Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વંથલીના કણજડીમાં અકસ્માત બાદ લોકરોષ:અધિકારીઓ ભૂમાફિયાઓના એજન્ટ ? ખનીજ ચોરીની ફરિયાદ કરનારના નંબર લીઝધારકોને આપી દેતા ખાણ ખનીજ અને વંથલીના અધિકારીઓ, અરજદારોને મળે છે જાનથી મારી નાખવાની ધમકી.

    2 days ago

    ​વંથલી પંથકમાં ખાણ ખનીજ વિભાગ અને પોલીસ તંત્રની મીઠી નજર હેઠળ બેફામ ગેરકાયદેસર ખનીજ ચોરીનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે. આ વિસ્તારના ગ્રામ્ય રસ્તાઓ પરથી દિવસ-રાત પૂરપાટ ઝડપે અને ક્ષમતા કરતા બમણા ઓવરલોડ વજન સાથે દોડતા ડમ્પરો હવે નિર્દોષ લોકો માટે કાળ સાબિત થઈ રહ્યા છે. આજે વંથલીના કણજડી ગામે પિયુષ નામના એક આશાસ્પદ યુવાનને બેફામ દોડતા ડમ્પર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુવાનને માથાના ભાગે ગંભીર હેમરેજ જેવી ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે ગ્રામજનોનો વર્ષોથી દબાયેલો આક્રોશ ફાટી નીકળ્યો હતો અને ઉશ્કેરાયેલા ટોળાએ અકસ્માત સર્જનાર ડમ્પરને આગ ચાંપી દીધી હતી, જ્યારે અન્ય ત્રણ ડમ્પરોના કાચ ફોડી નાખી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ​આ સમગ્ર મામલે ગ્રામજનોએ તંત્રની પોલ ખોલતા અત્યંત ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. કણજરી ગામના રહીશ વિજય મૈતરરે જણાવ્યું હતું કે જણાવ્યું હતું કે, જ્યારે પણ કોઈ જાગૃત નાગરિક વંથલીના પ્રાંત અધિકારી કે અન્ય જવાબદાર અધિકારીઓ પાસે ગેરકાયદેસર ખનીજ ચોરી કે ઓવરલોડ વાહનો બાબતે રજૂઆત કરવા જાય છે, ત્યારે અધિકારીઓ પ્રજાના સેવક બનવાને બદલે ભૂમાફિયાઓના ભાગીદાર હોય તેમ વર્તે છે. અધિકારીઓ ફરિયાદ કરનાર અરજદારના મોબાઈલ નંબર અને વિગતો ગેરકાયદેસર ખનન કરતા લીઝ ધારકોને આપી દે છે. ત્યારબાદ આ ભૂમાફિયાઓ સીધો અરજદારને ફોન કરી 'તમને શું તકલીફ છે?' તેમ કહી જાનથી મારી નાખવાની કે અન્ય રીતે પતાવી દેવાની ધમકીઓ આપે છે. આ સ્થિતિમાં હવે સામાન્ય જનતા માટે ન્યાય માંગવો પણ જીવનું જોખમ બની ગયું છે. ​ ભીમાભાઈ ઝાલાએ તંત્ર પર પ્રહાર કરતા કહ્યું કે, ખનીજ વિભાગ અને પોલીસની હપ્તાખોરીને કારણે આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ રહ્યું નથી. 50 ટનની કેપેસિટી ધરાવતા વાહનોમાં 90 ટન સુધીનો માલ ભરીને દોડાવવામાં આવે છે, જેના કારણે કરોડોના ખર્ચે બનેલા રસ્તાઓ ગણતરીના દિવસોમાં જ બિસ્માર બની જાય છે.અધિકારીઓની રહેમનજર હેઠળ ચાલતા આ ગોરખધંધામાં જો કોઈ સરપંચ રજૂઆત કરે તો તેમને પણ અધિકારીઓ દ્વારા ધમકાવવામાં આવે છે કે 'તમે ગાડીઓ પકડી રાખો પછી અમે આવીશું'. આ રીતે તંત્ર પોતાની જવાબદારી ગ્રામજનો પર ઢોળીને ભૂમાફિયાઓને ખુલ્લું મેદાન આપી રહ્યું છે. ​આજની ઘટના બાદ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ગામલોકોએ રસ્તા પર ચક્કાજામ કર્યો હતો. ઘટનાની જાણ થતા જ જૂનાગઢ ડીવાયએસપી રવિરાજસિંહ પરમાર સહિતનો પોલીસ કાફલો અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા. જોકે, ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો હવે પછી આ રસ્તા પરથી ગેરકાયદેસર કે ઓવરલોડ વાહનો પસાર થશે, તો આખું ગામ કાયમી ધોરણે રસ્તા પર ઉતરી આવશે અને ઉગ્ર આંદોલન કરશે. અત્યારે તો પોલીસે મામલો થાળે પાડ્યો છે, પરંતુ અધિકારીઓ અને ભૂમાફિયાઓ વચ્ચેના આ ગઠબંધને વહીવટી તંત્રની વિશ્વસનીયતા પર મોટા સવાલો ઊભા કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    નર્મદામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન:જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને પાલિકાની બેઠકો પર આવતીકાલે મતદાન
    Next Article
    Ananadiben Patel Rajkot Visit | ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે વિરપુરની મુલાકાત લીધી | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment