Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ:ભાજપ દ્વારા તાલુકા મથકો પર ડીજે, બાઈક રેલીનું આયોજન

    21 hours ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારનો આજે અંતિમ દિવસ છે. સાંજે પાંચ વાગ્યા બાદ પ્રચારના પડઘા શાંત થઈ જશે. આ અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ જોરદાર પ્રચાર અભિયાન હાથ ધર્યું છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં આજે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. બનાસકાંઠામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. મતદારોને આકર્ષવા માટે બંને પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. ભાજપ દ્વારા આજે દરેક તાલુકા મથકો પર ડીજે અને બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીઓ મારફતે ભાજપ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ વધુ તેજ બન્યો છે. બીજી તરફ, કોંગ્રેસ પણ પ્રચારમાં પાછળ નથી. કોંગ્રેસના ઉમેદવારો અને આગેવાનો ડોર-ટુ-ડોર સંપર્ક કરીને અંતિમ ઘડીમાં મતદારોને મનાવવાના પ્રયાસો કરી રહ્યા છે. આ ચૂંટણીમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે, ત્યારે અંતિમ દિવસનો પ્રચાર અત્યંત મહત્વનો માનવામાં આવે છે. બંને પક્ષો દ્વારા માહોલ પોતાના પક્ષમાં ફેરવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પ પાસે યુદ્ધ ચાલુ રાખવા માટે 7 દિવસ:1 મે પહેલા અમેરિકી સંસદની મંજૂરી જરૂરી, પાર્ટીના 10 સાંસદો વિરોધમાં
    Next Article
    હોન્ડાના ગોડાઉનમાંથી 23 લાખના 31 ટુ-વ્હીલરની ચોરી, 3 ઝડપાયા:શો-રૂમમાં ઓર્ડર મોકલતી વખતે એક એક્ટિવા વધારી દેતા અને રસ્તામાં જ સગેવગે કરી દેતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment