Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૂંટણીમાં જ હિન્દુત્વ યાદ: કોંગ્રેસનો ભાજપ પર પ્રહાર:ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મેનિફેસ્ટો જાહેર કર્યો, સુવિધા ન મળે ત્યાં સુધી ટેક્સ નહીં

    2 days ago

    વેરાવળ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પ્રચારના અંતિમ તબક્કામાં કોંગ્રેસે શહેરના લાઇબ્રેરી ચોક ખાતે જાહેરસભા યોજી હતી. આ સભામાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને કોંગ્રેસનો મેનિફેસ્ટો પણ જાહેર કર્યો હતો. વિમલ ચુડાસમાએ ભાજપ પર ધર્મના નામે રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે ચૂંટણી સમયે જ ભાજપને હિન્દુત્વ યાદ આવે છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે જ્યારે મંદિરો અને સમાધિઓ તોડવામાં આવતી હતી, ત્યારે ભાજપ ક્યાં હતું. ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપ માટે ધર્મ માત્ર મત મેળવવાનું સાધન છે અને તેમને સત્તા તથા ભ્રષ્ટાચારમાં જ રસ છે. તેમણે મતદારોને ભાજપ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોને મત આપતા પહેલા વિચાર કરવા અપીલ કરી હતી. આ સભા દરમિયાન કોંગ્રેસે વેરાવળ નગરપાલિકાની ચૂંટણી માટેનો મેનિફેસ્ટો પણ જાહેર કર્યો હતો. તેમાં મુખ્ય વચન આપવામાં આવ્યું હતું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે, તો શહેરમાં પ્રાથમિક સુવિધાઓ જેવી કે રોડ, રસ્તા, પાણી અને લાઇટ સંપૂર્ણપણે ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી કોઈપણ પ્રકારનો ટેક્સ વસૂલવામાં આવશે નહીં. સુવિધાઓ પૂર્ણ થયા બાદ જ ટેક્સ વસૂલવાનો નિર્ણય લેવાશે. મેનિફેસ્ટોમાં લાઇબ્રેરી માટે ટોલ-ફ્રી નંબર સહિત અનેક નાગરિક સુવિધાઓ આપવાના વચનો પણ સામેલ છે. કોંગ્રેસના આ વચનો પર મતદારો કેટલો વિશ્વાસ મૂકે છે અને ચૂંટણીમાં તેની શું અસર થાય છે, તે પરિણામો પછી જ સ્પષ્ટ થશે. લાઇબ્રેરી ચોક ખાતે યોજાયેલી આ જાહેરસભામાં કોંગ્રેસના અગ્રણીઓ નુસરત પંજા, જયકર ચોટાઈ સહિત તમામ ઉમેદવારો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. કોંગ્રેસે ભાજપના શાસન સામે લોકોમાં અસંતોષ ઊભો કરીને સત્તા પરિવર્તનની હાકલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ઓસ્ટ્રેલિયાના નકલી વિઝા લેટર આપીને 28 લાખ અને પાસપોર્ટ પડાવ્યા:કુડાસણમાં વિઝા કન્સલટન્સીના ઓથાર હેઠળ મહેસાણાના એજન્ટનું કારસ્તાન
    Next Article
    MMRDA set to become Asia’s largest landowner, eyes land bank to drive ‘Third Mumbai’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment