Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્ર સજ્જ:2137 EVM મશીનોની ફાળવણી પ્રક્રિયા પૂર્ણ

    2 days ago

    જામનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી પી.બી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ જામનગર મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને સિક્કા નગરપાલિકા માટે કુલ 2137 EVM મશીનોની ફાળવણી પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લા સેવા સદનના સ્ટ્રોંગરૂમ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે EVM મશીનોની રેન્ડમાઇઝેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જામનગર મહાનગરપાલિકાને 474 EVM, જામનગર જિલ્લા પંચાયતને 808 EVM, જામનગર તાલુકા પંચાયતને 824 EVM અને સિક્કા નગરપાલિકાને 31 EVM ફાળવવામાં આવ્યા છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડમાં 414 મતદાન મથકો પર 4,42,829 મતદારો નોંધાયા છે. જ્યારે જિલ્લા અને તાલુકા પંચાયત માટે કુલ 712 મતદાન મથકો પર 5,26,569 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સિક્કા નગરપાલિકાના 7 વોર્ડમાં 22 મતદાન મથકો સ્થાપિત કરાયા છે. ચૂંટણી પ્રક્રિયા અંગે માહિતી આપતા જામનગર મહાનગરપાલિકાના વોર્ડ 9 થી 12 ના ચૂંટણી અધિકારી સુધીર બારડે જણાવ્યું હતું કે, સમગ્ર પ્રક્રિયાને નિષ્પક્ષ અને પારદર્શક બનાવવા માટે તમામ જરૂરી પગલાં લેવાયા છે. તેમણે ઉમેર્યું કે, "સ્ટ્રોંગરૂમમાંથી EVM બહાર કાઢવાની પ્રક્રિયાથી લઈને તેના રેન્ડમાઇઝેશન સુધીની તમામ કામગીરી કડક સુરક્ષા વચ્ચે કરવામાં આવી છે. મતદાન મથકો પર મતદારો માટે પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર પણ ખડેપગે રહેશે." જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ ચૂંટણી પ્રક્રિયા સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે માળખાગત સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. સુધીર બારડે વધુમાં જણાવ્યું કે, જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ EVM અને પોલિંગ સ્ટાફનું ડિસ્પેચિંગ શરૂ કરી દેવાયું છે. આ તમામ સ્ટાફ આજ સાંજ સુધીમાં પોતપોતાના મતદાન મથકો પર પહોંચી જશે. વોર્ડ નંબર 9 થી 12 માં કુલ 111 મતદાન મથકો આવેલા છે, જેના માટે પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર-1 અને અન્ય કર્મચારીઓની ટીમો આજે રવાના થઈ રહી છે. સુરક્ષાની દ્રષ્ટિએ તમામ ટીમો સાથે હથિયારધારી પોલીસ બંદોબસ્ત પણ ફાળવવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા આવતીકાલે શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રાજુલાના નવા અગરિયામાં દીપડો પાંજરે પુરાયો:બે વ્યક્તિ પર હુમલો કરી આતંક મચાવનાર દીપડાને વન વિભાગે પકડ્યો, જૂનાગઢના ઝાંઝરડા એનિમલ કેર સેન્ટર ખસેડાયો
    Next Article
    Reliance Industries News | રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નાણાકીય પરિણામો જાહેર | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment