Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેચ પકડવા જતા એન્ગિડીનું માથું જમીન સાથે પટકાયું:એમ્બ્યુલન્સમાં સ્ટેડિયમ બહાર લઈ જવો પડ્યો, પંજાબને મળી જોરદાર શરૂઆત, દિલ્હીના બોલર્સને ધોયા

    21 hours ago

    IPL 2026ની 35મી મેચમાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 265 રનનો ટાર્ગેટ આપ્યો છે. અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમે 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 264 રન બનાવ્યા છે. આ સીઝનનો સૌથી હાઈએસ્ટ સ્કોર છે. દિલ્હીના કે.એલ. રાહુલે અણનમ સદી ફટકારી હતી. તેણે 152 રન બનાવ્યા, જે IPLમાં કોઈ ભારતીય ખેલાડી દ્વારા બનાવવામાં આવેલો સૌથી મોટો સ્કોર છે. આ પહેલાનો રેકોર્ડ અભિષેક શર્મા (141 રન) ના નામે હતો, જે તેણે ગત સિઝનમાં પંજાબ સામે બનાવ્યો હતો. નીતિશ રાણાએ પણ શાનદાર 91 રનનું યોગદાન આપ્યું હતું. આ બંને ખેલાડીઓ વચ્ચે બીજી વિકેટ માટે 220 રનની પાર્ટનરશીપ થઈ હતી. એન્ગિડીને ગંભીર ઈજા, એમ્બ્યુલન્સમાં મેદાનની બહાર લઈ જવામાં આવ્યો ત્રીજી ઓવરમાં મેચ દરમિયાન એક ચિંતાજનક ઘટના બની. અક્ષર પટેલના ફૂલ લેન્થ બોલ પર પ્રિયાંશ આર્યએ શોટ રમ્યો, બોલ હવામાં ગયો અને મિડ-ઓફથી લુંગી એન્ગિડી કેચ પકડવા માટે પાછળની તરફ દોડ્યો. કેચ જજ કરવામાં થયેલી ભૂલને કારણે તેઓ પાછળની તરફ પડી ગયો અને તેનું માથું જોરથી જમીન સાથે અથડાયું. પડતાની સાથે જ તેણે તરત જ પોતાનું માથું પકડી લીધું અને થોડીવાર સુધી મેદાન પર જ સૂઈ રહ્યા. મેડિકલ ટીમે તરત જ પહોંચીને તેની સારવાર શરૂ કરી. સારી વાત એ રહી કે એન્ગિડી હોશમાં હતો અને વાત કરી શકતો હતો, પરંતુ સાવચેતીના ભાગરૂપે તેમને સ્ટ્રેચર પર લઈ જવામાં આવ્યો. સ્થિતિની ગંભીરતાને જોતા એમ્બ્યુલન્સ પણ મેદાન પર બોલાવવામાં આવી અને તેને બહાર લઈ જવામાં આવ્યો. બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન દિલ્હી કેપિટલ્સ (DC): કે.એલ. રાહુલ (વિકેટકીપર), પથુમ નિસાંકા, સમીર રિઝવી, અક્ષર પટેલ (કેપ્ટન), નીતિશ રાણા, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, લુંગી એન્ગિડી, કુલદીપ યાદવ, ટી. નટરાજન, મુકેશ કુમાર. ઈમ્પેક્ટ પ્લેયર્સ: વિપ્રજ નિગમ, કરુણ નાયર, દુષ્મંથા ચમીરા, આશુતોષ શર્મા, ઓકિબ નબી ડાર. પંજાબ કિંગ્સ (PBKS): પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, કૂપર કોનોલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, માર્કો યેન્સન, ઝેવિયર બાર્ટલેટ, વિજયકુમાર વૈશાખ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ. ઈમ્પેક્ટ પ્લેયર્સ: નેહલ વઢેરા, હરપ્રીત બ્રાર, સૂર્યાંશ શેડગે, યશ ઠાકુર, વિષ્ણુ વિનોદ.
    Click here to Read More
    Previous Article
    ‘Jab mere bache chote the…’: Kajol recalls her favourite phase of motherhood
    Next Article
    દિલ્હી-ઇન્દોર એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી, ફ્લાઇટ રદ:રનવે પરથી પ્લેન પાછું ફર્યું, મુસાફરો કલાકો સુધી AC વગર ભીષણ ગરમીમાં બેસી રહ્યા; એરપોર્ટ પર સૂત્રોચ્ચાર

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment