Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં સગીરાની છેડતી મુદ્દે પાટીદારો આક્રમક:ભાજપ સમર્થનમાં નારા લાગતા રોષ ભભૂક્યો; પોલીસે ટીયર ગેસ સાથે સ્પેશિયલ ફોર્સ ઉતારી, થોડીવારમાં અઝીઝને લવાશે

    13 hours ago

    સુરતના અલથાણ વિસ્તારમાં ગતરાત્રિના સવા આઠ વાગ્યાની આસપાસ પાટીદાર સમાજની 12 વર્ષની દીકરી એટલાન્ટા મોલના ટ્યુશનમાંથી ઘરે જઈ રહી હતી, ત્યારે 35થી 40 વર્ષના મહંમદ અઝીઝ નામના યુવકે તેણીની છેડતી કરી હતી. સગીરાએ ચીસાચીસ કરતા આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ પોલીસને બોલાવતા પહેલા જ આરોપીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. 112 કંટ્રોલરૂમની ગાડી આવી ત્યારે પણ લોકોનો ગુસ્સો શાંત થયો નહોતો અને આરોપીને વાનમાંથી બહાર કાઢીને ફરીથી બેફામ માર માર્યો હતો. રાત્રિના સમયે સમયે 4 હજારથી વધુ લોકોએ અલથાણ પોલીસ સ્ટેશનને ઘેરી લેવા માહોલ તંગ બન્યો હતો. પોલીસે ભીડને કાબૂ કરવા લાઠીચાર્જ પણ કર્યો હતો. અલથાણ પોલીસના બળપ્રયોગમાં SPGના સભ્યોને ઈજા પહોંચતા મજુરા નિર્મલ હોસ્પિટલમાં એડમિટ છે. અલથાણ વિસ્તારમાં જ રહેતાં હેમાંગી લુંગીવાલાએ કહ્યું કે,ટ્યુશન જતી છોકરીને છેલ્લા ત્રણ દિવસથી છેડતી કરવામાં આવી રહી હતી. છેલ્લે સાહસ કરીને તેણીએ બૂમો પાડી અને એમના ટ્યુશન ક્લાસીસના સરો અને બીજા લોકોએ ભેગા થઈને એ વ્યક્તિને પકડી પાડ્યો હતો. ‘આ જોઈને ઘણી છોકરીઓને હિંમત મળશે’ વધુમાં હેમાંગી લુંગીવાલાએ કહ્યું કે, એક સારો સ્ટેપ એ છોકરીએ લીધો છે કે એને સજા અપાવી. આ જોઈને ઘણી છોકરીઓને હિંમત મળશે. આ ઘટના બાદ હવે કોઈ છોકરીઓની છેડતી કરવાની હિંમત નહિ કરે. અમે અહીંયા શું થયું તે જોવા આવ્યા ત્યારે લોકોના હોબાળાથી અમને ખબર પડી કે, છેલ્લા ત્રણ દિવસથી આ છોકરીને તે હેરાન કરી રહ્યો હતો. સગીરાઓ સુરક્ષિત નથી, આરોપીનું આ જ વિસ્તારમાં સરઘસ કાઢવું જોઈએઃ કાંતિભાઈ સ્થાનિક રહીશ કાંતિભાઈ પટેલે રોષ વ્યક્ત કરતા કહ્યું કે, ઘટના બની ત્યારે હું ઘરે હતો, પરંતુ નીચે ઉતરતા જાણવા મળ્યું કે રાત્રે 8:30થી 8:45ના ગાળામાં આ શરમજનક કૃત્ય થયું છે. આ વિસ્તારમાં અનેક ટ્યુશન ક્લાસીસ આવેલા છે, જેના કારણે દીકરીઓની અવરજવર વધુ રહે છે, તેમ છતાં અહીં જોઈએ તેવી સુરક્ષા નથી. વધુમાં તેમણે પોલીસ તંત્ર પાસે કડક કાર્યવાહીની માંગ કરતા કહ્યું હતું કે, આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે. પોલીસે આ નરાધમોને એવી સખત સજા આપવી જોઈએ કે ફરી કોઈ આવું કરવાની હિંમત ન કરે. મારી માગ છે કે પોલીસે આ આરોપીઓને પકડીને આ જ વિસ્તારમાં તેમનું જાહેરમાં સરઘસ કાઢવું જોઈએ જેથી લોકોમાં કાયદાનો ડર રહે. 3 કિમીના વિસ્તારમાં 4000થી વધુની મેદની ઉમટી, SPG ગ્રુપ પણ મેદાને ઘટનાસ્થળેથી પોલીસ જેમ-તેમ કરીને આરોપીને અલથાણ પોલીસ મથકે લઈ આવી હતી. આ ઘટનાની અંગેનો મેસેજ વાયુવેગે પાટીદાર સમાજના ગ્રુપમાં ફેલાતાં પાટીદાર ગઢ ગણાતા વરાછા, કતારગામ, કાપોદ્રા અને સરથાણા સહિતના વિસ્તારમાં પાટીદાર સમાજના અગ્રણીઓ અને SPG (સરદાર પટેલ ગ્રુપ)ના સભ્યો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વાત વધુ ફેલાતા 4 હજારથી વધુ લોકો છેડતીના સ્થળથી લઈને અલથાણ પોલીસ સ્ટેશન સુધીના 3 કિલોમીટરના વિસ્તારમાં હજારો લોકો એકઠા થઈ જતાં ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. ધારાસભ્ય પણ પોલીસ સ્ટેશન દોડી ગયાં, આરોપીનું સરઘસ કાઢવા લોકોની માગ લોકોના ટોળાએ અલથાણ પોલીસ મથકે ધસી આવી આરોપીનું હમણા જ સરઘસ કાઢવાની માગણી કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. ઘટનાસ્થળે ધારાસભ્ય મનુ પટેલ પણ પહોંચ્યા હતા અને લોકોને સમજાવવાની કોશિશ કરી હતી. પોલીસ મથક ઘેરાઈ જતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત આજુબાજુના પોલીસ મથકના પોલીસકર્મીઓ પણ દોડી આવ્યાં હતા. પોલીસની પીસીઆર વાન સતત પેટ્રોલિંગ કરતી રહી હતી, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. આરોપી સાથે અન્ય લોકો પણ હોવાનું સ્થાનિક નાગરભાઈએ જણાવ્યું અન્ય સ્થાનિક નાગરભાઈએ જણાવ્યું કે, ટ્યુશન ક્લાસમાંથી છૂટીને છોકરી ગઈ એટલે પાંચ જણા ધસી આવ્યા હતા. એટલે એમને છોકરીની છેડતી કરી. એ લોકો ત્રણ દિવસથી આ છોકરીના પીછળ પડી ગયા હતા. સમાજમાં તો છોકરીની ઇમ્પ્રેશન તો ખોટી ખરાબ પડે ને. અહીં બધા ટ્યુશન ક્લાસીસ અહીં છે અને અસામાજિક તત્વો આવે છે એ જ રોગ છે. ભીડ કાબૂ બહાર જતાં લાઠીચાર્જની નોબત આવી સ્થિતિ ત્યારે વણસી જ્યારે સેંકડો લોકો પોલીસ સ્ટેશનની અંદર ઘૂસી ગયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સમજાવટના પ્રયાસો કર્યા હોવા છતાં ભીડ કાબૂ બહાર જતાં અંતે પોલીસે હળવો બળ પ્રયોગ કરીને ટોળાને વિખેરવાની ફરજ પડી હતી. પરિસ્થિતિ એટલી ગંભીર બની હતી કે, રાતભર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ખડેપગે રહ્યો હતો. હિન્દુ સંગઠનના આગેવાનો પણ પોલીસ સ્ટેશન પહોચી ગયાં હતા. મેડિકલ તપાસ બાદ આરોપીને પાંડેસરા પોલીસ સ્ટેશનમાં રખાયો બીજી બાજુ, આરોપી શેખ અઝીઝને સુરક્ષાના કારણોસર અન્ય પોલીસ સ્ટેશન પાંડેસરા ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. તેને મેડિકલ ચેકઅપ માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હાલ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, તે મૂળ બારડોલીનો રહેવાસી છે અને વ્યવસાથે ડિઝાઇનર છે, પરંતુ તે સુરત શા માટે આવ્યો હતો? તે અંગે પૂછપરછ ચાલી રહી છે. એટલાન્ટા મોલમાં ઘણા કોચિંગ ક્લાસીસ આવેલા છે, જ્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની જાય છે. દીકરીના વાલી અને ક્લાસ ટીચરની ફરિયાદ લેવાઈ DCP નિધિ ઠાકુરે જણાવ્યું કે, અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દીકરી સાથે છેડતીનો બનાવ છે. આસપાસના લોકો અને પીસીઆર વાને તાત્કાલિક આરોપીને હિરાસતમાં લઈને પોલીસ સ્ટેશન આવી ગયા હતી. અત્યારે દીકરીના વાલીઓ અને ક્લાસ ટીચરની હાજરીમાં ફરિયાદ લેવાઈ છે. ઈમીડિયેટલી પોક્સો (POCSO)ની જે સેક્શન્સ છે, તે લગાવીને ફરિયાદ લેવામાં આવી છે. લોકોનું ટોળું પણ એકઠું થયું હતું, જેમને અમે સમજાવીને શાંતિપૂર્ણ રીતે વિખેરી દીધા હતા. કોઈએ કાયદો હાથમાં લીધો ન હતો. આટલી મોટી સંખ્યામાં લોકો આવ્યાં તે બદલ આભારઃ માતા પીડિતાની માતાએ જણાવ્યું કે, પહેલાં તો મારી દીકરી માટે આટલી બધી બહાર પબ્લિક ભેગી થઈ એ માટે બધાનો ખૂબ ખૂબ આભાર. મારી દીકરીની છેડતી થઈ એ માટે પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. મને પોલીસ સ્ટેશનમાંથી સરસ અને સારો સહકાર મળ્યો છે. મારી છોકરીને ન્યાય મળશે તો એ બદલ સમાજ, પરિવાર, એસપીજી ગ્રુપ સહિતના બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. મારી દીકરી સેફ છે અને આરોપીને સજા મળશે.
    Click here to Read More
    Previous Article
    દિલજીત દોસાંઝે પહેલીવાર માતાનો ચહેરો બતાવ્યો:કેનેડામાં લાખો ચાહકોએ મોબાઈલ ટોર્ચના અજવાળે સ્વાગત કર્યું, મા-દીકરાનો પ્રેમ જોઈ પ્રેક્ષકો ભાવુક
    Next Article
    ભાજપના નેતાઓએ નગરદેવીના આશીર્વાદ લીધા:AAPના ઉમેદવારોએ કહ્યું- સત્તા પર આવીશું તો રોડ પર નમાજ પઢતા કોઈ રોકી નહીં શકે, મસ્જિદો કે દરગાહ તૂટશે નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment