Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસ અને ભાજપનો અંતિમ તબક્કામાં ઝંઝાવતો પ્રચાર:ભાજપની જન સમર્થન પદયાત્રા સામે કોંગ્રેસે બાઈક રેલી યોજી મતદારોને રીઝવવા પ્રયાસ

    9 hours ago

    આજે ભાવનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં પ્રચારના અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ એડીચોટીનું જોર લગાવી ઝંઝાવતી પ્રચાર કર્યો હતો, એક તરફ છેલ્લા 30 વર્ષથી સત્તામાં રહેલ ભાજપે ફરી સાતમી વખત જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, તો બીજી તરફ કોંગ્રેસે પણ સત્તા પરત મેળવવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આજે કોંગ્રેસ વોર્ડ વાઈઝ બાઈક રેલી યોજાઈ હતી, ઉમેદવારો દ્વારા પોતાના વોર્ડમાં મતદારો સાથે રૂબરૂ મુલાકાતો કરી અંતિમ પ્રયાસો તેજ બનાવાયા હતા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ હોય રાજકીય પક્ષો દ્વારા પ્રચારમાં પૂરો જોર લગાવવામાં આવ્યો હતો, કોંગ્રેસના ઉમેદવારો પોતાના વોર્ડમાં ઘરેઘરે જઈને મતદારોને મળ્યા હતા અને સમર્થન માગ્યું હતું. કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો હતો કે લોકો ભ્રષ્ટાચાર અને ધર્મના નામે થતી રાજનીતિથી કંટાળી ગયા છે અને આ વખતે પરિવર્તન તરફ વળશે. ભાવનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસ ભવ્ય જીત મેળવી સત્તા પરત લાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી, બીજી તરફ ભાજપ દ્વારા પણ પ્રચારના અંતિમ દિવસે મોતીબાગ ટાઉનહોલથી ભવ્ય જનસમર્થન પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય સેજલબેન, શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળેલી આ પદયાત્રા દરમિયાન ભાજપે વિકાસના મુદ્દે ફરી એકવાર જનસમર્થન માગ્યું અને તમામ ઉમેદવારોને વિજયી બનાવવાની અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    લ્યો બોલો! હવે ST બસમાં દારૂની હેરાફેરી:મધ્યપ્રદેશના મહિલા સહિત 3ની દારૂના જથ્થા સાથે ધરપડક
    Next Article
    Mamata Banerjee's "I Will Take Over Delhi" Remark Amuses Amit Shah

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment