Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તપાસમાં જિલ્લા જેલની ખુલી પોલ:ભાવનગર જિલ્લા જેલની અંદર ગટરમાંથી મોબાઇલ મળી આવ્યો

    9 hours ago

    ભાવનગર જિલ્લા જેલમાં છાશવારે સીમકાર્ડ, મોબાઇલ તેમજ નશાકારક ચિજવસ્તુનો દડો પકડાવવાની ઘટના બને છે. ત્યારે અમદાવાદ વડી કચેરી જેલર ગ્રુપ 1ની ટીમ દ્વારા ભાવનગર જિલ્લા જેલમાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન જિલ્લા જેલની અંદર આવેલી ગટરમાંથી એક મોબાઇલ મળી આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. જે ઘટના બાદ જિલ્લા જેલના અધિકારી દ્વારા અજાણ્યા શખ્સ દ્વારા નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ભાવનગર જિલ્લા જેલમાં અનેકવાર મોબાઇલ, સિમકાર્ડ તેમજ નશાકારક ચિજ વસ્તુઓ મળી આવે છે જેની ફરિયાદ પણ નોંધાવવામાં આવે છે. પરંતુ જે બાદ તેની તપાસ અધ્ધરતાલ ચડી જાતી હોય તેમ પોલીસને તે તપાસમાં કંઇ ખાસ મળી આવતું નથી. ત્યારે ભાવનગર જિલ્લા જેલમાંથી ફરી એકવખત મોબાઇલ મળી આવતા ચકચાર મચી છે. અમદાવાદ વડી કચેરી જેલર ગ્રુપ 1ની ટીમ દ્વારા ભાવનગર જિલ્લા જેલમાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને તમામ બેરેકો તેમજ જેલની અંદર અન્ય સ્થળોએ ચેકીંગ કરાયું હતું. જે દરમિયાન જિલ્લા જેલની અંદર આવેલી એક ગટરની કુંડીમાંથી તુટેલી હાલતમાં એક મોબાઇલ મળી આવતા જિલ્લા જેલના અધિકારી દ્વારા નિલમબાગ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવાઇ છે. હાલ ભાવનગરની યુવી ગેંગના સભ્યો ફાયરીંગ તેમજ કારતુસ મળી આવવા જેવા ગુનામાં જેલમાં સજા કાપી રહ્યા છે ત્યારે જેલમાંથી મોબાઇલ મળી આવતા અનેક તર્ક વિતર્કો ઉભા થયા છે.
    Click here to Read More
    Previous Article
    Three agencies, three failed probes: How the 2006 Malegaon blasts case hit a ‘dead end’
    Next Article
    બઢતી કરાઈ:ભાવનગર સહિતની ઈજનેરી કોલેજોના 159 અધ્યાપકને ક્લાસ વનમાં પ્રમોશન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment