Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિવાદ સર્જાયો:આણંદ જિ.પં.ની પાળજ બેઠક પર ભાજપ બિનહરીફ છતાં કોંગ્રેસની બતાવી પ્રચાર

    9 hours ago

    આણંદ જિલ્લા પંચાયત પાળજ બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રદિપ પટેલની બિનહરીફ જીત થઇ છે છતાં પેટલાદ તાલુકા પંચાયત આમોદ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દ્વારા પ્રચાર માટે છપાવેલી પત્રિકામાં જિલ્લા પંચાયતની પાળજ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા દર્શાવીને હાથ પંજાનું નિશાન વાળી પત્રિકા વહેંચવામાં આવી રહી છે. જેના કારણે મતદારો ગેરમાર્ગે દોરવાઇ રહ્યાં હોવાના આક્ષેપ સાથે ચૂંટણી પંચને ફરિયાદ કરાઇ છે. પેટલાદ તાલુકા પંચાયતની આણંદ બેઠક પર કોંગ્રેસમાંથી ચૂંટણી લડનાર અશોકભાઇ ધૂળાભાઇ સોલંકીએ આગામી રવિવારે યોજાનાર ચૂંટણી પહેલા પ્રચાર માટે પત્રિકા છપાવીને મતદારોને વિતરણ કરવામાં આવી રહી છે. પરંતુ આ પત્રિકા પોતાના ફાયદા સારૂ જાણી જોઇને જિલ્લા પંચાયતની પાળજ બેઠક પર ભાજપે બિનહરીફ કબ્જે કરી છે. તેમ છતાં તેઓએ જિલ્લા પંચાયતની પાળજ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર બિનહરીફ દર્શાવીને મતદારોને ગેર માર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ ચૂંટણી અધિકારી સુધી ફરિયાદ પહોંચી ગઇ છે .
    Click here to Read More
    Previous Article
    પદ્મશ્રી સુરેશભાઈ સોનીનું 82 વર્ષની વયે અવસાન:કુષ્ઠ રોગ યજ્ઞ સંસ્થાના સ્થાપક, હૃદય રોગના હુમલાથી નિધન
    Next Article
    Prolonged West Asia conflict to raise energy costs, hit trade and markets: RBI’s State of the Economy article

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment