Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મતદાન પૂર્વે કોંગ્રેસના ભાજપ-પોલીસ પર ગંભીર આક્ષેપ:'પોલીસ કોંગ્રેસ ઉમેદવારોને અજાણ્યા સ્થળે ગોંધી રાખતી', અમિત ચાવડાએ કહ્યું- ભાજપના હાથા બન્યા તેવા અધિકારીઓને છોડીશું નહીં

    12 hours ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના ગણતરીના કલાકો પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર પોલીસ અને પ્રશાસનની મદદથી ચૂંટણી જીતવાના પ્રયાસો અને ઉમેદવારોને ધાક-ધમકી આપવાના ગંભીર આક્ષેપો કર્યા છે. પોલીસ અને પ્રશાસન પર ગંભીર આક્ષેપો અમિત ચાવડાએ દાવો કર્યો છે કે ભાજપ પોતાની હાર નિશ્ચિત જોઈને હવે સરકારી તંત્રનો દુરુપયોગ કરી રહી છે. કોઈપણ આધાર પુરાવા વગર કોંગ્રેસના ઉમેદવારોને પૂછપરછના બહાને પોલીસ સ્ટેશન કે અજાણ્યા સ્થળોએ કલાકો સુધી ગોંધી રાખવામાં આવી રહ્યા છે. મતદાનના અંતિમ સમયે ઉમેદવારો અને મતદારોમાં ભયનો માહોલ ઉભો કરવા માટે ચેકિંગના નામે ધાક-ધમકી આપવામાં આવી રહી છે. પોલીસ અને વહીવટી અધિકારીઓ જાણે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હોય તેમ સત્તાધારી પક્ષના રાજકીય એજન્ડા મુજબ કામ કરી રહ્યા છે. અધિકારીઓને કડક ચેતવણી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે ભાજપના પક્ષમાં રહીને કામ કરતા અધિકારીઓને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું કે, જે અધિકારીઓ અને કર્મચારીઓએ કાયદાની મર્યાદા બહાર જઈને ભાજપના હાથા બની કામ કર્યું છે, તેમને ભવિષ્યમાં છોડવામાં આવશે નહીં. તેમણે ઉમેર્યું કે ચૂંટણી કાલે પૂર્ણ થઈ જશે, પરંતુ અન્યાયી વર્તન કરનારા અધિકારીઓએ જવાબદારી સ્વીકારવી પડશે. ઉમેદવારો રણભૂમિમાં ભાજપને હરાવવા મક્કમ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, 'ગુજરાતમાં પરિવર્તનની લહેર છે અને જનતા ભાજપના કુશાસનથી મુક્તિ ઈચ્છે છે. અમારા ઉમેદવારો 'બબ્બર શેર' છે અને તેઓ રણભૂમિમાં ભાજપને હરાવવા માટે મક્કમ છે. પોલીસનો સહારો લઈને ચૂંટણી જીતવાના ભાજપના મનસૂબા સફળ નહીં થાય.' આખા ગુજરાતમાંથી ભાજપને જાકારો મળશે અમિત ચાવડાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જન આક્રોશ યાત્રાથી શરૂ થયેલો બદલાવ મતદાનમાં જોવા મળશે અને આખા ગુજરાતમાંથી ભાજપને જાકારો મળશે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ફોર્મ ભરવાથી લઈને ફોર્મ પરત ખેંચાવવા સુધીની તમામ પ્રક્રિયામાં પ્રશાસને ભાજપને મદદ કરી છે, છતાં કોંગ્રેસના ઉમેદવારો મક્કમતાથી મેદાનમાં છે. આવતીકાલે 26 એપ્રિલે થનારું મતદાન ગુજરાતની રાજકીય દિશા નક્કી કરશે.
    Click here to Read More
    Previous Article
    બાજવામાં તસ્કરોનો તરખાટ, ઘટના CCTVમાં કેદ:એક જ રાતમાં 5 દુકાનોના શટર તોડ્યા, બાઈકની પણ ચોરી
    Next Article
    4 PM Gujarati News LIVE | 4 વાગ્યાના સૌથી મોટા સમાચાર | Gujarati Samachar | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment