Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં પાટીદાર સગીરાની છેડતી, ચૂંટણીના આગલા દિવસે ભયાવહ માહોલ:મહંમદ અઝીઝને પોલીસે જાહેરમાં ફટકાર્યો, મહિલાઓએ બંગડી બતાવી ‘ભાજપ હાય હાય’ના નારા સાથે છાજીયા લીધા

    14 hours ago

    સુરતના અલથાણ વિસ્તારમાં ગતરાત્રિના સવા આઠ વાગ્યાની આસપાસ પાટીદાર સમાજની 12 વર્ષની દીકરી એટલાન્ટા મોલના ટ્યુશનમાંથી ઘરે જઈ રહી હતી, ત્યારે 35થી 40 વર્ષના મહંમદ અઝીઝ નામના યુવકે તેણીની છેડતી કરી હતી. સગીરાએ ચીસાચીસ કરતા આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ પોલીસને બોલાવતા પહેલા જ આરોપીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. 112 કંટ્રોલરૂમની ગાડી આવી ત્યારે પણ લોકોનો ગુસ્સો શાંત થયો નહોતો અને આરોપીને વાનમાંથી બહાર કાઢીને ફરીથી બેફામ માર માર્યો હતો. રાત્રિના સમયે સમયે 4 હજારથી વધુ લોકોએ અલથાણ પોલીસ સ્ટેશનને ઘેરી લેવા માહોલ તંગ બન્યો હતો. પોલીસે ભીડને કાબૂ કરવા લાઠીચાર્જ પણ કર્યો હતો. અલથાણ પોલીસના બળપ્રયોગમાં SPGના સભ્યોને ઈજા પહોંચતા મજુરા નિર્મલ હોસ્પિટલમાં એડમિટ છે. આજે આરોપી મહંમદ અઝીઝ લઈને પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે સ્થળે પહોંચે તે પહેલાં જ પાટીદારો સમાજ સહિતના લોકો મોટી સંખ્યામાં એકઠાં થઈ ગયાં હતાં. અહીં કેટલાંક લોકોએ ભાજપ સમર્થનમાં નારા લગાવતા પાટીદારો આગેવાનોમાં રોષ જોવા મળ્યો હતો. પાટીદારોએ જય સરદારના નારા સાથે ચોખ્ખા શબ્દોમાં કહી દીધુ કે, અહીં કોઈ ભાજપના લોકો નથી, તમામ પાટીદારો છે. અહીં પક્ષ લઈને આવવો નહીં. આરોપીના રિકન્સ્ટ્રક્શન સમયે મામલો બીચક્યો હતો. મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો રોડ પર એકત્ર થઈ ગયા હતા. પોલીસ અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ સૂત્રોચાર કરવામાં આવી રહ્યા હતાં. આ દરમિયાન આરોપી ઉપર પથ્થરમારો અને ચપ્પલો પણ ફેકવામાં આવ્યાં હતાં. એટલું જ નહીં પોલીસે પણ આરોપીના વાળ ખેંચીને જાહેરમાં માર્યો હતો. એક ક્રાઈમ બ્રાન્ચના એસીપી કિરણ મોદી, પીઆઇ એચ. ગઢવી અને એસઓજીના પી.આઈ અતુલ સોનારા દ્વારા આરોપીને જાહેરમાં ફટકારવામાં આવ્યો હતો. રાત્રિના ભયાનક માહોલના દૃશ્યો…
    Click here to Read More
    Previous Article
    AAP Press Conference LIVE: Sanjay Singh Presser I Raghav Chadha I BJP I Kejriwal
    Next Article
    ભાજપના ઉમેદવારના ભાણાની છરી ઝીંકી હત્યા:કોંગ્રેસ ઉમેદવારના પતિ સહિત 4 શખસ હથિયારો સાથે તૂટી પડ્યા, મધરાતે મહેસાણા મનપા ચૂંટણીને લઈ ખૂની ખેલ ખેલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment