Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદ:રાજકોટમાં ભાઈને મારી નાખવાની ધમકી આપી સગીરાને હવસનો શિકાર બનાવી'તી

    10 hours ago

    રાજકોટમાં રહેતી સગીરાને હવસખોર શખ્સે સગીરાના ભાઈને મારી નાખવાની ધમકી આપી હવસનો શિકાર બનાવી હતી. બનાવ અંગે પોકસો અને એટ્રોસીટી એકટના ગુનામાં સંડોવાયેલા આરોપી સંજય કણજારીયા સામે કેસ ચાલી જતાં કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સખ્ત સજા અને ભોગ બનનારને 7 લાખનું વળતર ચુકવવા આદેશ કર્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી જેલહવાલે કર્યો શહેરમાં રહેતી 17 વર્ષની સગીરાને આલાપ ગ્રીન સિટી પાસે આવેલ આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતાં સંજય ધર્મેન્દ્રભાઈ કણજારીયા (ઉ.વ.32)એ સગીરા અનુસુચિત જાતિની હોવાનું જાણવા છતાં સગીરાના ભાઈને મારી નાખવાની ધમકી આપી સંજય કણજારીયાએ સગીરાને પોતાના ઘરે બોલાવી સગીરાની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. જે ઘટના અંગે સગીરાએ પોતાના પરિવારને આપવિતી જણાવતા સગીરાની માતાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમા સંજય કણજારીયા વિરૂદ્ધ પોકસો અને એટ્રોસિટી એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો. ભોગ બનનારના ભાઈને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યુ આ કેસમાં એસ.સી.એસ.ટી.સેલના મદદનીશ પોલીસ કમિશ્નર એસ.ડી.પટેલ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. ચાર્જશીટ બાદ કેસ સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલવા ઉપર આવતાં ફરિયાદ પક્ષે કુલ 18 સાહેદો તપાસીને 16 દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવ્યા હતા. ઉપરાંત સરકારી વકીલ પ્રશાંત પટેલે આ કેસના સાહેદો અને પંચોના પુરાવાઓની કડીઓ મેળવી કેસમાં દલીલ કરી હતી કે, ભોગ બનનારની જુબાની મુજબ આરોપીએ ભોગ બનનાર અનુસુચિત જાતિના હોવાનું જાણવા છતા ભોગ બનનારના ભાઈને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યુ છે. કોર્ટે આજીવન કેદની સજા ફટકારી આ કેસમાં ભોગ બનનારની જુબાની મુજબ મેડીકલ રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. ભોગ બનનાર અને આરોપીની મેડીકલ તપાસ કરનાર ડોકટરે પ્રોસિકયુશનના કેસને સમર્થન આપ્યું હતુ. આ ઉપરાંત ભોગ બનનારની જન્મ નોંધણી કરનાર તલાટી મંત્રીની જુબાની મુજબ ભોગ બનનાર સગીર વયની હોવાનું સ્પષ્ટ થાય છે. સમાજ કલ્યાણ શાખાના નાયબ નિયામક જુબાની મુજબ ભોગ બનનાર અનુસુચિત જાતિના હોવાનું સાબિત થાય છે. તે સહિતની દલીલો અને રજુ કરેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઈ સ્પે.પોકસો કોર્ટના જજ વી.એ.રાણાએ પોકસો અને એટ્રોસીટી એકટના ગુનામાં આરોપી સંજય કણજારીયાને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને 2000નો દંડ તેમજ ગુજરાત વિકટીમ કમ્પન્સેશન સ્કીમ હેઠળ ભોગ બનનારને 7 લાખનું વળતર ચુકવવા હુકમ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    IPLમાં MI vs CSK:સંજુ સેમસન સેન્ચુરીની નજીક પહોંચ્યો, ચેન્નઈની છઠ્ઠી વિકેટ પડી, કાર્તિક પછી ઓવરટન આઉટ
    Next Article
    હત્યાના કેસમાં આરોપી દોષિત ઠરતા આજીવન કેદની સજા:સિગારેટ પીવા જેવી બાબતે છરી વડે યુવકને રહેંસી નાખ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment