Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છેલ્લી ઘડીએ ડોર-ટુ-ડોર પ્રચાર તેજ બન્યો:ઉત્તર સરદારનગર વોર્ડમાં કોંગ્રેસના ભ્રષ્ટાચારના આક્ષેપો સામે ભાજપનો 'વિકાસ'નો દાવો

    2 days ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના આજે અંતિમ દિવસે ઉત્તર સરદારનગર વોર્ડમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ જોવા મળ્યો હતો. એકતરફ કોંગ્રેસે શાસક પક્ષ પર ભ્રષ્ટાચાર અને પાયાની સુવિધાઓના અભાવના ગંભીર આક્ષેપો કર્યા છે. તો બીજી તરફ ભાજપે આ વોર્ડને પોતાનો ગઢ ગણાવી વિકાસ કાર્યોના જોરે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. લોકો અશિક્ષિત રહે તેવું શાસકો ઈચ્છી રહ્યા છેઃ જયેશ બારૈયા ​કોંગ્રેસના ઉમેદવાર અને એડવોકેટ જયેશ બારૈયાએ શાસક પક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 15-20 દિવસના પ્રચાર દરમિયાન જનતાની વેદના સામે આવી છે. તેમના મુખ્ય મુદ્દાઓ વોર્ડમાં ગટર અને પાઈપલાઈનના કામોમાં ભારે ભ્રષ્ટાચાર થયો છે. એક જ જગ્યાએ વારંવાર ખોદકામ કરીને જનતાના પૈસાનો વેડફાટ કરવામાં આવ્યો છે. વોર્ડમાં ધોરણ 9થી 12 માટે એક પણ સરકારી શાળા, લાઈબ્રેરી કે રમતગમતના મેદાન નથી. લોકો શિક્ષિત ન બને તેવું શાસકો ઈચ્છી રહ્યા છે. કરોડોના ખર્ચે બનેલા કોમ્યુનિટી હોલ શોભાના ગાંઠિયા સમાન છે. આવાસ યોજનાની દુકાનો વર્ષોથી વેચાઈ નથી અને બગીચાઓના નામે લાખોનું કૌભાંડ થયું છે. જયેશએ આક્ષેપ કર્યો કે, ભાજપના કોર્પોરેટરો હવે જનસેવક મટીને 'કોન્ટ્રાક્ટર' બની ગયા છે, તેમણે જનતાને આ વખતે પરિવર્તન લાવી શિક્ષિત અને યુવા ઉમેદવારોને તક આપવા અપીલ કરી છે. કોંગ્રેસની માનસિકતા જ પછાત છેઃ કિશન મહેતા ત્યારે ભાજપના ઉમેદવાર કિશન મહેતાએ પલટવાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસની માનસિકતા પછાત છે, અમારે ત્યાં વિકાસ બોલે છે. 1995થી આ વોર્ડ ભાજપનો ગઢ રહ્યો છે અને જનતાનો પ્રતિસાદ અભૂતપૂર્વ છે. નાનામાં નાના વિસ્તારમાં RCC રોડ અને બ્લોક પેવિંગના કામો પૂર્ણ થઈ ગયા છે. પાણી અને અન્ય પાયાની સમસ્યાઓનો નિકાલ અગાઉના કોર્પોરેટરોએ કરી દીધો છે. તેમણે ઉમેર્યું કે કોંગ્રેસની માનસિકતા જ પછાત છે, જેના કારણે તેમને થતો વિકાસ દેખાતો નથી. ભાજપના શાસનમાં જનતા સુખી છે અને પ્રચાર દરમિયાન જે રીતે સ્વાગત થઈ રહ્યું છે તે વિજય સરઘસ જેવો અહેસાસ અપાવે છે. ​એક બાજુ કોંગ્રેસ 'પરિવર્તન' અને 'શિક્ષિત પ્રતિનિધિ'ના મુદ્દે ચૂંટણી મેદાનમાં છે. તો બીજી તરફ ભાજપ પોતાના જૂના 'ગઢ'ને સાચવી રાખવા 'વિકાસ'ના મુદ્દે મક્કમ છે. હવે જોવાનું એ રહેશે કે ઉત્તર સરદારનગરની જનતા 'કોન્ટ્રાક્ટર'ના આક્ષેપો પર મહોર મારે છે કે 'વિકાસ'ના દાવા પર વિશ્વાસ મૂકે છે.
    Click here to Read More
    Previous Article
    નર્મદામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, 26 એપ્રિલે મતદાન:22 જિલ્લા પંચાયત, 102 તાલુકા પંચાયત બેઠકો; 28 એપ્રિલે મતગણતરી
    Next Article
    પંચમહાલમાં સ્થાનિક ચૂંટણી: કલેક્ટર દહિયાએ પત્રકાર પરિષદ યોજી:વહીવટી તંત્ર સક્રિય, મતદાન જાગૃતિ પર ભાર મૂક્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment