Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થાળી-વેલણ અને ઢોલ વગાડીને વિરોધ:રાજકોટનાં બજરંગવાડીમાં પ્રાથમિક સુવિધાનાં અભાવે સ્થાનિકોમાં ભારે રોષ, વોર્ડમાં ચાર પૈકી ત્રણ કોર્પોરેટરો પાસે મહત્વના હોદ્દાઓ હોવા છતાં વિકાસ નહીં થયાનો આરોપ

    8 hours ago

    રાજકોટ મહાપાલિકામાં સત્તાધારી પક્ષ ભાજપના ગઢ ગણાતા વિસ્તારોમાં જ હવે જનતાનો રોષ ફાટી નીકળ્યો છે. શહેરના વોર્ડ નંબર 2 માં સમાવિષ્ટ બજરંગવાડી વિસ્તારના રહીશોએ પ્રાથમિક સુવિધાઓના અભાવે મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક નેતાગીરી સામે મોરચો માંડ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે આ વોર્ડના 4 કોર્પોરેટરો પૈકી 3 કોર્પોરેટરો પાસે અત્યંત મહત્વના હોદ્દા હોવા છતાં સ્થાનિક પ્રશ્નો ઉકેલવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. જેને લઈને બજરંગવાડીની મહિલાઓ અને પુરુષોએ રસ્તા ઉપર ઉતરી થાળી-વેલણ અને ઢોલ વગાડીને બહેરા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે બજરંગવાડી વિસ્તારમાં રહેતી મહિલાઓએ અત્યંત આક્રોશ સાથે જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષથી આ વિસ્તારમાં પાણીની મુખ્ય પાઈપલાઈન બદલવામાં આવી નથી. લાંબા સમયથી પાઈપલાઈન જર્જરિત અને ક્ષતિગ્રસ્ત હોવાને કારણે રહીશોને દૂષિત પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં ઠેર-ઠેર ગંદકીના ઢગલા ખડકાયેલા છે અને રસ્તાઓ એટલા બિસ્માર છે કે વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે ધારાસભ્ય દર્શિતા શાહ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, પૂર્વ શાસક પક્ષ દંડક મનીષ રાડિયા અને મીનાબા જાડેજા જેવા માંધાતા નેતાઓ આ વોર્ડનું પ્રતિનિધિત્વ કરે છે. આટલી મજબૂત નેતાગીરી હોવા છતાં વિસ્તારના પાયાના પ્રશ્નો વર્ષોથી લટકેલા છે. ચૂંટણી સમયે મતો માંગવા આવતા નેતાઓ જીત્યા બાદ વિસ્તારની મુલાકાત લેવાની તસ્દી પણ લેતા નથી. વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા સ્થાનિક વેપારીઓએ પણ તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. અને જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સમસ્યા અત્યંત વિકટ છે. ગટરના ઉભરાતા પાણીને કારણે વેપાર-ધંધા પર અસર પડી રહી છે અને આ અંગે અનેકવાર રૂબરૂ રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. વધુમાં, આ વિસ્તાર અકસ્માત ઝોન તરીકે ઓળખાય છે, છતાં વાહનોની ગતિ મર્યાદિત કરવા માટે સ્પીડબ્રેકર બનાવવાની માંગ હજુ સુધી સ્વીકારાઈ નથી. અમે નિયમિતપણે મ્યુનિસિપલ ટેક્સ અને પાણી વેરો ભરપાઈ કરીએ છીએ, પરંતુ બદલામાં અમને માત્ર 20 મિનિટ પાણી આપવામાં આવે છે. પાણી પણ ઘણીવાર દૂષિત અને વાસ મારતું હોય છે. આમ જ્યારે પ્રજાના પ્રતિનિધિઓ જ સાંભળવા તૈયાર ન હોય ત્યારે રસ્તા પર ઉતરીને વિરોધ કરવો એ જ એકમાત્ર રસ્તો બચ્યો છે. રાજકોટના વોર્ડ નંબર 1, 2, 9 તેમજ 12માં પણ હાલ ભાજપના નેતાઓ સામે વિરોધનો વંટોળ ઉઠ્યો છે. આ એવા વોર્ડ છે જ્યાં ભાજપને સૌથી વધુ મત મળે છે. જો કે આ વખતે અમુક સોસાયટીમાં ભાજપના નેતાઓએ પ્રવેશ કરવો નહીં અને કામ નહીં તો વોટ નહીં સહિતના સૂત્રોચ્ચાર સાથે બેનરો લાગ્યા છે. મહિલાઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો આગામી દિવસોમાં રસ્તા, પાણી અને ગટર જેવા પાયાના પ્રશ્નો ઉકેલવામાં નહીં આવે, તો તેઓ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરશે અને આંદોલન વધુ તેજ બનાવશે. હાલ તો બજરંગવાડીના રહીશોએ ઢોલ-નગારા અને થાળી વગાડીને સત્તાધીશોને જગાડવા પ્રયાસ કર્યો છે, પરંતુ જો તંત્ર હજુ પણ ઊંઘમાં રહેશે તો આગામી દિવસોમાં રાજકીય પક્ષો માટે મુશ્કેલીઓ ઉભી થવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    South Korean prosecutors reject arrest warrant for Hybe chairman Bang Si-hyuk, asks police to build a stronger case
    Next Article
    ગાંધીનગર જિલ્લામાં 26 એપ્રિલે ચૂંટણીનો જંગ:જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક, ચૂંટણી પ્રક્રિયા, સ્ટાફની ફાળવણી અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment