Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:ઉદ્યોગપતિએ કહ્યું, સુરત એરપોર્ટ કહેવાય ઈન્ટરનેશનલ પણ કનેક્ટિવિટી પુણે, ઈન્દોર કરતાં પણ ખરાબ, ‘ઉડયન મંત્રી સાથે મિટીંગ કરાવી આપીશ’ : માંડવિયા

    9 hours ago

    ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કેન્દ્રિય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયા સાથે વર્તમાન ઔદ્યોગિક પરિસ્થિતિ અંગે ચર્ચાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન વિવિધ ઉદ્યોગપતિઓએ ઈન્ડસ્ટ્રી સંબંધિત પ્રશ્નો રજૂ કર્યા હતા, જેમાં લેબર સુવિધા, એર કનેક્ટિવિટી, રિન્યુએબલ એનર્જી પોલિસી અને સ્કિલ ડેવલપમેન્ટ જેવા મુદ્દાઓ મુખ્ય રહ્યા. ઉદ્યોગપતિઓએ કામદારો માટે આવાસ, હોસ્પિટલ અને સ્કીલ ઇન્સ્ટિટ્યૂટની માંગણી કરતાં માંડવિયાએ કહ્યું, તે પણ મળી જશે Q - પ્રમોદ ચૌધરી : લેબર માટે આવાસ, અલગ હોસ્પિટલ બનાવવી જોઈએ. લેબરોને સ્કિલ મળે તે માટે ઈન્સ્ટીટ્યુટ પણ શરૂ કરવી જોઈએ. સુરતને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે, પરંતુ 1થી 2 ફ્લાઈટો જ મળે છે અને તે પણ ચાલુમાં જ બંધ થઈ જાય છે. કનેક્ટિવિટી ઈન્દોર, પુનાથી પણ પુવર છે. A - મનસુખ માંડવિયા : લેબર માટે આવાસની વ્યવસ્થા કરવામાં આવશે. ઈએસઆઈસીની એક હોસ્પિટલ શરૂ થઈ ગઈ છે, તેનું થોડાં દિવસ પછી લોકાર્પણ કરવામાં આવશે. ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં પણ હોસ્પિટલ શરૂ કરવા માટેનું આયોજન કરીશું. હોસ્પિટલ સરકાર બનાવશે પરંતુ ચલાવવા માટે ખાનગી હોસ્પિટલને અપાશે અને ખર્ચ સરકાર આપશે. Q - સોહેલ સવાણી : નવા મજુર કાયદા સંબંધિત એમએસએમઈની જાગ્રૃતિ વિભાગો દ્વારા આપવામાં આવે તેવું આયોજન કરવામાં આવે. A - મનસુખ માંડવિયા : તેના માટે વર્કશોપ કરવા જોઈએ, તમે તારીખ નક્કી કરો હું ઓફિસરને મોકલીશ. તમામ ઈન્ડસ્ટ્રીઓ માટે વર્કશોપ કરીશું. ખોટી નોટિસ આપતું હોય, હેરાન કરાતા હોય તો ગમે ત્યારે જણાવજો તાત્કાલિક એક્શન કરીશું. Q - લિનેશ શાહ : સુરત ઓદ્યોગિક હબ તરીકે વિકસી રહ્યું છે, ઈન્ટરનેશનલ ફ્લાઈટની કનેક્ટિવિટી નથી, ફોરેનની એરલાઈન્સનને સુરત આવવું છે પરંતુ પોઈન્ટ ઓફ કોલ નથી મળતાં આ બબાતે એવિએશન મંત્રી સાથે મિટિંગ કરાવીને પોઈન્ટ ઓફ કોલની અંદર સર્વે થાય તેવું આયોજન કરવામાં આવે. A - મનસુખ માંડવિયા : એવિએશન મંત્રી સાથે મિટિંગ કરાવવી જોઈએ, ચોક્કસ રીતે કરાવી શકાય, તમે મને કહેજો હું તમને મદદ કરીશ. Q - આશિષ ગુજરાતી : રિન્યુએબલ એનર્જીમાં અલગ અલગ રાજ્યોની પોલિસી અલગ છે, પરંતુ એક જ પોલિસી હોવી જોઈએ. હાલ ગુજરાતમાં બેન્કિંગ નોમ્સ, બિલિંગ ચાર્જિસના નોમ્સ અલગ છે, જેને ઈન્ડસ્ટ્રી ફ્રેન્ડલી કરવામાં આવે. મેટાલિક જરી બનાવતી ઈન્ડસ્ટ્રીને જીએસટી રિફિંડ મળતું નથી. લેબર 2થી 3 વર્ષ કામ કરે છે તેની સ્કિલ ડિપ્લોમાં હોલ્ડર જેટલી થઈ જાય છે તો તેમને સર્ટિફિકેટ મળે તેવું આયોજન કરવું જોઈએ. A - મનસુખ માંડવિયા : સ્કિલ મેન પાવરની ડિમાન્ડ ઉભી થાય ત્યારે ઈન્સ્ટીટ્યુટ પણ ઉભી થાય છે. ઈન્ડસ્ટ્રીઓએ પોતે જ સ્કિલિંગ સેન્ટર ઉભું કરવું જોઈએ. સરકાર તેમને આર્થિક મદદ કરશે. પોતાની જરૂરિયાત પ્રમાણે કારીગરોને સ્કિલ આપી શકશે.
    Click here to Read More
    Previous Article
    મતદાર યાદીમાં છબરડો:એક યુવકનું નામ 5 વખત નામ, EPIC અલગ, વિગતો સમાન
    Next Article
    Hardik Pandya On Reason Behind Mumbai Indians' Biggest IPL Defeat To CSK

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment