Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મર્ચન્ટ નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં એક વર્ષમાં બીજી વિદ્યાર્થિનીનો આપઘાત:ગઈકાલે જ પરીક્ષા પૂર્ણ થઈ અને આજે પંખે લટકી ગઈ, મહેસાણા-વિસનગર રોડ પરની ઘટના

    14 hours ago

    મહેસાણા-વિસનગર રોડ પર આવેલી મર્ચન્ટ નર્સિંગ કોલેજમાં એક ઘટના સામે આવી છે.જેમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. આ બનાવને પગલે શિક્ષણ જગતમાં અને વિદ્યાર્થીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બીજી તરફ આ કરુણ બનાવની જાણ મૃતકના નવસારી રહેતા પરિવારજનોને કરવામાં આવતા પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે અને તાત્કાલિક મહેસાણા દોડી આવ્યા હતા. મૃતક વિદ્યાર્થીની અસ્મિતા પટેલ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રૂપાલા ગામની વતની હતી અને તે BSC નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. ઘટનાની વિગત મુજબ વિદ્યાર્થિની કોલેજની હોસ્ટેલમાં રૂમ નંબર A-208માં રહેતી હતી. નર્સિંગ કોલેજની પરીક્ષા ગઈકાલે જ પૂર્ણ થઈ હતી. જેના કારણે હોસ્ટેલના અન્ય વિદ્યાર્થીઓ પોતાના કામમાં વ્યસ્ત હતા અને રૂમમાં તે સમયે કોઈ હાજર નહોતું. આ તકનો લાભ લઈ વિદ્યાર્થીનીએ અગમ્ય કારણોસર રૂમમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી, 2025માં મર્ચન્ટ હોમિયોપેથી કોલેજની હોસ્ટેલમાં સુરેન્દ્રનગરના નગવાડાની 18 વર્ષીય શ્રીમાળી ઉર્વશી નામની વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં આપઘાત કર્યો હતો. આ કેસમાં મૃતકના પિતાએ પ્રોફેસરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાના આક્ષેપ કર્યા હતા. ત્યાર બાદ ચાર પ્રોફેસર સામે મહેસાણા તાલુકા પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી. સફાઈ કર્મીએ દરવાજો તોડીને જોયું તો યુવતી લટકતી હતી હોસ્ટેલનો સફાઈ કર્મીએ રૂમ સાફ કરવા માટે રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ અંદરથી કોઈ જવાબ મળ્યો ન હતો. જેથી શંકા જતાં દરવાજો તોડીને અંદર જોયું તો યુવતી ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. આ દ્રશ્ય જોઈને સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો હતો અને તુરંત જ કોલેજ સત્તાવાળાઓને જાણ કરવામાં આવી હતી. પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળની તપાસ કરીને મૃતદેહને નીચે ઉતાર્યો હતો. તેમજ આત્મહત્યાના કારણો જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હોસ્ટેલ સંચાલકોની પણ પૂછપરછ કરી છે: Dysp મહેસાણા Dysp મિલાપ પટેલે જણાવ્યું કે, તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘટનાસ્થળને કોર્ડન કરી ઇન્વેસ્ટીગેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ, દસ્તાવેજો, કોલેજના ચોપડા, નોટ્સ વગેરે કબજે કર્યું છે. દીકરીએ શા કારણે આ આત્યંતિક પગલું ભર્યું છે તેેનું કારણ જાણવા પોલીસ તપાસ હાથ ધરી છે. તેના માતા-પિતા અને તેના સગા-સંબંધીઓ સાથે પણ વાતચીત કરવામાં આવી છે. હોસ્ટેલ સંચાલકોની પણ પૂછપરછ કરવામાં આવી છે. અત્યારે કંઈ પણ કહેવું મુશ્કેલ છે. ------------ આ પણ વાંચો 2 માર્ચે અમદાવાદમાં મેડિકલ સ્ટુડન્ટે ગળેફાંસો ખાધો ગત 2 માર્ચ, 2026ના રોજ અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં SMS હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલી ડો. એમ.કે. શાહ મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં અભ્યાસ કરતા ચિંતન પરમાર નામના 26 વર્ષીય વિદ્યાર્થીએ સિલિંગ ફેન પર દોરી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.(વાંચો સંપૂર્ણ અહેવાલ) 20 એપ્રિલ, 2026ના રોજ ગાંધીનગરની સેક્ટર-15માં આવેલી અને વિદ્યાર્થીઓ માટે આશરો ગણાતી આંબેડકર હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા 21 વર્ષીય એન્જિનિયરિંગના વિધાર્થીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હતી. મૂળ અમરેલી જિલ્લાના કુકાવાવનો રહેવાસી 21 વર્ષીય રાજન નરેશભાઈ ધાંધલ ગાંધીનગરમાં રહીને એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. તે સેક્ટર-15 સ્થિત આંબેડકર હોસ્ટેલમાં રહેતો હતો.(વાંચો સંપૂર્ણ અહેવાલ) 22 એપ્રિલે જૂનાગઢની આંબેડકર હોસ્ટેલમાં ગેરકાયદે રહેતા યુવકની આત્મહત્યા 22 એપ્રિલ, 2026ના રોજ જૂનાગઢના રેલવે સ્ટેશન નજીક કેવડાવાડી વિસ્તારમાં આવેલી સરકારી 'ડો. ભીમરાવ આંબેડકર કુમાર છાત્રાલય'માં 26 વર્ષીય જયેશ ભીખુભાઈ સોલંકી નામના યુવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. મૃતક યુવાન છેલ્લા છાત્રાલયમાં કોઈ પણ સત્તાવાર પ્રવેશ (એડમિશન) વગર 'ગેસ્ટ' તરીકે રહેતો હતો.(વાંચો સંપૂર્ણ અહેવાલ)
    Click here to Read More
    Previous Article
    News Today Live Updates, 24 April | ‘The BJP has given Punjabis a shove’: Arvind Kejriwal, Bhagwant Mann react as Raghav Chadha leads major AAP split to join BJP
    Next Article
    AAP ઉમેદવાર પર ભડાકાનો ભાંડો ફુટ્યો:ગુજરાતમાં પ્રચાર પડઘમ શાંત, મતદાનના દિવસે તાપ તાંડવ મચાવશે, હવામાન વિભાગે નવું એલર્ટ આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment