Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન:જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને પાલિકાની બેઠકો પર આવતીકાલે મતદાન

    2 days ago

    નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આવતીકાલે મતદાન થશે. જિલ્લા પંચાયતની ૨૨ બેઠકો, ૬ તાલુકા પંચાયતોની ૧૦૨ બેઠકો અને રાજપીપળા નગરપાલિકાની ૨૬ બેઠકો માટે મતદાન યોજાશે. ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ ચૂંટણીઓમાં કુલ ૪,૧૫,૭૦૪ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં રાજપીપળા નગરપાલિકામાં ૨૪,૦૫૮ મતદારો (૧૧,૮૮૪ પુરુષ, ૧૨,૮૭૩ સ્ત્રી અને ૧ અન્ય) અને પંચાયત ચૂંટણીઓ માટે ૪,૧૫,૭૦૪ મતદારો (૨,૦૯,૯૪૩ પુરુષ, ૨,૦૫,૭૫૮ સ્ત્રી અને ૩ અન્ય)નો સમાવેશ થાય છે. ચૂંટણી કામગીરી માટે જિલ્લાના ૩,૬૮૦ જેટલા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. જિલ્લામાં ૭ સ્થળોએથી EVM યુનિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા/તાલુકા પંચાયત માટે કુલ ૧૪૯૮ બેલેટ યુનિટ અને ૧૪૯૮ કંટ્રોલ યુનિટ, જ્યારે નગરપાલિકા માટે ૫૩ બેલેટ યુનિટ અને ૪૫ કંટ્રોલ યુનિટ ફાળવવામાં આવ્યા છે. ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને, વહીવટી તંત્ર દ્વારા મતદારોને વહેલી સવારે મતદાન કરવા અપીલ કરવામાં આવી છે, જેથી ઉચ્ચ મતદાન સુનિશ્ચિત કરી શકાય. નર્મદા જિલ્લા પોલીસ દ્વારા તમામ મતદાન મથકો પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં પોલીસ, SRP અને હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે. DYSP, PI, PSI અને હોમગાર્ડ દ્વારા જંગલ વિસ્તાર જેવા શેડો વિસ્તારોમાં વોકી-ટોકી દ્વારા સંપર્ક જાળવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    હવે AI અને પ્રીમિયમ કેમેરા પર ફોકસ:ઓપ્પો ઇન્ડિયા કોમ્યુનિકેશન હેડ બોલ્યા- લોકો મોંઘા ફોન ખરીદી રહ્યા છે, ₹80000+ વાળા સેગમેન્ટમાં 37%નો ગ્રોથ
    Next Article
    વંથલીના કણજડીમાં અકસ્માત બાદ લોકરોષ:અધિકારીઓ ભૂમાફિયાઓના એજન્ટ ? ખનીજ ચોરીની ફરિયાદ કરનારના નંબર લીઝધારકોને આપી દેતા ખાણ ખનીજ અને વંથલીના અધિકારીઓ, અરજદારોને મળે છે જાનથી મારી નાખવાની ધમકી.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment