Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસે સરકારી મશીનરીના દુરુપયોગની દહેશત વ્યક્ત કરી:જામનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં નિષ્પક્ષતા જાળવવા રજૂઆત

    6 days ago

    જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે જિલ્લા કલેક્ટર અને રાજ્ય ચૂંટણી આયોગને એક આવેદનપત્ર પાઠવ્યું છે. આગામી 26/04/26 થી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શરૂ થઈ રહી છે. આ આવેદનપત્રમાં કોંગ્રેસે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા સરકારી મશીનરી અને ખાસ કરીને પોલીસ તંત્રના દુરુપયોગની આશંકા વ્યક્ત કરી છે. પક્ષે ચૂંટણી પ્રક્રિયા ભયમુક્ત અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજાય તેવી માંગ કરી છે. કોંગ્રેસના જણાવ્યા અનુસાર, ઉમેદવારોને પોલીસ દ્વારા હેરાનગતિનો ભય છે. તેમને આશંકા છે કે ચૂંટણી પહેલા ફોન કરીને ધમકાવવામાં આવી શકે છે અથવા ચૂંટણીના દિવસે અજ્ઞાત સ્થળે લઈ જઈ અટકાયત કરવામાં આવી શકે છે. આ ઉપરાંત, કોંગ્રેસે મતદારો પર દબાણ લાવવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. સત્તાધારી પક્ષ દ્વારા નાણાકીય લાલચ આપીને અથવા વહીવટી તંત્રનો ડર બતાવીને મતદારોને પ્રભાવિત કરવામાં આવી શકે છે તેવી ચિંતા રજૂ કરાઈ છે. પત્રમાં જણાવાયું છે કે જામનગરના તમામ ૧૬ વોર્ડમાં ઉમેદવારી નોંધાવનાર કોંગ્રેસના ૬૪ (૬૨) ઉમેદવારોમાં પ્રશાસન અને પોલીસની કાર્યવાહીને લઈને ભયનો માહોલ છે, જે નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા માટે અવરોધરૂપ બની શકે છે. કોંગ્રેસે માંગ કરી છે કે ચૂંટણી પ્રક્રિયા ભારતીય બંધારણની જોગવાઈઓ મુજબ સંપૂર્ણપણે નિષ્પક્ષ રીતે યોજાય. પોલીસ તંત્ર કોઈ પણ પક્ષના દબાણ વગર કાયદા મુજબ કામ કરે અને ઉમેદવારો તેમજ મતદારો ભયમુક્ત વાતાવરણમાં મતદાન કરી શકે તે સુનિશ્ચિત કરવા અપીલ કરાઈ છે. કોંગ્રેસે જણાવ્યું હતું કે, "ચૂંટણી એ લોકશાહીનું રાષ્ટ્રીય પર્વ છે. સત્તાધારી પક્ષ પોલીસ અને સરકારી નેતૃત્વનો દુરુપયોગ કરી ચૂંટણીમાં અવરોધ ન ઊભો કરે અને પ્રક્રિયા પારદર્શક રહે તે જોવાની જવાબદારી ચૂંટણી આયોગની છે." આ આવેદનપત્ર પૂર્વ સાંસદ વિક્રમ માડમ, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ સંજય કાંબરીયા અને લીગલ સેલના જયેન્દ્રસિંહ ઝાલા દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ભાજપના નેતાઓએ નગરદેવીના આશીર્વાદ લીધા:AAPના ઉમેદવારોએ કહ્યું- સત્તા પર આવીશું તો રોડ પર નમાજ પઢતા કોઈ રોકી નહીં શકે, મસ્જિદો કે દરગાહ તૂટશે નહીં
    Next Article
    ભરૂચમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે પોલિંગ સ્ટાફ રવાના:કે.જે. પોલીટેકનિક ખાતેથી EVM સહિતની ચૂંટણી સામગ્રી અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment