નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓની ચાંપલૂસી કરે છે, જ્યારે સ્ટાફને ટોર્ચર કરે છે. આજના જમાનામાં આટલા કૌભાંડ અને ગેરવહીવટ કરનારો કઈ રીતે હજુ બેસે છે તે મોટો પ્રશ્નાર્થ છે. ઊંડી તપાસ થાય તો પંડ્યાને જેલમાં જવું પડશે. અમે ' SAVE GCI' નામનું એક ગ્રુપ બનાવ્યું છે, જેમાં ડોક્ટરો તથા અન્ય કર્મચારીઓ છે. તેઓ આ ગ્રુપમાં પોતાનો રોષ ઠાલવે છે અને કેન્સર હોસ્પિટલને બચાવવા માટે શું કરવું તેની ચર્ચા કરતા હોય છે. ડૉ.નિખિલ મોદીએ કહ્યું, તેઓએ RTIમાં એવો જવાબ આપ્યો હતો કે, મેં અરજી નહોતી કરી પણ મારી નિમણૂક કરાઈ છે. PMJAY હેઠળ પ્રોત્સાહન રૂપે અપાતી રકમ અન્ય ગણ્યાગાંઠ્યા કર્મચારીઓને જ આપી છે. જે રકમ નથી આપી તેનો આંકડો લગભગ 185 કરોડ જેટલો થાય છે. કોરોના કાળનો લાભ લઈ અનેક ડોક્ટરોને પરેશાન કરવાનું શરૂ કર્યું અરજીમાં આરોપ છે કે 2020થી 2022ના સમયમાં કોરોનાનો ગેરલાભ લઈને તેઓએ અનેક સિનિયર ડોક્ટરોને હેરાન-પરેશાન કર્યા. માનસિક ટોર્ચર કરીને નોકરી છોડવા માટે મજબૂર કર્યા. ડો. પંડ્યાને સહ-પ્રાધ્યાપક અને પ્રાધ્યાપક તરીકે 2006 થી 2009 માં બઢતી અપાઈ હતી, જે સંપૂર્ણ ગેરકાયદે છે. કારણ કે, GCRI નું મહેકમ પૂર્વ અસરથી 25.7.2002 ના રોજના ઠરાવથી મંજૂર કરાયું છે. આ ઠરાવમાં સર્જીકલ ઓન્કોલોજી એસોસિએટ પ્રોફેસરની 2 પોસ્ટ હતી, જે બંને પોસ્ટ પર ડો. યતીન પટેલ અને ડો. જીજ્ઞેશ ગૌસ્વામી કાર્યરત હતા. જેથી સહ-પ્રાધ્યાપકની કોઈ પણ પોસ્ટ ખાલી નહોતી છતાં ડો. શશાંક પંડ્યાને આ પોસ્ટ અપાઈ હતી. આ ઠરાવ મુજબ કોઈ પણ પૂર્ણકાલીન પ્રાધ્યાપકની પોસ્ટ સર્જીકલ ઓન્કોલોજીમાં મંજૂર નહોતી, છતાં ડો. પંડ્યાને પ્રાધ્યાપક તરીકે બઢતી અપાઈ હતી. એટલું જ નહીં, મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના નિયમો મુજબ જે તે સમયે તેઓએ જરૂરી રિસર્ચ પેપર પણ પબ્લિશ કર્યા ન હતા. આ બઢતી ગેરબંધારણીય અને ગેરકાયદે છે. તેઓની નિયામક તરીકેની નિમણૂક પણ ગુજરાત યુનિવર્સિટી અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના નિયમો અનુસાર જરૂરી અનુભવ ન હોવા છતાં કરાઈ છે, જે ગેરકાયદેસર છે. PMJAY ની આવકમાંથી કરોડોની પ્રોત્સાહન રકમ પોતે લઈ લીધી પણ સ્ટાફને અન્યાય કર્યાનો આરોપ ઉચ્ચ કક્ષાએ થયેલી ફરિયાદ મુજબ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ થતી આવકમાંથી 25% રકમનો ઉપયોગ હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફને પ્રોત્સાહન રૂપે આપવાનો સરકારનો આદેશ છે. આમ છતાં નિયામક શશાંક પંડ્યા પોતાની મનમાની કરતા આવ્યા છે. આવી પ્રોત્સાહનની કરોડોની રકમ પોતે જાતે લઈ લીધી તેમજ પોતાના ગણ્યાગાંઠ્યા મળતિયા લોકોને આપી દીધી. બાકીના સ્ટાફને એવું કહ્યું કે, તમે લોકો રજાના દિવસે એટલે કે શનિ-રવિવારે પણ આવો અથવા તો સમય પૂરો થયા બાદ વધુ સમય કામ કરો તો જ પ્રોત્સાહન રકમ મળશે, જેથી તેઓને આવી રકમ મળી નથી. સિનિયરોને સાઈડલાઈન કરીને જૂનિયર ડોક્ટરોને પ્રમોશનો આપ્યા એવો આક્ષેપ પણ છે કે, એક જ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા ડોક્ટરો વચ્ચે પણ તેઓ ભેદભાવ રાખે છે. કેટલાક જૂનિયર ડોક્ટરોનો અનુભવ ગણીને તેમને પ્રમોશનો આપ્યા છે, જેના કારણે પ્રમોશનને લાયક એવા સિનિયર ડોક્ટરો ખૂબ જ હતાશ થયા છે. સૌથી આઘાતજનક વાત એ છે કે, આ જ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા સિનિયર ડોક્ટરોને નીચેલી પાયરીએ ઉતારીને તેમની પાસેથી નાણાકીય રિકવરી પણ કરી છે. જેના માટે તબીબોએ કોર્ટમાં કેસ કર્યા હતા. કોર્ટ તરફથી આર્ટિકલ-12 ની જોગવાઈ હેઠળ તેને ઓટોનોમસ ઇન્સ્ટિટ્યૂટ માનીને સમાધાન કરાવ્યું નહોતું. કેન્સર ગાયનેકોલોજીસ્ટ ડો. અંજનાબેન ચૌહાણ કહે છે, મેં 17 વર્ષ સુધી કેન્સર હોસ્પિટલના ગાયનેક ડિપાર્ટમેન્ટમાં કામ કર્યું હતું. મારું કામ જોઈને મને એસોસિયેટની પોસ્ટ આપી હતી. સરકારે નિયમ બનાવ્યા હતા કે જે ડોક્ટર લાયક હોય તેમને ઇન્ક્રીમેન્ટ અને કરિયર એન્હાન્સમેન્ટ આપવું. કોવિડને કારણે મેં માંગણી કરી નહોતી. કોવિડ પછી હું શશાંક પંડ્યાને મળવા ગઈ હતી અને કહ્યું કે આવા ઇન્ક્રીમેન્ટ માટે હું લાયક છું. તેમ છતાં પંડ્યાએ તે આપ્યું નથી. તેમણે જણાવ્યું, ઘણા ડોક્ટરો લાયક હોવા છતાં તેમની પાસેથી રિકવરી કાઢી. પૂર્વ ડિરેક્ટરે આપેલા પ્રમોશનને તેઓ કઈ રીતે ડિગ્રેડ કરી શકે? મારી પાસેથી 10 વર્ષ પછી રિકવરી કાઢી. હાલના ડિરેક્ટર કહે છે કે, તમને ખોટી રીતે આપ્યું હતું. મારા પોતાના પૈસા માટે મારે કોર્ટમાં જવું પડ્યું છે. હાલમાં 10 જેટલા ડોક્ટરોની પણ મારા જેવી સ્થિતિ છે, તેઓ પણ કોર્ટમાં જઈ રહ્યા છે. તેમણે પોતાના માનીતા ડોક્ટરોને જ ઇન્ક્રીમેન્ટ આપ્યું છે. હું આ બધું લોકોને જણાવવા માંગું છું અને સોલ્યુશન શું છે તેવો પ્રશ્ન પૂછી રહી છું. કેન્સર હોસ્પિટલના નિયામક હોવા છતાં 2018 માં ખાનગી પ્રેક્ટિસ કરતા હતા કેન્સર નિયામક તરીકે તેઓ પૂર્ણ પગાર લઈ રહ્યા હોવા છતાં 2018 માં ખાનગી પ્રેક્ટિસ કરતા હોવાની ફરિયાદો પણ થઈ હતી. સરકારના વિવિધ ઠરાવોનું ઉલ્લંઘન કરીને તેઓ હોસ્પિટલમાં દાખલ થતા ઘણા દર્દીઓને પોતાની ખાનગી હોસ્પિટલમાં બોલાવતા હતા. આ ઉપરાંત તેઓ દર મહિને સરકાર પાસેથી ઇન્સેન્ટિવની આવક પણ લે છે. સંસ્થાનો કોઈ પણ વડો ઇન્સેન્ટિવ લઈ શકે નહીં - તે નિયમનો પણ તેમણે ભંગ કર્યો છે. જો કે, ફરિયાદોને પગલે તેઓએ ખાનગી પ્રેક્ટિસ કરવાનું બંધ કર્યું હતું. ડોક્ટરો કહે છે કે આ બાબતની ઊંડી તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવશે. રાજકોટ, સિદ્ધપુર, ભાવનગરના સેન્ટરની કામગીરી પણ લટકી પડી સરકાર દ્વારા સિદ્ધપુર, રાજકોટ અને ભાવનગર ખાતે કેન્સરની સારવાર માટેના સેન્ટરો શરૂ કરાવાયા હતા, જેના વિકાસની જવાબદારી કેન્સર ઇન્સ્ટિટ્યૂટને સોંપાઈ હતી. પરંતુ નિયામક દ્વારા વહાલા-દવલાની નીતિ અને ગેરવહીવટને કારણે આ સેન્ટરોનો વિકાસ થઈ શક્યો નથી. એક વર્ષ પહેલા અલગ-અલગ વિભાગમાંથી નિષ્ણાત તબીબોએ જઈને સમૂહમાં આરોગ્ય મંત્રી તથા મુખ્યમંત્રી અને તેમની ઓફિસમાં રજૂઆતો કરી હતી. તેઓએ રજૂઆતો સાંભળીને આ બાબતે તાકીદે પગલાં લેવાની બાંહેધરી આપી હતી, પરંતુ હજુ સુધી પંડ્યા સામે કાર્યવાહી કરાઈ નથી. 50થી વધુ સિનિયર તબીબોએ નોકરી છોડી હોવાથી દર્દીઓને પરેશાની લગભગ 50થી વધુ સિનિયર તબીબોને હેરાનગતિ કરીને ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી ટર્મિનેટ કર્યા છે અથવા રાજીનામા આપવા મજબૂર કર્યા છે, જેથી GCRI ની દર્દીઓને સારવાર આપવાની ક્ષમતામાં ઘણો ઘટાડો થયો છે. આખરે તેનો ભોગ દર્દીઓ જ બની રહ્યા છે. તેઓને ડોક્ટરોની અછતને કારણે યોગ્ય સારવાર મળતી નથી અને જે સારવાર મળે છે તેમાં ઘણું મોડું થાય છે. ન્યૂરોસર્જન ડૉ. તેજસ પટેલે કહ્યું, શશાંક પંડ્યા પહેલાના ડાયરેક્ટરના સમયમાં ખૂબ જ સારી રીતે કામગીરી ચાલતી હતી, પણ શશાંક પંડ્યા આવ્યા પછી બધી ગરબડ થઈ. શશાંક પંડ્યાની કામ કરવાની પદ્ધતિ વિવાદાસ્પદ રહી છે. કેન્સર હોસ્પિટલમાં ન્યુરો સર્જરી ડિપાર્ટમેન્ટ શ્રેષ્ઠ હતો અને ગુજરાતના ઉત્તમ સર્જનો ફરજ બજાવતા હતા. શશાંક આવ્યા પછી માહોલ બગડી ગયો હતો. ડૉ. તેજસ પટેલે ગંભીર આરોપ લગાવતા કહ્યું, બાકી રહેલા કેટલાક ડોક્ટરો અવાજ ઉઠાવે અથવા વિરોધ કરે તો તેમને હેરાન-પરેશાન કરીને છૂટા કરી દેવામાં આવે અથવા રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવે છે. જેને કારણે સારવારની ગુણવત્તા ઘટી ગઈ અને દર્દીઓનો મૃત્યુદર વધી ગયો. ઓછામાં ઓછા 50 જેટલા ડોક્ટરો છોડીને જતા રહ્યા છે. ન્યૂરોઓનકોલોજી સેન્ટર બિસ્માર હાલતમાં ન આવે તે માટે સિનિયર 9 જેટલા ન્યુરોસર્જન તબીબોએ પણ સત્તાવાર રીતે અનેક વખત સલાહ-સૂચનો આપ્યા હતા, તેમાંથી માત્ર 2 કે 3 નું પાલન થયેલ છે. જેના લીધે દર વર્ષે 900થી 1000 પ્રકારની અતિ ગંભીર સર્જરી કરવાનો ટાર્ગેટ હતો, તેને બદલે હાલમાં વર્ષે માંડ 300 જેટલી સર્જરી જ થઈ રહી છે. જાણે હવે આ વિભાગ બંધ થવાની કગાર પર આવીને ઊભો રહી ગયો છે. ડો. શશાંક પંડ્યાએ 50 જેટલા સિનિયર ન્યુરોસર્જનનો સંપર્ક કર્યો પરંતુ કોઈ આવવા તૈયાર નહોતું. અંતે પંડ્યાએ ન્યુરો વિભાગ બંધ ન થાય તે માટે કામચલાઉ ભાગરૂપે બિનઅનુભવી અને જૂનિયર ન્યૂરોસર્જનની નિમણૂક કરી દીધી. GCRI ના બીજા અન્ય વિભાગોની પણ આવી જ હાલત છે. GCRI એ એક એવી કમનસીબ સંસ્થાનું ઉદાહરણ છે કે જેમાં વહીવટી બિનઅનુભવી, નાણાકીય ગેરવહીવટ કરનાર, ડોક્ટર્સ તથા કર્મચારીઓનું અપમાન કરનાર, અહંકારી તથા ગેરકાયદેસર નિમણૂક પામેલા ડિરેક્ટર શશાંક પંડ્યાના લીધે તેની પ્રતિષ્ઠા સંપૂર્ણપણે ગુમાવી ચૂકી છે. હોસ્પિટલના ડોક્ટરો, નર્સ કે કર્મચારીઓ ભયના ઓથાર હેઠળ કામ કરી રહ્યા છે. ડો. બિપિન પટેલ જણાવે છે કે, કોઈપણ વસ્તુની ખરીદી કરવી હોય તો ચેરિટી કમિશનર તેમજ સરકારની મંજૂરી લેવી પડે. સરકારે 99 વર્ષના ભાડાપટ્ટાથી 1 રૂપિયાના ટોકનથી જગ્યા ભાડે આપેલી છે. સોસાયટીને જગ્યા અપાઈ હોવાથી, ચેરિટી કમિશનર અને સરકારની મંજૂરી વગર ગુજરાત કેન્સર ફાઉન્ડેશનમાં જગ્યા ટ્રાન્સફર કરી શકાય નહીં. જેમાં સરકારે ઊંડી તપાસ કરવાની જરૂર છે. 45 કરોડના ખર્ચે ખરીદેલી સાયબર નાઈફ મશીનનો પણ નહિવત ઉપયોગ સાયબર નાઈફ નામનું 45 કરોડના ખર્ચે ખરીદેલું રેડિયોથેરાપીનું અત્યાધુનિક મશીન, જે ગુજરાતમાં માત્ર એક જગ્યા પર છે, તેનો વપરાશ તેની ક્ષમતા કરતા ઘણો ઓછો થઈ રહ્યો છે. જ્યારે આ બાબતે જવાબ માંગવામાં આવ્યો ત્યારે આંકડાકીય રમત રમીને વાત ટાળી દેવામાં આવી હતી. આ મશીનો અર્ધ-વપરાશની સ્થિતિમાં છે કારણ કે સિનિયર ડોક્ટરોના અનુભવની ગેરહાજરીમાં તેનો જેવો ઉપયોગ થવો જોઈએ તેવો થતો નથી. આખી GCRI માં મોંઘા અને અત્યંત અત્યાધુનિક સાધનોનું લિસ્ટ ઘણું લાંબુ છે. એવો પણ આરોપ છે કે કરોડોના ખર્ચે પોર્ટેબલ સીટી સ્કેન વસાવ્યું, પણ નિષ્ણાતોની ગેરહાજરીથી ઓછો ઉપયોગ કરોડોના ખર્ચે વસાવાયેલું પોર્ટેબલ સીટી સ્કેન વર્ષના 1000 દર્દીઓ માટે વાપરવાના નિર્ધારથી લેવાયું હતું. જે આજે એક્સપર્ટ ડોક્ટરોના હોસ્પિટલ છોડી જવાના લીધે વર્ષે માત્ર 200થી 300 દર્દીઓમાં જ વપરાય છે. ડૉક્ટરોની રજૂઆતો અને આક્ષેપોના સંદર્ભમાં જીસીઆરઆઈના ડિરેક્ટર ડૉ. શશાંક પંડ્યાનો પક્ષ જાણવા માટે દિવ્ય ભાસ્કર દ્વારા તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, તેમણે આ આક્ષેપો અંગે કંઈ પણ બોલવાની મનાઈ કરી દીધી હતી અને ફોન કાપી નાખ્યો હતો. ડૉ. પંડ્યા પાસેથી નીચે મુજબના પ્રશ્નોના જવાબ મેળવવા જેવા છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં ચૂંટણી પૂર્વે પોલીસની ફ્લેગ માર્ચ:સંવેદનશીલ વિસ્તારોમાં કડક પેટ્રોલિંગ, શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી માટે તંત્ર સજ્જ
    Next Article
    Sanya Malhotra At NDTV Yuva 2026: 'Love Diljit Dosanjh's Music, Never Thought Would Get To Work With Him'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment