Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'કોઈ કચરો ઉપાડવા આવતું નથી, દારૂ પીવે, બોટલો ફેંકે છે':ત્રણ માળ ધ્વસ્ત થયાના દોઢ વર્ષ થયા છતાં કાટમાળ યથાવત, ઉતરકૃષ્ણનગર રુવા વોર્ડના મતદારોમાં રોષ

    2 days ago

    ભાવનગર મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 એપ્રિલના છે. ત્યારે વોર્ડ નં. 5(ઉતરકૃષ્ણનગર રૂવા) જે કોંગ્રેસનો ગઢ કહેવાય છે. જેમાં સ્થાનિકોની મૂળભૂત સુવિધાઓના અભાવે આક્રોશ જોવા મળી રહ્યો છે. વોર્ડ નં. 5માં ગત ટર્મમાં કોંગ્રેસના ચાર ઉમેદવારે જીત મેળવી હતી. જ્યારે દિવ્ય ભાસ્કરની ટીમે આ વોર્ડના વિસ્તારોમાં ગ્રાઉન્ડ રિઆલિટી જાણવા પહોંચી હતી. જેમાં જાણવા મળ્યું કે, મતદારો રોડ રસ્તા, ગટર, ગંદકી, અનિયમિત સફાઈ તેમજ ડ્રેનેજ યુક્ત પાણી જેવી પાયાકીય સમસ્યાઓથી સ્થાનિક મતદારો પીડાઈ રહ્યા છે, જ્યારે ભાજપ અને કોંગ્રેસના પ્રતિનિધિઓ વિકાસના દાવા અને આક્ષેપબાજીમાં વ્યસ્ત છે. 'કોઈ કચરો ઉપાડવા આવતુ નથી, દારૂ પીવે છે, બોટલો ફેંકે છે' સ્થાનિક વસંતબેન ચૌહાણએ જણાવ્યું હતું કે, અહીં હાઉસીંગ બોર્ડની ત્રણ માળિયાની સામે 32 નંબરની સામે હાઉસીંગ બોર્ડ પાડી દીધા છે. હજુ સુધી કોઈ કચરો ઉપાડવા આવ્યું નથી. અહીં બધા જુગાર રમે છે, સામે ઊભા-ઊભા શોચક્રીયા કરે છે, પછી દારૂ પીવે છે, બોટલો ફેંકે છે, કોઈ ધ્યાન દેતું નથી. કોર્પોરેટરને, ઘરની પાછળ જ છે આ બધી સમસ્યાઓ, તો એનો હલ હજી આવ્યો નથી. કોર્પોરેટરને રજૂઆત કરી તો તેઓ ધ્યાન દેતા નથી. આ બધું ઉપાડે પછી જ મત દેવા જવાનું છે, ત્યાં સુધી ક્યાંય જવાનું નથી થતું. ગટરનો પ્રોબ્લેમ ને ગંદકીનો ગંજથી સ્થાનિકોમાં રોષ સ્થાનિક મહિલા સરસ્વતીબેન તન્નાએ જણાવ્યું હતું કે, અમારે ગટરનો બહુ પ્રોબ્લેમ છે. અમે કેટલીવાર જીતુભાઈ સોલંકીને કહેવા ગયા પણ એ કોઈ દિવસ સમસ્યાનું નિરાકરણ લાવતા જ નથી. અમને અહીંયા 40થી 50 વર્ષ થઈ ગયા, અમે ગમે ત્યારે જઈએ તો અમારી ગટર કોઈ સાફ કરવા આવતું નથી. પાછળ જોવો તો ગંદી નકરી ગંદકી છે અને બધા જુના અમારા મકાનની પાછળ નકરા મકાન કરીને કરીને બેસી ગયા છે પણ તોય અમારે કોઈ નિકાલ નથી થતો અમારો. અમને ગમે એમ કરીને સમસ્યાઓનું નિવારણ કરો તો જ અમે મત દેવામાં આવશું, નહિતર અમે મત દેવા કોઈને જવાના નથી. મ્યુનિસિપાલિટીમાં ગટરની સમસ્યા લખાવવા જઈએ છીએ, આજે આવશું, કાલે આવશું અને કોઈ જવાબ આપતું નથી. અત્યારે પણ હાલમાં પણ અમારી ગટર ભરાયેલી છે. એનો કાંઈ નિકાલ કરો તો જ અમે તમને મત આપશું નહિતર અમે નહીં આપીએ. 'અમારે આ વખતે કોઈને મત આપવાનો જ નથી' પ્રેમિલાબેને વધુમાં કહ્યું કે, અધિકારીઓ બે-ત્રણ વાર આવી-આવીને જોઈ ગયા છે પણ કાંઈ એનો ઈલાજ કરતા નથી. બસ આ આવી રીતે આવીને જોઈને વયા જાય છે, આમાં 'આ કરશું, આ કરશું' એમ કહે છે પણ કાંઈ એ લોકો કરતા નથી. અમારે આ વખતે કોઈને મત આપવાનો જ નથી. અત્યારે ગટર લાઈનનું ઉભરાઈ ગઈ છે, પાણી ખરાબ આવે છે, અત્યારે ઝાડા-ઉલટી બધાને ઘરે-ઘરે બધા બીમાર છે. રોડ પણ ખરાબ કરી નાખ્યા છે. બ્લોક પણ વર્ષ દીવસથી ખોલીને મૂક્યા છે, બ્લોકેય નાખવા આવતા નથી. નાખી જશું, નાખી જશું એમ કહે છે, પણ કોઈ નાખવા આવતા નથી અને નવાને બદલે જુના બ્લોક નાખીને જાય છે. કોર્પોરેટરનું જે મકાન છે, ત્યાં એ લોકોએ નવા બ્લોક નાખી દીધા અને ત્યાં બધું સુધારો કરી નાખ્યો છે. 'કોઈ પણ સત્તાધીશોએ આની ઉપર કાંઈ ધ્યાન દીધું નથી' સ્થાનિક રમણિકભાઈ ચૌહાણે કહ્યું કે, અમારા વિસ્તારની બાજુમાં આવેલા ત્રણ માળિયા દોઢેક વર્ષ પહેલા પાડેલા છે. આજ સુધીમાં એનો કાટમાળ લેવામાં આવ્યો નથી. કોઈ પણ સત્તાધીશોએ આની ઉપર કાંઈ ધ્યાન દીધું નથી. એવી જ રીતે જ્યારે પાઈપલાઈનની વાત હતી ત્યારે પાઈપલાઈન ખોદીને ગયા છે, તો આજની તારીખ સુધીમાં હજી એનું કામકાજ પૂરું કર્યું નથી. એટલે આ વિસ્તારની સમસ્યા ઘણી બધી છે, અન્ય સમસ્યા પાણીની છે, ગટર છે. ઘણા બધા પ્રોબ્લેમ છે. પાણીનું ભળી ગયેલું આવે, ગંદું પાણી આવે છે. 'ડ્રેનેજનું પાણી પીવાના પાણી સાથે ભળી જાય છે' આ અંગે સ્થાનિક નાનજીભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, અમારા અહીં ત્રિકોણ રસ્તો જે અહીંયાથી ચાર રસ્તા સુધી બધું પાણી સવારમાં પુષ્કળ ભરાઈ જાય છે. અત્યારે અમારા વિસ્તારમાં રોગચાળો ઘણો ફાટી નીકળ્યો છે. અમારે કોઈ પક્ષની સાથે કોઈ લેવા દેવા નથી જે કોઈપણ આવે અમારી સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી અમે વિનંતી કરીએ છીએ. અમારી સમસ્યાનો નિકાલ કરવા માંગતા હોય તેવા સારા ઉમેદવારોને લોકોને અમે મત આપવા માગીએ છીએ. 'રૂવા ગામમાં પણ લગભગ 30 કરોડના કામ કર્યા' ​આ અંગે કોંગ્રેસ ઉમેદવાર ભરતભાઈ ભૂતેલિયા જણાવ્યું હતું કે, આનંદનગરના હાઉસિંગ બોર્ડની કોલોની હતી, પહેલા કોઈપણ રોડની સુવિધા નહોતી. આવીને તરત જ આખા આનંદનગરમાં રોડના કામ કર્યા હતાં. ક્રમવાઈઝ વિસ્તાર પણ અમારો મોટો હતો ત્યારે પણ કોઈ ખાંચા-ગલી બાકી રહેવા નહોતી દીધી. મોટી જે સ્કૂલ બની એમાં પણ અમારી માંગણી મુજબ સ્કૂલો પણ ભૂતકાળમાં મેં બનાવી છે. ભૂતેલિયાએ વધુમા જણાવ્યું હતું કે, રૂવા ગામમાં પણ લગભગ 30 એક કરોડ રૂપિયા વાપર્યા. ડ્રેનેજની લાઈન, પાણીની લાઈન, લાઈટો, ખૂબ જ કામ કર્યા છે. કોઈ વિસ્તાર એવો બાકી નહીં હોય કે ત્યાં મેં પેવિંગ બ્લોકથી લઈને રોડના કામ ન કર્યા હોય. પાણીની લાઈનો અપગ્રેડ કરાવી, ખાસ મારી આનંદનગર જે છે તે ડ્રેનેજની લાઈનો અપગ્રેડ કરાવી. 'ઓવરહેડ ટેન્ક મારા વિસ્તારમાં બનાવી' વધુમાં જણાવ્યું કે, અમારે પાણીનો પ્રોબ્લેમ ભૂતકાળમાં ખૂબ જ હતો. મારી ઓવરહેડ ટેન્કની મારી માંગણી સંતોષાઈ છે, આજે કામ લગભગ પૂરું થવા આવ્યું છે. મહત્વના કામ ગણીએ તો, એ ઓવરહેડ ટેન્ક મારી જે સારામાં સારું કામ જે મેં જે ધાર્યું હતું એ ઓવરહેડ ટેન્ક મારા વિસ્તારમાં બની. બીજી અમે પ્રભુદાસ તળાવ બનાવડાવી, આખા આનંદનગરમાં પાણીની જે પ્રોબ્લેમ છે ભવિષ્યમાં, થોડો ઘણો જે પ્રોબ્લેમ છે હાઈટના હિસાબે, અમારે હાઈટ ઉપરથી હોવાના કારણે તો એ પણ પ્રોબ્લેમ સોલ્વ અમે કર્યો છે.એટલે લગભગ 100 એ 100% કામ મેં આ વિસ્તારના પૂરા કર્યા છે. 'કોંગ્રેસના કોર્પોરેટરોએ કામ કર્યા નથી' આ અંગે નલિન પટેલ BJPના વર્ષ 2021ના ઉમેદવારે જણાવ્યું હતું કે, છેલ્લા 35 વર્ષથી અહીંયા કોંગ્રેસની પેનલો જીતી રહી છે. અહીંયા કોંગ્રેસનો દબદબો ખૂબ છે, પણ અનુસૂચિત જાતિ વિસ્તારો છે, દાખલા તરીકે મફતનગરની મગનની ખાણ, ત્યાં પણ છેલ્લા 35 વર્ષથી એવું કહેવામાં આવેલું છે મતદારોને કે આ મગરની ખાણ પૂરવામાં આવશે. તેમ છતાં કામ થયા નથી. કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા કામ કરવામાં આવેલા નથી. તેને વધુમાં કહ્યું હતું કે, પ્રાથમિક નળ, ગટર, ટ્યુબલાઈટ, પાણીથી માંડી અને જે પ્રાણ પ્રશ્નો છે, જે વિકાસના કામો જે થવા જોઈએ એ થયા નથી. ​સરપંચથી લઈને દિલ્હી સુધી જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, ત્યારે મતદારોનો પણ મિજાજ એવું આ વખતે કહી રહ્યો છે કે ઉત્તર કૃષ્ણનગરમાં સરકારની સાથે રહી અને ભારતીય જનતા પાર્ટીના ચારે-ચાર ઉમેદવારોને જવલંત વિજય તરફ દોરી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં મૈત્રી કરારના સંબંધનો કરુણ અંત:ચારિત્ર્ય પર શંકા અને પ્રેમીના માનસિક ત્રાસથી કંટાળી મહારાષ્ટ્રની યુવતીએ વરાછામાં ગળેફાંસો ખાધો, પ્રેમીની ધરપકડ
    Next Article
    લૂંટ અને વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો:ખિસકોલી સર્કલ પાસે એક્ટિવા રોકીને યુવક પાસેથી મોબાઇલ અને રોકડની લૂંટ કરનાર 4 શખસોની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment