Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૈસા લઈ AAPની ટિકિટ અપાતી હોવાના આરોપથી ખળભળાટ:સુરતમાં પૂર્વ પ્રમુખના ભાઈની પત્નીને ટિકિટ આપવા 18 લાખ માગ્યા! પ્રભારી ઓમ પ્રકાશ સામે ફરિયાદ

    2 days ago

    સુરતમાં આમ આદમી પાર્ટી પર ટિકિટના બદલામાં નાણાં લેવાના ગંભીર આક્ષેપો સાથે વિવાદ વકર્યો છે, જેમાં સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં AAPના વોર્ડ નં. 1-2ના પ્રભારી ઓમપ્રકાશ સામે રૂ. 18 લાખની સોદાબાજી કરી લાખો રૂપિયા પડાવ્યાની ગંભીર ફરિયાદ સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. ફરિયાદી નવનીત નાવડીયાએ આક્ષેપ કર્યો છે કે, તેની પત્ની માટે ટિકિટ અપાવવાના બહાને પ્રભારીએ રૂ. 18 લાખની માંગણી કરી હતી. જે બાદમાં 8 લાખમાં નક્કી થઈ હતી. આ સમગ્ર સોદાબાજીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. હાલ આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેણે ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધારી દીધો છે. પ્રભારી ઓમ પ્રકાશ પર ટિકિટના બદલે નાણાં માંગવાનો આક્ષેપ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના બે દિવસ પહેલાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટીના દિલ્હીના સહયોગી ઓમ પ્રકાશ સામે ટિકિટના બદલે નાણાં માંગવાનો ગંભીર આક્ષેપ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેમાં AAPના પૂર્વ પ્રમુખ મહેન્દ્ર નાવડીયાના પિતરાઈ ભાઈ નવનીત નાવડીયાએ આક્ષેપ કર્યો છે કે, તેમની પત્ની લિપ્સા માટે ટિકિટની માંગણી કરવામાં આવતા પ્રભારીએ 18 લાખની માંગ કરી હતી. આ સોદો અંતે 8 લાખમાં નક્કી થયાનો આરોપ હતો. જે મુજબ ટુકડે-ટુકડે રૂપિયા ચૂકવવામાં આવ્યા હતાં. જોકે, નાણાં લીધા બાદ પણ પત્નીને ઉમેદવાર ન બનાવતા છેતરાયેલા નવનીત નાવડીયાએ આ સમગ્ર મામલે પ્રભારીનો વીડિયો બનાવી વાઈરલ કર્યો છે. ચૂંટણી ટિકિટ અને મેન્ડેટના નામે 18 લાખની માંગણી AAPના નવનીતભાઈ ચંદુભાઈ નાવડીયા, જેઓ પાર્ટીમાં ઝોન ઇન્ચાર્જ તરીકે સેવા આપે છે, તેમણે આક્ષેપ કર્યો છે કે, 2026ની મહાનગરપાલિકાની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરતા ઓમપ્રકાશે તેમને જણાવ્યું હતું કે ચૂંટણી લડવા માટે પાર્ટીનું મેન્ડેટ જરૂરી છે. ઓમપ્રકાશે કતારગામ ખાતે એક મુલાકાત દરમિયાન સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, 'આ વખતે વોર્ડ જીતી જવાય તેમ છે, તેથી મેન્ડેટ મેળવવા માટે 18 લાખ રૂપિયા આપવા પડશે.' આરોપીએ એવી લાલચ પણ આપી હતી કે જો તેઓ કોર્પોરેટર બનશે તો 6 મહિનામાં આ રકમ કમાઈ લેશે. ટુકડે-ટુકડે ૩ લાખ રૂપિયા પડાવ્યા, વોટ્સએપ કોલિંગથી માનસિક ટોર્ચર લાંબી રકઝક બાદ આખરે ૮ લાખ રૂપિયામાં સોદો નક્કી થયો હતો. ફરિયાદીએ તારીખ ૨૫-૦૩-૨૦૨૬ના રોજ કિરણચોક પાસે ૨.૫૦ લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. ત્યારબાદ વધુ ૨૦,૦૦૦ રૂપિયા એટીએમમાંથી ઉપાડી અને અન્ય ૩૦,૦૦૦ મળી કુલ ૫૦,૦૦૦ રૂપિયા બીજા હપ્તા પેટે આપ્યા હતા. આમ, કુલ ૩ લાખ રૂપિયા લીધા બાદ પણ આરોપીઓ વધુ ૨ લાખની માંગણી કરતા હતા અને દિવસમાં અનેકવાર વોટ્સએપ કોલ કરીને ફરિયાદીને માનસિક રીતે ટોર્ચર કરતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. છેલ્લી ઘડીએ પત્નીને મેન્ડેટ આપ્યું, પણ ફોર્મ ચકાસણીમાં ખેલ ખેલાયો જ્યારે પક્ષની યાદીમાં નામ ન આવ્યું ત્યારે ધર્મેશ ભંડેરીનો સંપર્ક કર્યો હતો. તેમણે નવનીતભાઈને બદલે તેમની પત્નીને ટિકિટ આપવાની ખાતરી આપી રાત્રે ૧૦:૪૫ વાગ્યે કાર્યાલય બોલાવી ફોર્મ ભરાવ્યું હતું. અંકુર હિરપરાએ મેન્ડેટ તૈયાર કર્યું હતું, પરંતુ ફોર્મ ચકાસણીના દિવસે ખબર પડી કે તે મેન્ડેટ ખોટું હતું. રામભાઈ ધડુકે ત્યાં આવીને મેન્ડેટ ખોટું હોવાની રજૂઆત કરી અને ફરિયાદીને વાતોમાં ફસાવી સમય પસાર કરાવી દીધો, જેથી છેલ્લી ઘડીએ અન્ય કોઈનું મેન્ડેટ મંજૂર થઈ ગયું અને ફરિયાદી સાથે છેતરપિંડી થઈ હતી. આરોપીઓ ભૂગર્ભમાં, પોલીસ કાર્યવાહીની માંગ આ સમગ્ર કૌભાંડમાં ઓમપ્રકાશ ઉપરાંત આકાશ મિશ્રા સામે નવનીતભાઈએ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પૈસા પરત માંગતા આરોપીઓએ ફોન બંધ કરી દીધા હતા. ફરિયાદીએ પોતાની પાસે રહેલા કોલ રેકોર્ડિંગ અને ફૂટેજના આધારે ભારતીય ન્યાય સંહિતા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા સુરત પોલીસ કમિશનર સમક્ષ લેખિત રજૂઆત પણ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની ટીમમાં 33% મહિલાઓ હશે:સંસદીય બોર્ડથી સચિવ સ્તર સુધી ફોર્મ્યુલા લાગુ; રાષ્ટ્રીય કારોબારીમાં 100થી વધુ મહિલાઓને સ્થાન
    Next Article
    ભાજપના ઉમેદવારના ભાણાની છરી ઝીંકી હત્યા:કોંગ્રેસના ઉમેદવારના પતિને ઈજા, સમર્થકો વચ્ચે અથડામણ; મહેસાણા મનપાની ચૂંટણી લોહિયાળ બની

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment