Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હત્યાના કેસમાં આરોપી દોષિત ઠરતા આજીવન કેદની સજા:સિગારેટ પીવા જેવી બાબતે છરી વડે યુવકને રહેંસી નાખ્યો

    9 hours ago

    અમદાવાદ સીટી સેશન્સ કોર્ટે હત્યાના આરોપી સામે ગુનો સાબિત થતા આજીવન કારાવાસની સજા ફટકારી છે તેમજ મૃતકના પરિજનોને 50 હજાર રૂપિયા વળતર તરીકે ચૂકવવા માટે હુકમ કર્યો છે. 21 સાહેદોની જુબાનીને આધારે આરોપીને આજીવન કેદની સજા ફટકારી 22 વર્ષીય આરોપી હિતેશ પરમાર સામે વર્ષ 2020માં કાગડાપીઠ પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ સીટી સેશન કોર્ટમાં ચાલી જતા કોર્ટે સરકારી વકીલ અજય.એ.ત્રિવેદીની દલીલો, 30 દસ્તાવેજી પુરાવા અને 21 સાહેદોની જુબાનીને આધારે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. વસંત રજત ક્વાર્ટસ સામે અજય પર છરીથી હુમલો કર્યો હતો ઉલ્લેખનીય છે કે, રાત્રિના સમયે માત્ર સિગરેટ પીવા ના આપવા જેવી બાબતે 22 વર્ષીય આરોપી યુવકે કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વસંત રજત ક્વાર્ટસ સામે અજય પર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં અજયને આરોપીએ આડેધડ છરીઓના ઘા મારી દીધા હતા. તેથી તે લોહી લુહાણ હાલતમાં તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલમાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદ:રાજકોટમાં ભાઈને મારી નાખવાની ધમકી આપી સગીરાને હવસનો શિકાર બનાવી'તી
    Next Article
    CSK’s Sanju Samson slams his second 100 of season, 5th IPL century overall in match vs MI at Wankhede

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment