Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં હવે પ્રચાર પડઘમ શાંત:જાહેર સભા, રેલી કરી શકાશે નહીં, ગૃપ્ત બેઠકો ને રાજકીય સોગઠાબાજીઓ ગોઠવાશે; મતદાન પહેલાં રાજકીય પાર્ટીઓ જોર લગાવી દેશે

    20 hours ago

    સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આવનારી ચૂંટણીને લઈને આજે સાંજે 6 વાગ્યાથી પ્રચાર પડઘમ સંપૂર્ણ રીતે શાંત થઈ ગયા હતા.આ સાથે જ મતદાન પહેલાંના 48 કલાક માટે આદર્શ આચારસંહિતાનો કડક અમલ શરૂ થઈ ગયો છે. રાજ્ય ચૂંટણી આયોગના નિર્દેશ મુજબ ઉમેદવારો અને રાજકીય પક્ષો હવે જાહેર સભાઓ, રેલીઓ તેમજ પ્રચાર-પ્રસારના તમામ સાધનોનો ઉપયોગ કરી શકશે નહીં. મતદારોને નિષ્પક્ષ અને દબાણમુક્ત વાતાવરણમાં મતદાન કરવાની તક મળે તે માટે આદર્શ આચારસંહિતા લાગું કરવામાં આવે છે. તે પહેલાં આજે પ્રચારના અંતિમ દિવસે રાજકીય પાર્ટીઓએ એડીચોટીનું જોર લગાવી દીધું હતું. જેમાં અમદાવાદમાં CM અને ભાજપ પ્રદેશ પ્રમુખે રોડ શો કર્યો હતો. તો સાંસદ મનોજ તિવારી અને ભાજપ નેતા અને એક્ટર હિતુ કનોડિયાએ પણ ભાજપનો પ્રચાર કર્યો હતો. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)એ પણ મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું હતું. સમગ્ર રાજ્યમાં ઠેર-ઠેર રેલીઓ અને સભાઓ યોજાઈ હતી. ચૂંટણી પંચે એજન્ટોની નિમણૂકમાં ગુનાહિત પ્રવૃતિ સાથે જોડાયેલા હોય તેવા એજન્ટોની નિમણૂક ન કરવાના પરિપત્રને રદ્દ કરી દીધો છે જેનો કોંગ્રેસે વિરોધ કર્યો હતો. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડાએ રાજ્ય ચૂંટણી પંચને લેખિત રજૂઆત કરી છે કે ચૂંટણીઓ યોજાય તે પહેલાં આ પરિપત્ર તાત્કાલિક પાછો ખેંચવામાં આવે, અન્યથા આ ચૂંટણી અન્યાયી અને અલોકતાંત્રિક ગણાશે. ડો. હેમાંગ વસાવડાએ ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે ગુજરાત ગુંડોઓના હવાલે થઈ ગયું છે અને ચૂંટણીનું ચીરહરણ થયું છે. હાર ભાળી ગયેલી ભાજપ ગુંડાઓના શરણે ગઈ છે. ‘પક્ષના ઝંડા પકડાવી બાળકોના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે’ ગીર સોમનાથના કોડીનાર તાલુકાના વેલણ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપના નેતાઓ અને શિક્ષણ મંત્રીએ નાના બાળકો અને વિદ્યાર્થીનો રાજકીય પ્રચારમાં દુરુપયોગ કરતા NSUIએ સખત વિરોધ પ્રદર્શન કર્યું હતું. જે હાથોમાં પુસ્તક હોવા જોઈએ ત્યાં પક્ષના ઝંડા પકડાવી બાળકોના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે.ચૂંટણી પંચ અને બાળ આયોગ આ મામલે તાત્કાલિક કડક પગલાં લે તેવી માગ NSUIએ કરી હતી. અમરાઇવાડી વોર્ડમાં સાંસદ મનોજ તિવારીની રેલી અમરાઈવાડીમાં ભાજપના ઉમેદવારની રેલી યોજાઈ છે. દિલ્હીના ભાજપના સાંસદ મનોજ તિવારી આ રેલીમાં જોડાયા છે. અમરાઈવાડી વોર્ડમાં કોંગ્રેસની એક સીટ છે જ્યારે ત્રણ ભાજપની છે ત્યારે અમરાઈવાડી વોર્ડમાં આખી પેનલને જીતાડવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે. અમરાઈવાડી વોર્ડમાં વધુ મતદારો હિન્દીભાષી હોવાથી ભાજપના સાંસદ મનોજ તિવારીને રેલી માટે બોલાવવામાં આવ્યા છે. ગુજરાત ભાજપનું ગુલામ નથી: મનીષ સિસોદિયા રાજકોટની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ સત્તાધારી પક્ષ ભાજપ પર આકરા પ્રહારો કરી રાજકીય માહોલ ગરમાવી દીધો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ગુજરાત અને રાજકોટની જનતા ભાજપની ગુલામ નથી. હવાલાકાંડમાં ભાજપના નેતાઓ સામેલ હોવાનો વળતો પ્રહાર કરીને આખા દિવસના સીસીટીવી જાહેર કરવા પડકાર પણ ફેંક્યો હતો. સાથે જ સામાન્ય જનતા ભાજપથી ત્રાસી ગઈ હોવાનું જણાવી આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી પૂર્ણ બહુમત સાથે સત્તા હાંસલ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વરાછામાં 'આપ'ને મોટો ઝટકો મોટા વરાછાના નિર્મળનગર ખાતે આમ આદમી પાર્ટીના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે. 'આપ'ના અનેક સમર્થકોએ પાર્ટીનો સાથ છોડી વિધિવત રીતે ભાજપનો ભગવો ધારણ કરી લેતા રાજકીય સમીકરણો બદલાયા છે. ખાસ કરીને અલ્પેશ કથીરિયાના હસ્તે આ કાર્યકરોએ કેસરીયો ખેસ ધારણ કર્યો હતો, જે આ વિસ્તારમાં 'આપ' માટે મોટો ફટકો માનવામાં આવે છે. વરાછા, લસકાના અને સરથાણા વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ભાજપમાં જોડાયા છે, એટલું જ નહીં, સ્થાનિકોએ ‘વરાછાવાસીઓ આપ કે કોંગ્રેસને મત નહીં આપે’ તેવા બેનરો લગાવી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો છે. ‘અડધી રાત્રે તકલીફ હોય તો બંગલે આવતા આવજો,હું બેઠો છું’ ભાવનગરમાં ભાજપના દિગ્ગજ નેતા અને મંત્રી પરસોત્તમ સોલંકીની અધ્યક્ષતામાં ‘વિજય વિશ્વાસ બેઠક’ યોજાઈ હતી. આ સભામાં સોલંકીએ પોતાના આગવા અંદાજમાં કાર્યકરો અને મતદારોને સંબોધતા મજબૂતાઈથી ભાજપની તરફેણમાં મતદાન કરવા આહ્વાન કર્યું હતું. સભાને સંબોધતા પરસોત્તમ સોલંકીએ ભાવનાત્મક કાર્ડ રમતા જણાવ્યું હતું કે, તમે બધા સમજો છો, ભાજપ સામે કોઈ નહીં આવે. મજબૂત રહેજો, હું 28 તારીખ સુધી અહીં જ છું. બહેનો-દીકરીઓને ખાસ કહેવાનું કે તમારો ભાઈ, તમારો વીરો અહીં બેઠો છે. સુખ-શાંતિથી જીવો અને જો કોઈ તકલીફ આવે તો તમારો હાવજ બેઠો છે, અડધી રાત્રે મારે બંગલે વયા આવજો. તેમણે કાર્યકરોને ટકોર કરતા કહ્યું કે, આટલામાં તમે બધું સમજી જાઓ કે હું શું કહેવા માંગુ છું. વાઘોડિયામાં MLA અને ભાજપ નેતા વચ્ચે મોરેમોરો વડોદરા જિલ્લા ભાજપના પ્રભારી ઋત્વિજ પટેલ વાઘોડિયામાં પ્રચાર માટે પહોંચ્યા હતા. જ્યાં ભાજપના વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, પ્રોપેગન્ડા ચલાવનારને ખુલ્લી ધમકી આપું છું, વાઘોડિયાનું વાતાવરણ બગાડવાનો પ્રયત્ન ન કરતા, ચૂંટણી પછી તમે છો અને હું છું. તો સામે પક્ષે ભાજપના નિલેશ પુરાણીએ વીડિયો જાહેર કરીને કહ્યું કે, ધર્મેન્દ્રસિંહ વાઘેલા ડામર ચોર, ઓઈલ ચોર અને ભૂમાફિયો છે. ધર્મેન્દ્રસિંહ તંત્ર પર હાવી થઈને લોકશાહીના લીરેલીરા ઉડાવે છે. મારી પાર્ટીની સીટ 400ના બદલે 250 આવા લોકોને કારણે આવી છે. પાર્ટી ન્યાય કરીને આવા લોકોનું સ્થાન ચોક્કસ બતાવશે, તેવી મને આશા છે. ‘પૈસા આપીને ટિકિટ મળતી હોય તો વ્યાજે રૂપિયા લાવીને આપત’ ​જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના રાજકારણમાં આંતરિક વિખવાદ જોવા મળ્યો હતો. કેશોદ શહેર ભાજપ સંગઠન સાથે વર્ષોથી જોડાયેલી અને પક્ષને વફાદાર રહેલી મહિલા નેતાઓએ જિલ્લા પ્રમુખ ચંદુ મકવાણા સામે મોરચો માંડ્યો છે. કારણ કે પ્રદેશ કક્ષાએથી કેશોદ નગરપાલિકાની ચૂંટણીમાં આ મહિલાઓની ઉમેદવારી માટે નામોની જાહેરાત કરવામાં આવી હતી તે લિસ્ટમાં આ ત્રણેય મહિલાઓના નામ હતા, પરંતુ જિલ્લા કક્ષાએથી આ ત્રણેય મહિલાઓના નામ કાઢી નાખવામાં આવ્યા હતા. જેન લઈ આ મહિલા હોદ્દેદારોમાં ભારે અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે. તેઓનો મુખ્ય આક્ષેપ છે કે પક્ષમાં વર્ષોથી સેવા આપનાર કાર્યકરોની અવગણના કરીને, જેઓ ક્યારેય સક્રિય નહોતા તેવા લોકોને નાણાકીય લેવડ-દેવડના આધારે ટિકિટો વહેંચવામાં આવી છે. વડોદરાના બીલ ગામમાં ભાજપના કાર્યકરોનો વિરોધ થતાં બબાલ વડોદરાના બીલ ગામમાં ભાજપના કાર્યકરો રેલી લઈ પહોંચતા સ્થાનિકોએ વિરોધ કરતા બબાલ થઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. ‘તને ઘરેથી ઉચકી જઈશું અને AIથી ગંદા વીડિયો બનાવી વાઇરલ કરીશું’ સુરત મહાનગપાલિકાની ચૂંટણી પૂર્વે જ સુરતનું રાજકારણ ગંદું બનતું જઈ રહ્યું છે. વોર્ડ નંબર 11ના આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવાર ડોનિકા પટેલે એક વીડિયો જાહેર કરી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પર અત્યંત ગંભીર અને ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. મોનિકા પટેલે રડતા રડતા જણાવ્યું હતું કે, તેમને અને તેમના પરિવારને માનસિક ત્રાસ આપી પ્રચાર ન કરવા માટે ધમકાવવામાં આવી રહ્યા છે. ડોનિકા પટેલે રડતા રડતા આક્ષેપ કર્યો છે કે છેલ્લા બે-ત્રણ દિવસથી મને ભારતીય જનતા પાર્ટીના લોકો ફોન કરે છે, અડાજણની ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા મને ફોન પર ધમકીઓ આપવામાં આવે છે. મારી મમ્મીને ફોન કરે છે, તેઓ મારી મમ્મીને ધમકાવે છે કે તમારી છોકરીને કહો પ્રચારમાં બહાર ના નીકળે. મને ફોન કરીને તેઓ જણાવે છે કે તું પ્રચારમાં બહાર ના નીકળતી, નહીં તો તને ઉચકી લઇશું, તારા AI વિડીયો બનાવીને અમે વાઇરલ કરીશું, તારા બધા જ ફોટો-વિડીયો અમારી પાસે છે. ‘ગ્રાન્ટમાંથી બાંકડા નથી મુકાવવા, જનતાની જરૂરિયાતો પૂર્ણ કરવી છે’ રાજકોટ વોર્ડ નંબર 10ના કોંગ્રેસના મહિલા ઉમેદવાર RJ આભાએ મતદારોને અપીલ કરતા કહ્યું કે મારે મારી ગ્રાન્ટમાંથી બાંકડા નથી મુકાવવા. મારે જનતાની સાચી જરૂરિયાતો પૂર્ણ કરવી છે. હું મારી ગ્રાન્ટનો એક-એક રૂપિયાનો હિસાબ મારા વિસ્તારની જનતાને આપીશ. મારા ઘરના દરવાજા કાયમ માટે વિસ્તારના લોકો માટે ખુલ્લા રહેશે. જરૂર પડ્યે RMCમાં અવાજ ઉઠાવીશ, જરૂર પડ્યે રાજકીય પક્ષ સામે અવાજ ઉઠાવીશ અને જરૂર પડ્યે મારી પાર્ટીમાં પણ અવાજ ઉઠાવીશ. આ વખતે હાથ બદલશે હાલાતના સૂત્ર સાથે જનતા પાસે વોટની માંગણી કરી સોશિયલ મીડિયા મારફત મતદારો પાસે મતની અપીલ કરી છે. દિવસભરની પળેપળની અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થઈ જાવ
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજની ચૂંટણી:એસ.પી. નિતેશ પાંડેએ સંવેદનશીલ મતદાન મથકોનું નિરીક્ષણ કર્યું, અમદાવાદ-બોટાદ માર્ગ પર 8 ચેકપોસ્ટ ઉભી કરાઇ
    Next Article
    Parshottam Solanki | ભાવનગરમાં પુરુષોતમ સોલંકીનો હુંકાર | Sthanik Swaraj Election | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment