Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભેસ્તાનમાં રામકથાના અંતિમ દિવસે ભક્તોનું ઘોડાપૂર:આચાર્ય યુવરાજ પાંડેની વાણીમાં રામાયણના પ્રસંગો જીવંત થયા

    2 days ago

    ભેસ્તાનમાં રામકથાના અંતિમ દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. આચાર્ય યુવરાજ પાંડેની વાણીમાં રામાયણના પ્રસંગો જીવંત થયા હતા. મલવેરી હેવન પાછળ ભેસ્તાન ખાતે રામકથાના સાતમા અને અંતિમ દિવસે શ્રદ્ધાળુઓ ઉમટી પડતા કથા મંડપ પણ નાનો પડ્યો હતો. આચાર્ય યુવરાજ પાંડેએ લક્ષ્મણ શક્તિ, મેઘનાદ અને રાવણ વધ તેમજ ભગવાન શ્રીરામના રાજ્યાભિષેકના પ્રસંગોનું એટલું માર્મિક વર્ણન કર્યું હતુ. ​જીવંત અનુભૂતિ લંકાકાંડ અને ઉત્તરકાંડના અદ્વિતીય વર્ણનથી ઉપસ્થિત જનસમૂહને જાણે રામાયણના પાત્રો સાક્ષાત પ્રગટ થયા હોય તેવી અનુભૂતિ થઈ હતી. ​​આયોજન સમિતિના અધ્યક્ષ ભાર્ગવ પંડાએ તમામ શ્રદ્ધાળુઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, શ્રોતાઓના પ્રેમ અને હાજરીએ જ આ કથાની ગરિમા વધારી છે. ​આ કાર્યક્રમને સફળ બનાવવામાં સમિતિના હોદ્દેદારો: તથા અન્ય તમામ પદાધિકારીઓએ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.​કથાના અંતે આચાર્યએ ભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પ્રી સ્કૂલ એસોસિએશનની અનોખી પહેલ:10120 બાળકોએ ડ્રોઇંગ બનાવી વાલીઓને મતદાનની અપીલ કરી
    Next Article
    અમદાવાદી ચાંપાનેરી મોઢ ઘાંચી સમાજ નારાજ:80 હજાર મતદારો નોટાનો આશરો લેશે : ચંદ્રેશ મોદી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment