Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, 26 એપ્રિલે મતદાન:22 જિલ્લા પંચાયત, 102 તાલુકા પંચાયત બેઠકો; 28 એપ્રિલે મતગણતરી

    2 days ago

    રાજપીપલા: નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને રાજપીપલા નગરપાલિકાની ચૂંટણી માટે આગામી 26 એપ્રિલે મતદાન યોજાશે. મતગણતરી 28 એપ્રિલે હાથ ધરાશે. આ અંગે વિગતવાર માહિતી આપવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. પત્રકાર પરિષદમાં જિલ્લા ચૂંટણી અધિકારી એસ.કે. મોદીએ જણાવ્યું કે, નર્મદા જિલ્લા પંચાયતની કુલ 22 બેઠકો પર ચૂંટણી થશે. આ ઉપરાંત, નાંદોદ તાલુકાની 18, તિલકવાડાની 16, ગરૂડેશ્વરની 16, દેડિયાપાડાની 18, ચીકદાની 16 અને સાગબારા તાલુકાની 18 એમ કુલ 102 તાલુકા પંચાયત બેઠકો પર પણ મતદાન થશે. રાજપીપલા નગરપાલિકાના 7 વોર્ડની 26 બેઠકો માટે પણ ચૂંટણી યોજાશે. નર્મદા જિલ્લામાં રાજપીપલા નગરપાલિકા માટે કુલ 24,058 મતદારો નોંધાયા છે, જેમાં 11,884 પુરુષ, 12,873 સ્ત્રી અને 1 અન્ય મતદારનો સમાવેશ થાય છે. પંચાયત ચૂંટણીઓ માટે કુલ 4,15,704 મતદારો મતદાન કરશે, જેમાં 2,09,943 પુરુષ, 2,05,758 સ્ત્રી અને 3 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. રાજપીપલા નગરપાલિકા ચૂંટણી માટે 29 મતદાન મથકો અને જિલ્લા/તાલુકા પંચાયત ચૂંટણી માટે 607 મતદાન મથકો નિયત કરવામાં આવ્યા છે. આમ, જિલ્લામાં કુલ 636 મતદાન મથકો પર ચૂંટણી યોજાશે. આ માટે કુલ 3650 કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ વિભાગના 1762 જવાનો ફરજ બજાવશે. પોલીસ વિભાગ દ્વારા 54 રૂટ પર સતત પેટ્રોલિંગ પણ હાથ ધરાશે. જિલ્લા/તાલુકા પંચાયત મતદાર મંડળ માટે કુલ 1498 બેલેટ યુનિટ અને 1498 કંટ્રોલ યુનિટ ફાળવવામાં આવ્યા છે. જ્યારે નગરપાલિકા મતદાર મંડળ માટે 53 બેલેટ યુનિટ અને 45 કંટ્રોલ યુનિટ ઉપલબ્ધ કરાવાયા છે. મતગણતરી માટે રાજપીપલામાં કિચન હોલ, આદર્શ નિવાસી કુમાર શાળા; નાંદોદમાં આનંદ ભવન છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય વડિયા; તિલકવાડામાં રાધાબા હોલ, કે.એમ. શાહ હાઈસ્કૂલ; ગરૂડેશ્વરમાં તાલુકા સેવા સદન, બીજો નાળ, હોલ નં-1; દેડિયાપાડામાં મામલતદાર કચેરી, આદર્શ નિવાસી શાળા; સાગબારામાં સરકારી વિનયન કોલેજ અને ચીકદામાં આશ્રમ શાળા રેલ્વા ખાતે ડિસ્પેચિંગ, રિસીવિંગ અને મતગણતરીની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ સ્થાનિક નાગરિકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને અવશ્ય મતદાન કરવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    તાપીમાં લોકસભા ચૂંટણી માટે 2200થી વધુ જવાનો તહેનાત:77 બોડીવોર્ન કેમેરા સાથે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ
    Next Article
    છેલ્લી ઘડીએ ડોર-ટુ-ડોર પ્રચાર તેજ બન્યો:ઉત્તર સરદારનગર વોર્ડમાં કોંગ્રેસના ભ્રષ્ટાચારના આક્ષેપો સામે ભાજપનો 'વિકાસ'નો દાવો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment