Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘ગુજરાત ગુંડોઓના હવાલે થઈ ગયું, ચૂંટણીનું ચીરહરણ થયું’:‘ચૂંટણી મથકમાં અપરાધીઓ એજન્ટ તરીકે બેસી શકશે’; મતદાન એજન્ટની નિમણૂકના પરિપત્રને લઇને કોંગ્રેસનો વિરોધ

    2 days ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પ્રચારનો આજે આખરી દિવસ છે. પ્રચારના પડઘમ શાંત થશે, ત્યારે આજે તમામ રાજકીય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં ઠેર-ઠેર રેલીઓ અને સભાઓ યોજાઈ રહી છે. ગુજરાત ગુંડોઓના હવાલે થઈ ગયું છે અને ચૂંટણીનું ચીરહરણ થયું છે. હાર ભાળી ગયેલી ભાજપ ગુંડાઓના શરણે ગઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન એજન્ટની નિમણૂકના પરિપત્રને લઇને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. ચૂંટણી પંચે એજન્ટોની નિમણૂકમાં ગુનાહિત પ્રવૃતિ સાથે જોડાયેલા હોય તેવા એજન્ટોની નિમણૂક ન કરવાના પરિપત્રને રદ્દ કરી દીધો છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડાએ રાજ્ય ચૂંટણી પંચને લેખિત રજૂઆત કરી છે કે ચૂંટણીઓ યોજાય તે પહેલાં આ પરિપત્ર તાત્કાલિક પાછો ખેંચવામાં આવે, અન્યથા આ ચૂંટણી અન્યાયી અને અલોકતાંત્રિક ગણાશે. અમદાવાદમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો બાપુનગર અને ઇન્ડિયા કોલોની વોર્ડમાં રોડ શો પૂર્ણ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાસ્કરને જણાવ્યું કે અમદાવાદ ગઈ વખત કરતા આ વખતે સારુ પરિણામ આપશે. CMના રોડ શો બાદ એ જ રૂટ પર બાપુનગરમાં કોંગ્રેસના ચારેય ઉમેદવારોએ રોડ શો યોજ્યો હતો. ભાસ્કર રિપોર્ટર સાથે વાતચીત દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર નાગજી દેસાઈએ કહ્યું કે CM-PM બાપુનગરની ગટર સાફ કરવા નહીં આવે. એ તો ભાજપનું માર્કેટિંગ કરવા આવે છે. તો રાજકોટમાં AAPના મનીષ સિસોદિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે ગુજરાત ભાજપનું ગુલામ નથી. દિલ્હીના સાંસદ મનોજ તિવારી અમરાઈવાડી વોર્ડમાં ભાજપના ચારેય ઉમેદવાર સાથે રેલી કરશે. જ્યારે ચાંદખેડા વોર્ડમાં ભાજપના નેતા હિતુ કનોડિયા ઉમેદવારો સાથે રેલી કરશે. અમદાવાદમાં આજે તમામ 48 વોર્ડમાં ભાજપ દ્વારા સવારે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા દિવસે પ્રચારમાં એડીચોટીનું જોર લગાવાશે.
    Click here to Read More
    Previous Article
    UP Board 10th-12th Toppers: दूसरे स्थान पर Sitapur, पहले स्थान पर रहा ये जिला |Shikha Verma |Kashish
    Next Article
    સુરતમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ:આરોપી મોજબ્બીર હમસુદીનની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment