Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'અમારા પ્રશ્નો સોલ્વ કરી શકતા હો તો મત લેવા આવજો':તખ્તેશ્વરમાં એક તરફ નેતાઓના 'વિકાસ'ના દાવા, બીજી તરફ સ્થાનિકો ગટરના ગંદા પાણી પીવા મજબૂર

    5 days ago

    ભાવનગર મહાનગરપાલિકાની આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વચ્ચે શહેરના વોર્ડ નંબર-7 (તખ્તેશ્વર) માં ગ્રાઉન્ડ રિપોર્ટમાં ચોંકાવનારી તસવીર સામે આવી છે. ભૂતકાળમાં મેયર પદ ભોગવી ચૂકેલા નેતાના આ વોર્ડમાં જનતા વિકાસના દાવાઓ વચ્ચે પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહી છે. ગત ટર્મમાં ભાજપના ચાર ઉમેદવારોએ જંગી બહુમતીથી વિજય મેળવ્યો હોવા છતાં, આજે મતદારો ગટરના ગંદા પાણી, દૂષિત પીવાના પાણી, બિસ્માર રસ્તાઓ અને ગંદકી જેવી ગંભીર સમસ્યાઓથી ત્રસ્ત છે. ચૂંટણી સમયે મત માગવા આવે પણ પછી 5 વર્ષ સુધી ન દેખાય સ્થાનિક રહીશ ચાંદની કનાડા અને રસીદાબેને તંત્રની ઘોર બેદરકારી પર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વર્ષોથી ગટરનું દૂષિત પાણી પીવાના પાણીમાં ભળી રહ્યું છે, જેના કારણે રહીશો બીમારીનો ભોગ બની રહ્યા છે. રહીશોનો આરોપ છે કે, "ચૂંટણી સમયે મત માંગવા હાથ જોડીને આવતા નેતાઓ બાદમાં પાંચ વર્ષ સુધી ક્યારેય દેખાતા નથી. રજૂઆત કરવા જઈએ તો માત્ર 'આવશું, કરશું' જેવા ખોટા આશ્વાસનો આપીને પાછા મોકલી દેવાય છે." વિસ્તારમાં કચરાના ઢેર અને ગટરની ઉભરાતી સમસ્યાથી હવે લોકોમાં મતદાન કરવા બાબતે પણ ઉદાસીનતા જોવા મળી રહી છે, જેનું એક જ કારણ છે કે તેમના પ્રશ્નોના ઉકેલની દિશામાં કોઈ નક્કર પગલાં લેવાતા નથી. ‘40-40 વર્ષથી રસ્તાની સમસ્યા યથાવત છે’ સ્થાનિક રહીશ આશુબેન અને રજાકભાઈ કુરૈશીએ પણ વ્યથા ઠાલવતા કહ્યું હતું કે, પીવાના પાણીની લાઈનો ખરાબ હોવા છતાં કોર્પોરેશનના અધિકારીઓ અને કોર્પોરેટરો આ સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યા છે. વડવા આમીપરા અને નાથવાળી શેરી જેવા વિસ્તારોમાં તો 40-40 વર્ષથી રસ્તાની સમસ્યા યથાવત છે. દુકાનદાર રાજેશભાઈએ જણાવ્યું કે, અનેક સ્કૂલોની આસપાસ હોવા છતાં રોડનું કામ થતું નથી, માત્ર સર્વે કરીને અધિકારીઓ અને નેતાઓ જતા રહે છે. આ તમામ રહીશોનો સૂર એક જ છે કે, જો કામ ન કરવું હોય તો વોટ માંગવા પણ આવવું નહીં. ‘અમે લોકોની લાગણી સાથે જોડાયેલા છીએ અને અમારા કામ બોલે છે’ આકરા આક્ષેપોનો જવાબ આપતા તખ્તેશ્વર વોર્ડના પૂર્વ મેયર ભરત બારડે પોતાના કાર્યકાળની સિદ્ધિઓ ગણાવી હતી. તેમણે દાવો કર્યો હતો કે, ગત ટર્મમાં ભાવનગરમાં પ્રથમવાર 'વાઈટ ટોપ' રોડ બનાવવાની સાથે આતાભાઈ રોડ અને અન્ય આંતરિક ગલીઓમાં બ્લોક-રોડ અને નવી ડ્રેનેજ લાઈન માટે 2600-2700 કરોડના કામો કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, "અમે લોકોની લાગણી સાથે જોડાયેલા છીએ અને અમારા કરેલા કામ જ બોલે છે. આ ચૂંટણીમાં પણ મારી પેનલના ચારેય ઉમેદવારો જંગી લીડથી વિજયી થશે." 'ભાજપે માત્ર હાઈ-ફાઈ અને પોશ વિસ્તારોમાં જ વિકાસ કર્યો છે' બીજી તરફ, કોંગ્રેસના ઉમેદવાર અનવરખાન પઠાણે ભાજપના શાસન પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, "ભાજપે માત્ર હાઈ-ફાઈ અને પોશ વિસ્તારોમાં જ વિકાસ કર્યો છે, જ્યારે પછાત અને સામાન્ય જનતાના વિસ્તારોમાં વિકાસના નામે શૂન્ય છે." તેમણે મતદારોને જાગૃત થઈને રોડ, પાણી અને ગટર જેવી પાયાની સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે તેવા ઉમેદવારોને ચૂંટવા અપીલ કરી હતી. આમ, વિકાસના દાવા અને વાસ્તવિક સમસ્યાઓ વચ્ચે, તખ્તેશ્વર વોર્ડના મતદારો હવે મુંઝવણમાં છે કે આ વખતે મતદાન કોને કરવું.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં સોસાયટીના ગાર્ડનમાં કોબ્રા સાપ દેખાયો:એનિમલ રેસ્ક્યુઅરે સુરક્ષિત પકડ્યો, રહીશોએ રાહત અનુભવી
    Next Article
    7 PM Gujarati News LIVE | 7 વાગ્યાના સૌથી મોટા સમાચાર | Gujarati Samachar | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment