Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં કરોડોનું ફુલેકું ફેરવનાર પાંભર દંપતી સુરતમાં ઝડપાયું:પાસપોર્ટ ખોવાઈ ગયાનું ખોટુ સોગંદનામુ કરી દુબઈ ફરી આવ્યા, સાક્ષીની સતર્કતાથી ભાંડો ફૂટ્યો

    10 hours ago

    સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનમાં પાસપોર્ટ એક્ટ અને છેતરપિંડીની ગંભીર કલમો હેઠળ એક ચોંકાવનારો ગુનો નોંધાયો છે. રાજકોટમાં કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર ધનંજય ફાઇનાન્સના માલિક ઘનશ્યામ વલ્લભભાઈ પાંભર અને તેમની પત્ની અસ્મિતાબેન પાંભરની સુરત પોલીસે ધરપકડ કરી છે. આ દંપતીએ વિદેશ જવા માટે કાયદાકીય છટકબારીનો ગેરઉપયોગ કર્યો હતો. રાજકોટના કેસમાં હાઈકોર્ટે તેમને શરતી જામીન આપ્યા હતા, જેમાં પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવો ફરજિયાત હતો. જોકે, વિદેશ જવાની લાલચમાં આ દંપતીએ સુરતમાં પાસપોર્ટ ખોવાઈ ગયાનું ખોટું સોગંદનામું કરી નવો પાસપોર્ટ કઢાવ્યો અને કાયદાની આંખમાં ધૂળ નાખીને દુબઈનો પ્રવાસ પણ ખેડી આવ્યા હતા. કોર્ટની શરતોનો ભંગ અને વિદેશ જવાની લાલસા આ ગુનાના મૂળ વર્ષ 2021માં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા IPC અને GPID એક્ટ (ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ એક્ટ) હેઠળના કેસમાં રહેલા છે. ઘનશ્યામ પાંભર અને તેની પત્નીએ રોકાણકારોના કરોડો રૂપિયા હડપ કરી લીધા હતા. આ કેસમાં જ્યારે તેઓ હાઈકોર્ટમાં જામીન માટે ગયા, ત્યારે કોર્ટે સ્પષ્ટ શરત મૂકી હતી કે, તેઓ ટ્રાયલ કોર્ટની મંજૂરી વગર ભારત છોડશે નહીં અને પોતાના પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવશે. કાયદા મુજબ પાસપોર્ટ જમા હોવાથી તેઓ વિદેશ જઈ શકે તેમ નહોતા, પરંતુ પોતાની ગુનાહિત માનસિકતાનો પરિચય આપતા તેમણે સિસ્ટમ સાથે છેતરપિંડી કરવાનું નક્કી કર્યું હતું. ખોટા સોગંદનામા અને પોલીસની કથિત છેતરપિંડી તપાસ દરમિયાન સામે આવ્યું કે, આરોપીઓએ આયોજનપૂર્વક કાવતરું ઘડ્યું હતું. તેમણે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાના પાસપોર્ટ ખોવાઈ ગયા હોવાની એક ખોટી અરજી આપી હતી. આ અરજી સાથે તેમણે સોગંદનામું પણ રજૂ કર્યું હતું કે, તેમના મૂળ પાસપોર્ટ ગુમ થયા છે. આ દસ્તાવેજોના આધારે તેમણે ડિંડોલી પોલીસ પાસેથી જરૂરી પ્રમાણપત્ર મેળવ્યું અને સુરતની પ્રાદેશિક પાસપોર્ટ કચેરીમાં નવા પાસપોર્ટ માટે અરજી કરી દીધી. હકીકત એ હતી કે, તેમના અસલી પાસપોર્ટ તો રાજકોટની કોર્ટમાં સુરક્ષિત હતા. નવી ઓળખ અને નવા પાસપોર્ટ મળતા જ આ દંપતી કાયદાને અંગૂઠો બતાવી દુબઈ ઉપડી ગયું હતું. સાક્ષીની સતર્કતાથી ભાંડો ફૂટ્યો આ છેતરપિંડીનો પર્દાફાશ રાજકોટના એક જાગૃત સાક્ષીના કારણે થયો હતો. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસના એક સાક્ષીને બાતમી મળી હતી કે પાંભર દંપતી પાસપોર્ટ જમા હોવા છતાં વિદેશ ફરી આવ્યું છે. આ માહિતીના આધારે તેમણે રાજકોટ પોલીસમાં પુરાવા સાથે અરજી કરી હતી. રાજકોટ પોલીસે જ્યારે પાસપોર્ટ ઓફિસ અને ઈમિગ્રેશન વિભાગમાં તપાસ કરાવી ત્યારે ચોંકાવનારી વિગતો બહાર આવી કે, આ દંપતીએ ડિંડોલી પોલીસ સ્ટેશનના ખોટા રિપોર્ટના આધારે નવા પાસપોર્ટ મેળવ્યા છે. આ તપાસના અંતે 22 એપ્રિલ 2026ના રોજ ડિંડોલી પોલીસ મથકે BNS અને પાસપોર્ટ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. સુરતમાં પ્રોપર્ટી ડીલર તરીકે રહેતા હતા મુખ્ય આરોપી ઘનશ્યામ પાંભર કોઈ સામાન્ય ગુનેગાર નથી. પોલીસના જણાવ્યા અનુસાર, તેની સામે રાજકોટ અને સુરતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અગાઉ 5 થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જેમાં લેન્ડ ગ્રેબિંગ, શરીર સંબંધી ગુનાઓ અને મિલકત પચાવી પાડવાના કેસોનો સમાવેશ થાય છે. અગાઉ રાજકોટમાં 'ધનંજય ફા/નાન્સ' નામે કંપની ચલાવી લોકોના પૈસા ઓળવી ગયા બાદ છેલ્લા 2-3 વર્ષથી આ દંપતી સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતું હતું અને અહીં પ્રોપર્ટી ડીલર તરીકે વ્યવસાય કરતું હતું. તેમની પત્ની અસ્મિતાબેન પણ રાજકોટના આર્થિક ગુનાઓમાં સહ-આરોપી છે. દુબઈ પ્રવાસના પુરાવા મળ્યા, વધુ તપાસ તેજ ACP નિરવ ગોહિલે જણાવ્યું કે, હાલની પ્રાથમિક તપાસમાં દંપતી દુબઈ જઈ આવ્યું હોવાના પાકા પુરાવા મળી ગયા છે. જોકે, પોલીસને શંકા છે કે તેઓ અન્ય દેશોમાં પણ ગયા હોઈ શકે છે અથવા વિદેશમાં નાણાં સગેવગે કર્યા હોઈ શકે છે. હાલમાં બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસ કસ્ટડી મેળવવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે પાસપોર્ટ કઢાવવાની પ્રક્રિયામાં અન્ય કોઈ એજન્ટ કે સરકારી કર્મચારીની સંડોવણી છે કે કેમ. આ ધરપકડથી સુરત અને રાજકોટના બિલ્ડર લોબી અને ફાઇનાન્સરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    IPLમાં આજે RCB vs GT:બેંગલુરુએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી; સોલ્ટની જગ્યાએ બેથેલને તક મળી; ગુજરાતે બે ફેરફાર કર્યા
    Next Article
    વલસાડમાં રૂ.2.76 કરોડનો દારૂ જપ્ત, 2842ની અટકાયત:ચૂંટણી પહેલા શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસનું સઘન આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment