Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપના ઉમેદવારના ભાણાની છરી ઝીંકી હત્યા:કોંગ્રેસના ઉમેદવારના પતિને ઈજા, સમર્થકો વચ્ચે અથડામણ; મહેસાણા મનપાની ચૂંટણી લોહિયાળ બની

    2 days ago

    મહેસાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે વોર્ડ નં. 4 માં રાજકીય વિવાદે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. તાવડિયા રોડ પર ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે થયેલી અથડામણમાં ભાજપના ઉમેદવારના ભાણા મિતેન ચૌધરી પર 4થી 5 અજાણ્યા શખ્સોએ છરી, લાકડીઓ અને પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ગંભીર ઇજાઓને કારણે મિતેન ચૌધરીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ હુમલામાં અન્ય એક યુવક ધીમંત ચૌધરી પણ ઘાયલ થયા છે, જ્યારે સામે પક્ષે કોંગ્રેસ ઉમેદવારના પતિ ભરત ચૌધરીને પણ ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા છે. આ ઘટનાને પગલે મહેસાણા એ ડિવિઝન પોલીસ અને LCBએ CCTV અને CDRના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરી છે. આજે સવારે મિતેન ચૌધરીના મૃતદેહનું પીએમ કરાયું છે. મહેસાણાના તાવડીયા ગામે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મૃતકની અંતિમયાત્રા નીકળી હતી. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ચૌધરી સમાજ સહિત ગામના લોકો જોડાયા હતા. ગાડીને રોકી 5 શખસો ભાજપ ઉમેદવાર બે યુવાનો પર તૂટી પડ્યા DySP મિલાપ પટેલે જણાવ્યું હતુ કે, ગઈકાલે મોડી રાત્રે આ ઘટના બની છે. જેમાં મહેસાણા શહેર 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં માનવઆશ્રમ ચોકડીથી તાવડિયા તરફ જતાનો જે વિસ્તાર છે, ત્યાં બે વ્યક્તિઓ મિતેન ચૌધરી તથા તેનો મિત્ર ધીમંત ચૌધરી તેના અન્ય બીજા બે મિત્રો સાથે ત્યાંથી પસાર થઈ રહ્યા હતાં. રસ્તામાં તેની ગાડીને રોકી અને અન્ય ચારથી પાંચ શખસોએ તેને રોક્યા હતાં અને તેમના ઉપર તીક્ષ્ણ હથિયાર અને લાકડી અથવા તો પાઈપ વડે હુમલો કર્યો હતો. જેમાં મિતેન ચૌધરીને થોડી ગંભીર ઇજાઓ થઈ અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે અને એ સિવાય તેની સાથેના ધીમંત ચૌધરી અત્યારે સારવાર હેઠળ છે. પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી DySP પટેલે વધુમાં કહ્યું હતું કે, આ સમગ્ર બાબતે કોણ કોણ આરોપીઓ છે, તેઓએ ગુનાહિત કાવતરું કેવી રીતે રચ્યું છે, આ ગુનાહિત કાવતરામાં કોણ કોણ વ્યક્તિઓની સંડોવણી છે?, કોણે શું રોલ ભજવ્યો છે. તે સમગ્ર દિશામાં અત્યારે પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. મૃતદેહને પીએમ માટે ખસેડીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે તાવડીયા ગામમાં મૃતકની અંતિમ યાત્રા પીએમ કર્યા બાદ મૃતક મિતેન ચૌધરીના મૃતદેહને મહેસાણાના તાવડીયા ગામે લાવવામાં આવ્યો હતો. તાવડીયા ગામે Dysp સહિત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતકની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. અંતિમ યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ચૌધરી સમાજ તેમજ ગામના લોકો જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    પૈસા લઈ AAPની ટિકિટ અપાતી હોવાના આરોપથી ખળભળાટ:સુરતમાં પૂર્વ પ્રમુખના ભાઈની પત્નીને ટિકિટ આપવા 18 લાખ માગ્યા! પ્રભારી ઓમ પ્રકાશ સામે ફરિયાદ
    Next Article
    પોરબંદરમાં ‘આપ’ કાર્યકરો પર હુમલાનો આક્ષેપ:ભાજપના પૂર્વ કાઉન્સિલર સામે ફરિયાદ, હોસ્પિટલમાં લોકોનો જમાવડો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment