Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજુલાના નવા અગરિયામાં દીપડો પાંજરે પુરાયો:બે વ્યક્તિ પર હુમલો કરી આતંક મચાવનાર દીપડાને વન વિભાગે પકડ્યો, જૂનાગઢના ઝાંઝરડા એનિમલ કેર સેન્ટર ખસેડાયો

    2 days ago

    અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના નવા અગરિયા ગામમાં આતંક મચાવનાર દીપડાને વન વિભાગે સફળતાપૂર્વક ઝડપી લીધો છે. ગત 15 તારીખે સીમ વિસ્તારમાં બે વ્યક્તિઓ પર હુમલો કરી ઈજા પહોંચાડનાર આ નર દીપડાને પાંજરે પૂરી વધુ સારવાર માટે જૂનાગઢના ઝાંઝરડા એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. વન વિભાગનું સફળ ઓપરેશન ઘટનાની ગંભીરતાને જોતા શેત્રુંજી વન્યજીવ વિભાગ, પાલિતાણાના નાયબ વન સંરક્ષક અને મદદનીશ વન સંરક્ષકની સૂચના મુજબ ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. રાજુલા વન્યજીવ રેન્જના RFO મકવાણાના નેતૃત્વમાં વનકર્મીઓની ટીમે દીપડાની અવરજવર વાળા વિસ્તારોમાં સ્કેનિંગ હાથ ધરી અલગ-અલગ સ્થળોએ પાંજરા ગોઠવ્યા હતા. 12 વર્ષનો નર દીપડો પકડાયો વન વિભાગની સતત દેખરેખ અને ટ્રેપિંગ કામગીરીને અંતે અંદાજે 9 થી 12 વર્ષની વયનો એક નર દીપડો પાંજરામાં કેદ થયો હતો. દીપડો પકડાતા સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. આ રેસ્ક્યૂ ઓપરેશનમાં RFO મકવાણા, મહેશ માંગાણી (ધારેશ્વર રાઉન્ડ), ટ્રેકર સંજય, યુનિસ, મુન્ના, જુનેદ અને દેસુર સહિતના સ્ટાફ સભ્યોએ સક્રિય કામગીરી કરી હતી. હાલ દીપડાને સલામત રીતે એનિમલ કેર સેન્ટર મોકલી દેવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    100% મતદાન માટે CM ભૂપેન્દ્ર પટેલની રાજ્યવાસીઓને અપીલ:'મતદાન માત્ર અધિકાર નહીં, નાગરિક તરીકેનું પવિત્ર કર્તવ્ય, વિકસિત ગુજરાત માટે દરેક મત મહત્વનો'
    Next Article
    જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્ર સજ્જ:2137 EVM મશીનોની ફાળવણી પ્રક્રિયા પૂર્ણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment