Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોન્ડાના ગોડાઉનમાંથી 23 લાખના 31 ટુ-વ્હીલરની ચોરી, 3 ઝડપાયા:શો-રૂમમાં ઓર્ડર મોકલતી વખતે એક એક્ટિવા વધારી દેતા અને રસ્તામાં જ સગેવગે કરી દેતા

    23 hours ago

    અમદાવાદ શહેરના નવાનરોડા વિસ્તારમાં આવેલા ટુ-વ્હીલરના ગોડાઉનમાંથી રહસ્યમય રીતે ગાયબ થયેલા 31 વાહનોનો ભેદ ઝોન-5 LCB સ્કોડે ઉકેલી નાખ્યો છે. આ ચોરીમાં અન્ય કોઈ નહીં પણ ગોડાઉનમાં જ કામ કરતા કર્મચારીઓ સૂત્રધાર નીકળ્યા છે. પોલીસે આ મામલે બે શખ્સ અને એક સગીરની ધરપકડ કરી ₹23.25 લાખની કિંમતના 31 વાહનો પૈકી 26 એક્ટિવા રિકવર કર્યા છે. સ્ટોક ગણતરીમાં ભાંડો ફૂટ્યો નવાનરોડાના સાગર ટેનામેન્ટમાં રહેતા ધર્મપાલ ચૌહાણે નિકોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરૂદ્ધ 23.25 લાખની 31 ટુ-વ્હીલર ચોરીની ફરિયાદ કરી હતી. ધર્મપાલ નિકોલ વિસ્તારમાં આવેલા અક્ષર આર્કેડની બાજુમાં સિંગલ ઓટો મેટીર પ્રાઈવેટ લીમીટેડના હોન્ડા ટુ-વ્હીલર શોરૂમમાં ગોડાઉન મેનેજર તરીકે નોકરી કરે છે. કંપનીનું ગોડાઉન નવા નરોડા ખાતે આવેલા શેલ્બી હોસ્પિટલની પાછળ આવેલુ છે, જેમાં અંદાજીત 1200 જેટલા ટુ-વ્હીલરનો સ્ટોક હોય છે. ધર્મપાલે ચાર મહિનાના ગળામાં ટુ-વ્હીલરની આવક જાવકનો હિસાબ બારીકાઈથી કર્યો હતો, ત્યારે જાણવા મળ્યું કે, 30 એક્ટિવા અને એક બાઈક ગાયબ હતું. ધર્મપાલે નિકોલ પોલીસ સ્ટેશનમાં 31 વાહન ચોરીની ફરિયાદ કરી હતી. ફરિયાદ નોંધાતા LCB તપાસમાં જોડાઈ ફરિયાદ થતા સ્થાનિક પોલીસ સાથે ઝોન-5 એલસીબી પણ તપાસ કરી રહ્યું હતું. ત્યારે LCBના PSI કે.કે જાડેજાની ટીમે બાતમીના આધારે શાહિદ શેખ, દિગુસિંહ અને એક સગીર આરોપીની ધરપકડ કરીને 26 ચોરીના એક્ટિવા રિકવર કર્યા છે. આરોપીઓ પૈકી સગીર અને શાહિદ હોન્ડાના શો રૂમના ગોડાઉનમાં જ નોકરી કરતા હતાં. જ્યારે દીગુસિંહ બાજુમાં આવેલા TVSના શો રૂમમાં નોકરી કરતો હતો. ચોરીનો માસ્ટરમાઈન્ડ શાહિદ શેખ આરોપી શાહિદે ચોરીનો પ્લાન બનાવ્યો હતો. શાહિદે આ અંગે દીગુસિંહ અને સગીરને વાત કરી હતી. શાહિદ શોરૂમમાંથી જે પ્રમાણે ઓર્ડર આવે તે પ્રમાણે એક્ટિવા મોકલતો હતો. એક્ટિવાની સંખ્યામાં એક એક્ટિવા વધારી દેતો જે શોરૂમ પહોંચ્યા પહેલા જ રસ્તામાં દિગુસિંહને આપી દેતો હતો. દિગુસિંહ આ ચોરીનું એક્ટિવા ગ્રામ્ય વિસ્તારમાં વેચી દેતો હતો. શાહિદ 18થી 25 હજાર રૂપિયા લેતો, જ્યારે દિગુસિંહ એક્ટિવા પર 5000 રૂપિયા કમાતો હતો. ‘ડેમેજ પીસ’ કહી ગ્રામ્ય વિસ્તારમાં વેચાણ આરોપીઓ ચોરીના એક્ટિવા ગ્રામ્ય વિસ્તારોમાં ‘કંપનીના ડેમેજ પીસ’ છે તેમ કહીને માત્ર 30 હજાર રૂપિયામાં વેચી દેતા હતા. ગ્રાહકોને વિશ્વાસમાં લેવા માટે આરસી બુક બાબતે ખોટા બહાના બતાવી માત્ર રોકડ પેમેન્ટ લઈને વાહનો પધરાવી દેવામાં આવતા હતા. હાલ પોલીસે આ ટોળકી પાસેથી 26 વાહનો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ:ભાજપ દ્વારા તાલુકા મથકો પર ડીજે, બાઈક રેલીનું આયોજન
    Next Article
    Amit Shah's big statement on elections Live | કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ LIVE |Local Election Live

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment