Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં રફતારનાં કહેરે યુવકનો ભોગ લીધો:એરપોર્ટ ગાર્ડન નજીક પુરપાટ ઝડપે આવેલા બાઈકની બીજા બાઈક સાથે જોરદાર ટક્કર થતા માતા-પિતાના એકના એક પુત્રનું મોત

    10 hours ago

    રાજકોટમાં રફતારનાં કહેરે વધુ યુવકનો ભોગ લીધો છે, જેમાં એરપોર્ટ ગાર્ડન નજીક પુરપાટ ઝડપએ આવેલા બાઈકની બીજા બાઈકની સાથે જોરદાર ટક્કર થતા જ તેના ઉપર સવાર યુવક હવામાં ફંગોળાઈને જમીન ઉપર પટકાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત આ યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજતા માતા-પિતાએ એકનો એક પુત્ર ગુમાવ્યો હતો. પુત્રની અકાળે વિદાય થતા પરિવાર સહિત નેપાળી સમાજમાં પણ ઘેરા શોકની લાગણી છવાઈ છે. હાલ પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી ફરાર બાઇક ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. રાજકોટના માધાપર ચોકડી પાસે આવેલા શુભમ પાર્ક નજીક ઉત્સવ એપાર્ટમેન્ટમાં રહેતો 22 વર્ષીય યુવક જય વિશ્વકર્મા 21 એપ્રિલના રોજ રાત્રિના સમયે પોતાના પિતા નરેશભાઈનું મોટરસાયકલ લઈને કામઅર્થે બહાર નીકળ્યો હતો. મોડીરાત્રે 11 વાગ્યાની આસપાસ જય ભોમેશ્વર વિસ્તારમાંથી પોતાનું બાઈક લઈને માધાપર ચોકડી તરફ જઈ રહ્યો હતો. તે સમયે એરપોર્ટ બગીચા પાસેના જાહેર રોડ ઉપર સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા બાઈક ચાલકે જયના બાઇકને જોરદાર ટક્કર મારી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સામેથી આવતા બાઈક ચાલકની ઝડપ એટલી વધારે હતી કે જયને સંભાળવાની તક પણ મળી નહોતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર લાગતા જય હવામાં ફંગોળાયો હતો અને ત્યારબાદ રોડ પર પટકાયો હતો. આ ગંભીર અકસ્માતમાં જયને માથા અને શરીરના અન્ય ભાગોમાં જીવલેણ ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તે સ્થળ પર જ લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ ગયો હતો. અકસ્માત બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં પડેલા જયને 108 મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પુત્રના અકસ્માતના સમાચાર મળતા જ પિતા નરેશભાઈ અને પરિવારના સભ્યો હોસ્પિટલ દોડી આવ્યા હતા. જયની હાલત નાજુક જણાતા તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યો હતો. જોકે લાખો પ્રયત્નો છતાં તેની સ્થિતિમાં કોઈ સુધારો થયો નહીં. અને તબીબોએ તેને ફરી સિવિલ હોસ્પિટલ લઈ જવા સલાહ આપી હતી. અંતે, ટૂંકી સારવાર બાદ ફરજ પરના તબીબે જયને મૃત જાહેર કર્યો હતો. 22 વર્ષનો યુવાન દીકરો, જે પરિવારનું ભવિષ્ય હતો, તેનું પળવારમાં મોત થતા માતા-પિતાની આંખો સામે અંધકાર છવાઈ ગયો હતો. હોસ્પિટલના પટાંગણમાં પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. પિતા નરેશભાઈ માટે આ આઘાત સહન કરવો અશક્ય હતો, આ મામલે મૃતક યુવાનના પિતા નરેશભાઈએ ગાંધીગ્રામ પોલીસમાં અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક ગુનો નોંધી અને એરપોર્ટ ગાર્ડન સહિત સાંઢીયા પુલ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસવાની તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત, અકસ્માત સમયે ત્યાંથી પસાર થતા લોકોના નિવેદન લેવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બંગાળમાં મતદાનનો નવો રેકોર્ડ, પ્રથમ તબક્કામાં 92% મતદાન:મમતા બોલ્યા- SIRના વિરોધમાં બમ્પર વોટિંગ; તમિલનાડુના ઇતિહાસમાં પણ સૌથી વધુ 85% મતદાન
    Next Article
    Vadodara Congress Candidate News | કોંગ્રેસનો છેલ્લી ઘડીનો જોરશોરથી પ્રચાર | Sthanik Swaraj Election

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment