Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:નર્મદામાં જિ.પં.ની 22, તા.પં.ની 102 અને નગરપાલિકાની 26 બેઠક માટે મતદાન થશે

    2 days ago

    નર્મદામાં જિ.પં.ની 22, તા.પં.ની 102 અને પાલિકાની 26 બેઠક માટે મતદાન થશે. રવિવારના રોજ થનારા મતદાન માટે 4.15 લાખ મતદારો નોંધાયેલાં છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત નર્મદા જિલ્લામાં 22 જિલ્લા પંચાયત અને 102 તાલુકા પંચાયતોની ને રાજપીપળા નગરપાલિકા ની 2 બિનહરીફ થતા 26 બેઠકો માટે 26મી એપ્રિલે મતદાન યોજાશે અને 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ બેઠકો માટે 4,15,704 મતદારો મતદાન કરશે. કાળઝાળ ગરમીમાં મતદારો માટે મંડપ ની તંત્ર દ્વારા સુવિધાઓ ઉભી કરવામાં આવી છે અને સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરાવવામાં આવશે.મતદાન મથકો ખાતે મતદાન ટુકડીને લાવવા લઈ જવા માટે કુલ 180 બસ-રૂટ-જીપ-રૂટ નિયત કરવામાં આવેલ છે. રાજપીપલા નગરપાલિકા ચૂંટણી માટે કુલ 29 મતદાન મથકો અને 29 મતદાન મથકો તથા જિલ્લા તાલુકાના પંચાયત ચૂંટણી માટે કુલ 607 મતદાન મથકો નિયત કરવામાં આવેલ છે. જેના માટે 3650 કર્મચારી ને કામે લેવાયા છે. જેમાં કુલ 1498 બેલેટ યુનિટ અને 1498 કન્ટોલ યુનિટ તથા નગરપાલિકા મતદાર મંડળ માટે કુલ 53 બેલેટ યુનિટ 45 કંટ્રોલ યુનિટ ફાળવવામાં આવેલ છે. તમામ મતદાન મથકે આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી પ્રાથમિક દવાઓ, ઓઆરએસ, વાયોટીક દવાઓ સાથેની કીટ તૈયાર કરવામાં આવેલ છે. મતદાન મથકો ખાતે મતદાન ટુકડીને લાવવા લઈ જવા માટે કુલ 180 બસ-રૂટ-જીપ-રૂટ નિયત કરવામાં આવેલ છે.
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:સર ટી.માં દર મહિને બાળકોને ચેપના સરેરાશ 93 કેસ
    Next Article
    આત્મહત્યા:સાગબારામાં પિતરાઇ ભાઇ- બહેન વચ્ચે પ્રેમ થયો, સમાજના ડરથી આપઘાત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment