Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલાને માર માર્યો:વિધવા મહિલા સાથે પ્રેમસંબંધ બાંધી બે લાખ પડાવીને મહિલાને માર માર્યો

    9 hours ago

    ગારિયાધારના યુવકે વિધવા મહિલા સાથે પ્રેમસંબં બાંધી, મહિલા પાસેથી કટકે કટકે બે લાખ રૂપિયા પડાવી લીધા હતા. જે બાદ મહિલાએ તેના પ્રેમી પાસે રૂપિયાની માંગણી કરતી પ્રેમીએ પ્રેમીકાને લોખંડના પાઇપથી ગંભીર મારમારી, ઇજા કરી ફરાર થઇ જતાં મહિલાને ગંભીર હાલતે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી. જ્યાં ત્રણ સંતાનની માતાએ પ્રેમી વિરૂદ્ધ ગારિયાધાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ગારિયાધારના પાંચ ટોબરા ગામે રહેતી એક મહિલાને પતિના અવસાન બાદ ગારિયાધાર ખાતે રહેતો સલીમ માવજીભાઇ ચારણીયા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જે દરમિયાન પ્રેમીને મહિલા પાસે લાખો રૂપિયા હોવાની જાણ થતાં પ્રેમીએ વિધવા મહિલા સાથે પ્રેમભરી વાતો કરી કટકે કટકે બે લાખ રૂપિયા પડાવી લીધા હતા. જે બાદ મહિલાને રૂપિયાની જરૂર પડતાં ગારિયાધાર ખાતેના સલીમના ઘરે રૂપિયા પરત માંગવા ગયા હતા. જ્યાં સલીમ ચારણીયાએ '' મારે તારા પૈસા નથી આપવા તારે જે થાય તે કરી લે'' આવું બોલી મહિલાને ગાળો ભાંડી હતી અને જે બાદ લોખંડનો પાઇપ લઇ આવી મહિલાને કહેલ કે, ''આજે તો તને પતાવી દેવી છે'' એવું કહી મહિલાને માથાના ભાગે લોખંડનો પાઇપ મારવા જતાં મહિલાને ડાબા હાથે પાઇપનો ઘા વાગી જતાં સલીમ ફરાર થઇ ગયો હતો. જે ઘટના બાદ મહિલાને ગંભીર હાલતે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી. જ્યાં ત્રણ સંતાનની માતાએ તેની પ્રેમી સલીમ ચારણીયા વિરૂદ્ધ મહુવા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ પ્રેમી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા આરોપી પ્રેમી ફરાર થતા પોલીસે શોધખોળ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    Shubman Gill reacts to Sai Sudharsan’s 100 off 57 balls against RCB: ‘Hope he gives me more strike’
    Next Article
    સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓનું સર્વેક્ષણ:ફરિયાદકાના 60% લોકો ખુલ્લામાં કરે છે ગટરના પાણીનો નિકાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment