Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આત્મહત્યા:સાગબારામાં પિતરાઇ ભાઇ- બહેન વચ્ચે પ્રેમ થયો, સમાજના ડરથી આપઘાત કર્યો

    11 hours ago

    નર્મદા જિલ્લાના સાગબારા વિસ્તારના એક ગામમાં સાગા મામા ફોઈના દીકરા અને દીકરી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. પિતરાઈ ભાઈ બહેન થતા હોવાની માતા પિતા આ પ્રેમને મંજૂરી નહીં આપે અને લગ્ન પણ નહી થવા દે એના ડરથી બંનેએ સામુહિક આપઘાત કરી લીધો હતો. તેમના મૃતદેહ સીમમાં એક વૃક્ષ પરથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યાં હતાં. નર્મદા જિલ્લાના સાગબારા વિસ્તારના એક ગામમાં રહેતો 19 વર્ષીય યુવક અને 15 વર્ષીય સગીરા વચ્ચે છેલ્લા 4-5 મહિનાથી પ્રેમ સંબંધ હતો. તેઓ પોતે મામાં ફોઈના દીકરા દીકરી હતા અને પિતરાઈ ભાઈ બહેન થતા હોવાનું જાણવા છતાં બંને એક બીજાને ગાઢ પ્રેમ કરવા લાગ્યા હતા. એક ગામમાં સાગા મામા ફોઈના દીકરા અને દીકરી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. હવે સબંધે પિતરાઈ ભાઈ બહેન થતા હોવાથી ઘરના વડીલો અને પોત પોતાના માતા પિતા આ પ્રેમ સંબંધ સ્વીકારશે નહી તથા લગ્ન પણ નહી થવા દે એવું માની લઈ ગામની સીમમાં જ પીપળાના ઝાડની અલગ અલગ ડાળી પર સગીરાએ પોતાના દુપટ્ટા અને યુવકે દોરડા વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં ઝઘડિયા વિસ્તારમાં પણ પરણિત પ્રેમીપંખીડાઓએ ઝેરી દવા પી સામુહિક આપઘાત કર્યો હતો.તેમના મૃતદેહ સીમમાં એક વૃક્ષ પરથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યાં હતાં.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:નર્મદામાં જિ.પં.ની 22, તા.પં.ની 102 અને નગરપાલિકાની 26 બેઠક માટે મતદાન થશે
    Next Article
    H-1B Visas To Be Paused For 3 Years? Trump's Aides Introduce New Bill

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment