Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરાના શિકારી મોહલ્લામાં રહેણાક મકાનમાં આગ લાગી:શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન;આગ પર કાબૂ

    9 hours ago

    ગોધરા શહેરના પોલન બજાર સ્થિત શિકારી મોહલ્લામાં એક રહેણાક મકાનના બીજા માળે આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા પોલન બજાર વિસ્તારમાં લાગી હતી. મકાનના બીજા માળેથી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા નીકળતા સ્થાનિકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. રહેણાક વિસ્તાર હોવાને કારણે આગ વધુ ન પ્રસરે તે માટે સ્થાનિકોએ તાત્કાલિક ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત ઉઠાવી સતત પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણપણે કાબુમાં લીધી હતી. આગ કયા કારણોસર લાગી તે અંગે સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં સગીરાની છેડતી કરનાર મુખ્તારની ધરપકડ:અપહરણ કરી શારીરિક અડપલાં કરતાં BNS અને પોક્સોનો ગુનો નોંધાયો, પોલીસ કોર્ટમાં રજૂ કરશે
    Next Article
    IPL 2026 LIVE: KL Rahul Becomes 1st Indian To Score 150, DC Post 264/2 vs PBKS

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment