Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં સોસાયટીના ગાર્ડનમાં કોબ્રા સાપ દેખાયો:એનિમલ રેસ્ક્યુઅરે સુરક્ષિત પકડ્યો, રહીશોએ રાહત અનુભવી

    3 days ago

    નવસારી શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી રાધે પાર્ક સોસાયટીના કોમન ગાર્ડનમાં એક ઝેરી કોબ્રા સાપ દેખાયો હતો. આ ઘટનાથી રહીશોમાં ચિંતા ફેલાઈ હતી. જોકે, સમયસર એનિમલ રેસ્ક્યુઅરને જાણ કરાતા સાપનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. માહિતી મુજબ, રાધે પાર્ક સોસાયટીના રહીશો કોમન ગાર્ડન પાસે હાજર હતા ત્યારે અચાનક અત્યંત ઝેરી કોબ્રા સાપ નજરે પડ્યો હતો. ગાર્ડન જેવા જાહેર સ્થળે સાપ દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ તરત જ એનિમલ રેસ્ક્યુઅર નરેન્દ્ર કોળીનો સંપર્ક કર્યો હતો. ઘટનાની જાણ થતા જ રેસ્ક્યુઅર નરેન્દ્ર કોળી તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. તેમણે અત્યંત સાવચેતીપૂર્વક અને કુશળતાથી આ ઝેરી કોબ્રાને પકડી લીધો હતો. સાપ પકડાઈ જતાં સોસાયટીના રહીશોએ રાહત અનુભવી હતી. બાદમાં આ સાપને માનવ વસ્તીથી દૂર સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડી દેવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સોસાયટી બનતા પહેલા આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઝાડી-ઝાખરા હતા, જેના કારણે અહીં સાપ સહિતના ઝેરી જીવજંતુઓનું પ્રમાણ વધુ જોવા મળે છે. અવારનવાર સોસાયટીના ખુલ્લા મેદાન કે ગાર્ડન વિસ્તારમાં ઝેરી સાપ જોવા મળતા હોવાથી રહીશોમાં સતત ચિંતા પ્રવર્તી રહી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં 3 નગરપાલિકાઓની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ:21 વોર્ડ, 81 બેઠકો, 1.53 લાખથી વધુ મતદારો
    Next Article
    'અમારા પ્રશ્નો સોલ્વ કરી શકતા હો તો મત લેવા આવજો':તખ્તેશ્વરમાં એક તરફ નેતાઓના 'વિકાસ'ના દાવા, બીજી તરફ સ્થાનિકો ગટરના ગંદા પાણી પીવા મજબૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment