Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગીરાની છેડતી મામલે પોલીસ વાનમાંથી ખેંચી યુવકને માર માર્યો:સુરતમાં મુસ્લિમ યુવકે વિદ્યાર્થિનીનો હાથ પકડતા માહોલ ગરમાયો, પરિવારજનો-સ્થાનિકોએ પોલીસ સ્ટેશનને ઘેર્યું

    9 hours ago

    સુરતના અલથાણ વિસ્તારમાં એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે, જેમાં એક સગીર વિદ્યાર્થિનીની છેડતી કરવામાં આવતા સમગ્ર પંથકમાં તણાવનો માહોલ સર્જાયો છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે અને મોટી સંખ્યામાં લોકો અલથાણ પોલીસ સ્ટેશન ખાતે એકઠા થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ ધોરણ-10માં અભ્યાસ કરતી એક સગીરા જ્યારે પસાર થઈ રહી હતી ત્યારે 45 વર્ષીય વ્યક્તિએ તેનો હાથ પકડ્યો હતો. અન્ય ધર્મના આ યુવક દ્વારા કરવામાં આવેલી આ હરકત બાદ મામલો તુરંત બીચકાયો હતો. સગીરા સાથે થયેલી છેડતીની વાત વાયુવેગે વિસ્તારમાં પ્રસરી જતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. પોલીસ સ્ટેશનમાં લોકોના ટોળા, ધારાસભ્યની હાજરી આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં પરિવારજનો અને સ્થાનિક લોકો અલથાણ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. પોલીસ સ્ટેશન પરિસરમાં ભારે ભીડ એકઠી થતા સ્થિતિ તણાવપૂર્ણ બની હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિસ્તારના ધારાસભ્ય મનુ પટેલ તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. તેમણે સમગ્ર ઘટના અંગે પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને સ્થિતિ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યા હતા. સ્થિતિ વણસે નહીં તે માટે સુરત પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એસીપી (ACP) સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને પોલીસ મથકે તૈનાત કરી દેવામાં આવ્યો હતો. હાલ પોલીસ દ્વારા આરોપીની અટકાયત અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે સ્થાનિકોને શાંતિ જાળવવા અપીલ કરી પોલીસે સ્થાનિક લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે અને ખાતરી આપી છે કે આ મામલે કાયદાકીય રીતે સઘન તપાસ કરીને કસૂરવાર સામે કડક પગલાં લેવામાં આવશે. હાલ પોલીસ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સતત પેટ્રોલિંગ કરી રહી છે. બેકાબૂ ભીડે આરોપીને ઢોરમાર માર્યો વિદ્યાર્થિનીની છેડતીની ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો, જેમાં લોકોએ આરોપીને પકડી પાડી પોલીસને જાણ કરી હતી. જોકે, પોલીસની 112 વાન ઘટનાસ્થળે પહોંચતા જ ત્યાં હાજર ઉશ્કેરાયેલી ભીડ બેકાબૂ બની હતી અને પોલીસની હાજરીમાં જ આરોપી પર તૂટી પડી તેને ઢોરમાર માર્યો હતો. પોલીસ વાન પાસે જ લોકો દ્વારા કાયદો હાથમાં લેવાની આ ઘટનાને પગલે અફરાતફરી મચી ગઈ હતી અને પરિસ્થિતિ વધુ તંગ બની હતી, જેને કાબૂમાં લેવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. લોકોને શાંતિ જાળવવા MLAની અપીલ ધારાસભ્ય મનુ પટેલ દ્વારા હાલમાં લોકોને શાંતિ જાળવવા અને કાયદો વ્યવસ્થામાં સહકાર આપવા માટે ખાસ અપીલ કરવામાં આવી રહી છે, છતાં પણ રોષે ભરાયેલા લોકો દ્વારા સતત સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સમગ્ર મામલાને થાળે પાડવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સ્થાનિક તંત્ર અને પોલીસ કાફલો હાલ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યો છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.
    Click here to Read More
    Previous Article
    IPL 2026માં બેંગલુરુની પાંચમી જીત:ગુજરાતને 5 વિકેટે હરાવ્યું, કોહલીએ 81 રન બનાવ્યા; પડિકલની ફિફ્ટી
    Next Article
    Met With "Fear, Silence": Axis My India Chief To NDTV On Exit Polls In Bengal

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment