Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPL 2026માં બેંગલુરુની પાંચમી જીત:ગુજરાતને 5 વિકેટે હરાવ્યું, કોહલીએ 81 રન બનાવ્યા; પડિકલની ફિફ્ટી

    1 day ago

    IPL 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પોતાની પાંચમી જીત નોંધાવતા ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું છે. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 206 રનના ટાર્ગેટને ચેઝ કરતા બેંગલુરુએ 18.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો. વિરાટ કોહલીએ શાનદાર ફોર્મ જારી રાખતા 30 બોલમાં પોતાની 66મી IPL ફિફ્ટી પૂરી કરી અને 81 રનની મહત્વની ઇનિંગ રમી. તેની સાથે દેવદત્ત પડિકલે પણ માત્ર 20 બોલમાં ફિફ્ટી ફટકારી અને 55 રન બનાવ્યા. સીઝનની 34મી મેચમાં બેંગલુરુએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી હતી. ગુજરાત ટાઇટન્સે સાઈ સુદર્શનના શાનદાર સદીની મદદથી 206 રનનો મોટો સ્કોર ઊભો કર્યો હતો. સુદર્શને 58 બોલમાં 100 રન બનાવ્યા હતા. IPLમાં આ તેની ત્રીજી સદી હતી. કોહલી IPLમાં 800 ચોગ્ગા ફટકારનાર પ્રથમ પ્લેયર બન્યો વિરાટ કોહલીએ આ મેચમાં બે રેકોર્ડ બનાવ્યા. તે IPLમાં 800 ચોગ્ગા પૂરા કરનાર પ્રથમ બેટર બન્યો છે. સાથે જ, ટુર્નામેન્ટમાં 300 સિક્સ ફટકારનાર ત્રીજો બેટર બન્યો. તેની પહેલા રોહિત શર્મા અને ક્રિસ ગેલ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, સુયશ શર્મા અને રાસિખ સલામ ડાર ગુજરાત ટાઇટન્સ (GT): સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાહરૂખ ખાન, જેસન હોલ્ડર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, માનવ સુથાર, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ.
    Click here to Read More
    Previous Article
    Why even paid seats aren’t guaranteed: The lesson one passenger learned on a Pune-Bengaluru flight
    Next Article
    સગીરાની છેડતી મામલે પોલીસ વાનમાંથી ખેંચી યુવકને માર માર્યો:સુરતમાં મુસ્લિમ યુવકે વિદ્યાર્થિનીનો હાથ પકડતા માહોલ ગરમાયો, પરિવારજનો-સ્થાનિકોએ પોલીસ સ્ટેશનને ઘેર્યું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment