Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મે રાજીનામુ આપ્યું જ નથી, કદાચ એ વોટ્સએપ પર હતું':પત્રકાર પરિષદ યોજી વડોદરાના AAP પ્રમુખે ફેરવી તોળ્યું, કહ્યું- 'કાર્યકરોની નારાજગી એ પાર્ટીની આંતરિક વાત છે'

    10 hours ago

    આમ આદમી પાર્ટીની પ્રથમ યાદી જાહેર થઇ ગયા પછી વડોદરામાં ભડકો જોવા મળ્યો હતો. ખુદ શહેર પ્રમુખે રાજીનામુ આપ્યું હોવાની વાતો સામે આવી હતી. આ ઉપરાંત અનેક કાર્યકરોએ પણ કાર્યાલયની બહાર જ ખેસ લટકાવી વિરોધ નોંધાવ્યો હતો. દરમિયાન આજે અચાનક આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ પ્રગટ થયા હતા અને મેં કોઈ રાજીનામુ આપ્યું નથી, કદાચ વોટ્સએપ એ પર હતું ને આવી ગયું હશે એમ જણાવ્યું હતું. કાર્યકરોની નારાજગી એ પાર્ટીની અંદરની વાત છે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અશોક ઓઝાએ આમ આદમી પાર્ટીની પ્રથમ યાદી જાહેર થયા બાદ રાજીનામુ ધરી દીધું હતું. જોકે, આ વાતનું ખંડન કરવા તેઓ આજે પ્રગટ થયા હતા. તેઓએ પત્રકાર પરિષદ યોજી હતી અને કોઈને ગળે ન ઉતરે એવી વાત કહી હતી. તેઓએ કહ્યું હતું કે, મેં રાજીનામુ આપ્યું નથી. સંજોગોવસાત કદાચ વોટ્સએપ પર હતું અને ત્યાંથી આવી ગયું હશે અથવા તો લખાઈ ગયું હશે. મારા કાર્યકરોએ પણ રાજીનામુ આપ્યું નથી. ત્યારબાદ તરત જ તેઓએ કહ્યું કે, તેઓએ રાજીનામુ આપ્યું હશે તો તેઓની અંગત નારાજગી હશે પરંતુ, એમને અમે માનવી લીધા છે. કાર્યકરોની નારાજગી એ પાર્ટીની આંતરિક વાત છે. યાદી જાહેર થયા બાદ પ્રમુખ ગાયબ હતા યાદી જાહેર થયા બાદ પ્રમુખે રાજીનામુ આપ્યાની વાત સામે આવતા તેઓનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરાયો હતો જો કે તેઓએ ફોન ઊંચકવાની તસ્દી આપી ન હતી. તેઓના રાજીનામાની વાતનું સમર્થન ખુદ તેઓના જ પાર્ટીના અગ્રીમ હરોળના આગેવાનોએ આપ્યું હતું. ત્યારે કદાચ મોવડી મંડળ દ્વારા તેઓને માનવી લેવામાં આવ્યા હશે અને તેથી તેઓ આજે તમામ ઉમેદવારો સાથે મીડિયા સામે પ્રગટ થયા હતા. મહાનગરપાલિકામાં અમારા મેયર બનશે આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાએ દાવો કર્યો હતો કે, અમે આ વખતે મહાનગરપાલિકામાં 50થી 55 બેઠકો જંગી બહુમતીથી જીતીશું અને અમારા મેયર બનાવીશું. અમારા તમામ કાર્યકરો ઘણા વર્ષોથી પાર્ટી સાથે જોડાયેલા છે અને તેઓ આ વખતે પોતાના વિસ્તારમાં જંગી મતોથી જીતશે. હજુ બીજી યાદી જાહેર થશે તેમાં બાકીના કાર્યકરોનો સમાવેશ કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સત્તાનો દુરુપયોગ કરી 1.55 કરોડની લૂંટ:ધામતવાણની પૂર્વ સરપંચ અને તલાટી વિરુદ્ધ ACBની કાર્યવાહી, ભાજપ કાર્યકરની પત્ની પર ગંભીર આરોપ
    Next Article
    An incident that tarnishes relationships | નવસારીમાં સાવકા પિતાએ બે દીકરી પર આચર્યું દુષ્કર્મ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment